ગોખણપટ્ટી સારી નથી – તેને છોડી દેવાના ત્રણ કારણો

 

તમે આમાંથી કોણ છો?

તમે મોટાભાગે વિભાવના શીખનાર અને છેલ્લી મિનિટના ચમત્કારમાં શોધવાની ઇચ્છા ધરાવતા ગોખણપટ્ટી કરતા વિદ્યાર્થી હોય શકો છો. સરળ ભાષામાં કહીએ તો, ગોખણપટ્ટી એ વારંવાર પુનરાવર્તન કરીને અભ્યાસ સામગ્રીને યાદ રાખવાની પદ્ધતિ છે. તે ટૂંકા ગાળાના ફાયદાઓ ધરાવે છે પરંતુ તમારી શીખવાની ક્ષમતાને આગળ ધપાવવા માટે, તમે તમારા પોતાના માટે જે પુનરાવર્તન કરી રહ્યાં છો તેને વાસ્તવમાં સમજવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે.

ગોખણપટ્ટીને છોડી દેવાના ત્રણ કારણો:

 

1. તમે જે શીખ્યાં છો તેને જો સમજશો નહિં તો તમે તેને ભૂલી જશો

જો તમે તમારી પ્રિલીમ અને અંતિમ પરીક્ષા પાસ કરવા માંગો છો, તો તમારે "ગોખણપટ્ટીના ફંદા" માંથી બહાર આવવા માટે તમે શું વાંચી રહ્યા છો તે સંપૂર્ણપણે જાણી લેવું પડશે.


2. જ્યારે તમે ગોખણપટ્ટી દ્વારા શીખી રહ્યાં છો તો શિક્ષણ મેળવવું ખૂબ જ “યાંત્રિક” બની જશે.

“મોટા ભાગના યુવાઓ (લગભગ 80-85%) ને અનુકૂળ રીતે કોઇપણ જૉબ માટે તાલિમબદ્ધ કરવામાં આવ્યા નથી. આપણી શિક્ષણ પ્રણાલી જે ગોખણપટ્ટી દ્વારા શિખવવા પર કેંદ્રિત છે તે ઉદ્યોગસાહસિક બનવા માટે સારી નથી.”

- ઇન્ફોસિસના સ્થાપક, નારાયણ મૂર્તિ [1]

ગોખણપટ્ટી તમારા અભ્યાસની પેટર્નને વધુ યાંત્રિક બનાવી દે છે જે તમને તેનાં પ્રત્યે રસહીનતાની લાગણી આપી શકે છે. આવું બે રીતે બની શકે છે – કાં તો તમે છેલ્લી મિનિટ સુધી તમારી પરીક્ષા માટે ભણવાનું છોડી દો છો અથવા તમારી નોંધો બનાવતી વખતે કંટાળી જાઓ છો. આનો ઉકેલ એ છે કે તેમાં કેટલીક વિવિધતા ઉમેરવામાં આવે!

તમારી અભ્યાસ પેટર્નને મિશ્રિત બનાવવા માટે તમે Ted Talk videos અને Google Scholar ને અજમાવી શકો છો.

3. વિભાવનાઓને વાસ્તવિક જીવન સાથે જોડવી મુશ્કેલ બની જાય છે

“રક્તવાહિનીઓના ત્રણ પ્રકાર ધમનીઓ, નસો અને કેટરપિલર્સ છે.”

સ્પષ્ટપણે જેણે આ લખ્યું છે તેઓ તેનો વાસ્તવિક અર્થને સમજ્યા વિના કેપિલરીઝ (રૂધિરકોશિકાઓ)ના સ્થાને કેટરપિલર્સને મૂકીને મૂંઝવાઈ ગયા છે! આ કારણસર તમારા માટે તમે જેને પરીક્ષા પછી વધુ લાંબા સમય સુધી યાદ રાખવા માટે ભણી રહ્યાં છો તેને સમજવું મહત્વનું છે.

રક્ત વાહિનીઓ વિશે વધુ શીખવા માંગો છો? આ પીસી સંસાધનને ચકાસો:
https://study.com/academy/lesson/blood-vessels-arteries-capillaries-more.html

વિષય-લક્ષી વેબસાઇટ્સની ઉપરાંત, અભ્યાસ પ્રક્રિયાના દરેક પાસાં સાથે તમને મદદ કરવા માટે ઘણાં પીસી ટૂલ્સ છે. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખિત પ્રયોગોને જોવાથી લઈને કાર્યક્ષમ રીતે તમારી બધી જ નોંધોને એ રીતે ગોઠવવા કે જે તમને તમારી વિષય સામગ્રીમાં નિપુણ બનવા સક્ષમ બનાવે – પીસીની સાથે તમારી પાસે પરીક્ષાઓ માટે ગોખણપટ્ટીને છોડી દેવાનો વિકલ્પ મોજૂદ છે.