ઉભરતા વિધાર્થીઓનું જૂથ વિકસાવવા માટે સ્ક્રીન દ્વારા પહોંચવું

છેલ્લાં અમુક વર્ષોમાં, દરેક બાળક ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મને અનુકૂળ બની ગયું છે. જોકે તે રોગચાળાથી દરેક બાળકને સુરક્ષિત રાખવાનો અમારો એકમાત્ર રસ્તો હતો, પરંતુ ઓનલાઇન લર્નિંગને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે લાંબુ અંતર સર્જાય છે. આનાથી શીખવાની પ્રક્રિયાને ખૂબ અસર થઈ છે. દૂરસ્થ (રિમોટ) શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઓછું કરવાની કેટલીક સરળ રીતો અહીં છે:

ઇન્ટરેક્ટિવ લર્નિંગ: જ્યારે દરેક લોકો મ્યુટ થાય છે અને કેમેરા બંધ હોય ત્યારે વિદ્યાર્થી સરળતાથી વિચલિત થઈ શકે છે. બાળકોને જોડાયેલા રાખવા માટે સમગ્ર સત્ર દરમિયાન ધ્યાન રાખવું જરૂરી છે. તેથી, બાળકોને ઓડિયો અને વીડિયો ચાલુ રાખવા પ્રોત્સાહિત કરો.

મનોરંજક પ્રવૃત્તિઓ: સહાધ્યાયીઓની ગેરહાજરી શીખવાની પ્રક્રિયાને કંટાળાજનક બનાવે છે. શારીરિક ગેરહાજરીનો સામનો કરવા માટે મનોરંજક પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. જેમ કે, વિવિધ પ્રકારના છોડની વાત કરતી વખતે બગીચામાં ભણાવવું.

પરીક્ષણ ચાલુ રાખો: નાના, આશ્ચર્યજનક પરીક્ષણોના કારણે બાળકો પાઠ પર વધુ ધ્યાન આપશે. અઠવાડિયામાં એકવાર એમસીક્યુ અથવા વિવિધ વિષયો પર નાની રજૂઆત શીખવાને મનોરંજક અને અસરકારક બનાવશે. ઉપરાંત, તે વિદ્યાર્થીઓને સામાજિક કુશળતા વિકસાવવામાં પણ મદદ કરે છે.

પ્રશંસા અને પુરસ્કાર: સખત મહેનત માટે પ્રશંસા અને પુરસ્કારો વિધાર્થીને વધુ સારું પર્ફોર્મન્સ આપવા માટે પ્રેરિત કરે છે. નાના પુરસ્કાર પણ તેમને ઘણા પ્રેરિત કરે છે અને સાચા જવાબ આપવા પર તેમની પ્રશંસા તેમને ઉત્સાહિત રાખે છે. તે અન્ય વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા માટે પણ પ્રેરિત કરશે.

આ ઉપરાંત, શિક્ષકો ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ વિશે વિચારવા, પ્રશ્ન/જવાબ સત્રો યોજવા માટે જૂથો બનાવી શકે છે અને અન્ય શિક્ષકોને ઓનલાઇન શીખવાની મજા માણવા આમંત્રિત પણ કરી શકે છે.