આજના યુગમાં પીસી એ શિક્ષણનો અંતરંગ ભાગ છે

 

પરમિન્દર શર્મા એક લેખક, બ્લૉગર અને બૅન્કર છે અને તેઓ બે સુંદર બાળકોની માતા છે.

1) “શિક્ષણ માટે પીસી” પર તમારો અભિપ્રાય શું છે?

શિક્ષણમાં પીસીની સામેલગીરી એ કંઈક એવી છે જેને આપણે અવગણી શકીએ નહિં. તે બાળકોની રચનાત્મકતા માટે માત્ર બહુવિધ માર્ગો જ ખુલ્લાં નથી મુકતું પરંતુ ડિજિટેક મૂળભૂત અને આવશ્યક તત્વો સાથે લગોલગ બની રહેવા માટે પણ મદદ કરે છે.

પછી તે પીસીની મદદથી સોંપણીઓ કરવાની હોય અથવા સ્માર્ટ ક્લાસ અથવા હોમવર્ક ઍપ્સ હોય, આજે પીસી શિક્ષણનું અભિન્ન અંગ બની ચુક્યું છે નહિં કે અન્ય એક શૈક્ષણિક વિષય.

2) માતા-પિતા તરીકે, તમારૂં બાળક ભાવિ માટે તૈયાર છે, તેને સુનિશ્ચિત કરવા માટે તમે શું કરી શકો છો?

બાળકને તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટેની જવાબદારી માતાપિતાની છે, પરંતુ પ્રમુખ જવાબદારી બાળકને દુનિયાનો સામનો કરવા અને તેનાં પડકારો માટે સજ્જ કરવાની છે. આજે તકનીકી બાળકને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે. બાળકને તકનીકી માટે પર્યાપ્ત સંસર્ગ પૂરો પાડવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

“એવાં સમયે કે જ્યારે આપણે બાળકોના ગેજેટ્સ પ્રત્યેની આદતોને છોડાવવાની વાત કરી રહ્યાં હોઇએ છીએ, ત્યારે આપણે એ ન ભુલવું જોઇએ કે તે ટેક્નોલૉજીની આદતને છોડાવવા વિશે નથી પરંતુ તકનીકીના યોગ્ય વપરાશ વિશે છે.”

વિશ્વભરમાં અદ્યતન વિકાસથી બાળક જેટલું વધારે સજ્જ હશે, તેટલું તેનાં શિક્ષણ માટે તે વધુ સારૂં છે.

3) તમે તમારા બાળકને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખો છો?

સાઈબર વિશ્વ, વાસ્તવિક વિશ્વ જેવું છે, જોખમોથી ભરપૂર પરંતુ વધુ જોખમકારક કેમકે જોખમો ભૌતિક રીતે જોઇ શકાય તેવાં નથી. બાળકને આ વિશ્વની સાથે સંસર્ગમાં લાવવા જેટલું મહત્વનું છે, તેટલું જરૂરી છે કે તેમને ત્યાં સુરક્ષિત રાખવામાં આવે.

“તે આપણાં બાળકને રસ્તો પાર કરવાનું શીખવવા સમાન છે. આપણે તેને ટ્રાફિકના બધા જ નિયમો શીખવીએ છીએ, તેને પોતાના સુરક્ષિત વિસ્તાર ઝેબ્રા ક્રોસિંગ્સ, ફૂટપાથ વગેરેનો ઉપયોગ કરવાનું કહીએ છીએ અને જ્યારે તે આ બધાનું અનુસરણ કરે છે ત્યારે તેને પ્રોત્સાહન પુરું પાડીએ છીએ.”

બાળકોને તેમનાં સાઈબર અધિકારો વિશે સભાન બનાવવા માટે આપણે તેમની સાથે સાઈબર ગુનાઓની વાતો કહેવી જરૂરી છે. જોખમને આવરી લેવા માટે, આપણે તેમની સાઈબર પ્રવૃત્તિઓની ખૂબ નજીકથી દેખરેખ રાખવી જોઇએ અને તેનાં માટે પૂરાં પાડવામાં આવેલ અનુકૂળ ઉકેલોને સ્થાપિત કરવા જોઇએ.

4) પુરું કરતાં પહેલાં, અમને તમારા તાજેતરના પુસ્તક વિશે જણાવો.

મારૂં તાજેતરનું પુસ્તક – ફ્રોમ મંકિઇંગ ટુ પેરેન્ટિંગ સંબંધો અને પારિવારિક મૂલ્યો પર ભાર મૂકે છે. તે પેરેન્ટિંગ પ્રત્યેનો સાર્વત્રિક અભિગમ છે જે તમારી જાતને, તમારા જીવનસાથીને, તમારા સાસરિયાઓ અને શિક્ષકોને પૂર્ણ વેઇટેજ આપે છે. તે માતાપિતાઓની રોજિંદી જરૂરિયાતો જેવી કે શૈક્ષણિક પ્રશ્નો, ધમકીઓ, ગુસ્સાઓ, હાઇપરઍક્ટિવિટી વગેરેના ઉકેલો પૂરાં પાડે છે.