પીસી પ્રો સિરિઝ: તમારાં પ્રેઝન્ટેશન અગ્રેસર કેવી રીતે બનાવવાં?

જૂની કહેવત અનુસાર, એક ચિત્ર હજાર શબ્દો વર્ણવે છે.

આપણે જે જોઈએ છીએ તેનાથી આપણા પર પ્રભાવશાળી અસર થાય છે - તેથી જ યોગ્ય છબીવાળી સારી રીતે સંપાદિત થયેલ પ્રેઝન્ટેશન તમારા શિક્ષણને આગળના સ્તર પર લઈ શકે છે.

ચિત્ર કાપવું:

તેનાથી નકામા ભાગોને દૂર કરતી વખતે, ચિત્રના સંબંધિત ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.

કેવી રીતે:

 • પ્રેઝન્ટેશન ખોલો
 • મેનુમાં Insert પસંદ કરો
 • Image પર સ્ક્રોલ કરો
 • Upload from computer પસંદ કરો
 • ચિત્ર પસંદ કરો અને Open પર ક્લિક કરો
 • ચિત્ર કાપવા માટે તેના પર ડબલ ક્લિક કરો અને કાળી ટેબ્સને તમારા જોઇતા માપ સુધી ખેંચો

 

 

ચિત્ર કૉલાઉટ

આ પાવરપોઇન્ટની સૌથી શક્તિશાળી સુવિધાઓમાંની એક છે. કૉલાઉટમાં, તમે ચિત્રના ચોક્કસ ભાગ તરફ ધ્યાન આકર્ષિત કરવા આકાર કાપી નાખો છો.

કેવી રીતે:

 • એડિટ કરવા માટે ચિત્રને કૉપી પેસ્ટ કરો
 • બીજા ચિત્રની ઉપર તેને મૂકો
 • Insert ટેબમાંથી Shapes પસંદ કરો
 • જોઇતો આકાર પસંદ કરો
 • ફોર્મેટમાં જાઓ અને Format Options પર સરકાવો
 • ફોર્મેટ ઓપ્શન્સમાં Size & Position પર ક્લિક કરો
 • એકદમ બરાબર આકાર બનાવવા માટે, પહોળાઇ અને ઊંચાઈ બરાબર હોવી જોઇએ
 • મૂળ ચિત્રમાં ફોર્મેટ ઓપ્શન પર જાઓ અને Brightness ઓછું કરો. તેનાથી મૂળ ચિત્રની સરખામણીમાં કૉલઆઉટ કરવામાં મદદ મળશે.

 

ઈમેજ ઓવરલે

લખાણ વાંચવુ મુશ્કેલ બની શકે છે અને ભરચક ચિત્રમાં તે સહેલાઈથી ખોવાઈ શકે છે. ઈમેજ ઓવરલે આ લખાણને વાંચવાલાયક બનાવવામાં મદદ કરે છે. તે મૂળ ચિત્ર પર અર્ધપારદર્શક આકાર ઉમેરે છે, જે લખાણ અને ચિત્ર બંનેને દ્રષ્યમાન બનાવવા માટે પૂરતું ઘાટું હોય છે.

કેવી રીતે:

 • Insert મેનુ બારમાં Shapes પસંદ કરો
 • ખૂણાને પકડો અને તમારા ચિત્રને સમાવવા માટે ખેંચો
 • મેનુ બારમાં Fill colour પર જાઓ
 • નીચે Custom પસંદ કરો
 • ટ્રાન્સપરન્સી(પારદર્શકતા) માટે નાની વિન્ડો ખૂલશે
 • તે સંપૂર્ણ રીતે પારદર્શક ન બની જાય ત્યાં સુધી ટ્રાન્સપરન્સીને નીચી કરો. લખાણ બરાબર વંચાય અને ચિત્ર સ્પષ્ટ પણે દેખાય એ માટે તે પૂરતું ઘાટું થવું જરૂરી છે.            

આ કળાઓના ઉપયોગ બાદ, બધાં તમારા પ્રેઝન્ટેશન તરફ આકર્ષાશે. આનાથી વધારે સારું મેળવવવા, ક્લાસમાં તમારા પ્રેઝન્ટેશનને વધારે સારું બનાવવાના અહીં પાંચ રસ્તા જણાવવામાં આવ્યા છે.