ગોખણપટ્ટી વિ. પીસી-સક્ષમ શિક્ષણ

 

ગોખણપટ્ટી શું છે?

ગોખણપટ્ટી એ પુનરાવર્તન દ્વારા માહિતીને યાદ રાખવાની પદ્ધતિ છે. ગોખણપટ્ટીના ઉદાહરણોમાં મૂળાક્ષરો, સંખ્યાઓ, અને ગુણાકારના કોષ્ઠકોને યાદ કરવાનો સમાવેશ થાય છે. વિષય સામગ્રીના ઉંડાણપૂર્વકના અભ્યાસ માટે પાયાના ઘડતર માટે તે ખૂબ સારી બાબત છે, ખાસ કરીને જ્યારે તમારૂં બાળક પ્રાથમિક શાળામાં હોય.

પીસી-સક્ષમ શિક્ષણ શું છે?

સાપેક્ષ રીતે શાળાઓમાં શિક્ષણની નવી પદ્ધતિ, પીસી-અનેબલ્ડ શિક્ષણ (પીસી-સક્ષમ શિક્ષણ) એ શિક્ષણની પરસ્પર સક્રિય અને ખૂબ જ સંવેદાત્મક રીત છે જેથી વિદ્યાર્થીઓ ભણતી વખતે સચેત રહે. તેનું મૂળ ધ્યાન ઉપરછલ્લી રીતે તેનાં વિશે વાંચી જવાના બદલે વર્ગમાં શીખવવામાં આવતાં સિદ્ધાંતોને લાંબા ગાળા માટે યાદ રાખવાના હેતુ સાથે તેને સમજવા પર કેંદ્રિત કરવામાં આવે છે. ઉદાહરણોમાં આભાસી ક્ષેત્રીય પ્રવાસો, ક્વિઝ્સ, વિડીયોઝ, પ્રસ્તુતિકરણો અને ઘણાં બધા નો સમાવેશ થાય છે.

અહીં તમારા બાળકની સુખાકારી માટે સાચી શિક્ષણ પદ્ધતિ પસંદ કરવામાં મદદ માટે તુલનાત્મક માર્ગદર્શિકા આપવામાં આવી છે:

તો, તમારા બાળક માટે કયું વધુ સારૂં છે?

દેખીતી રીતે જ ગોખણપટ્ટીને સંપૂર્ણપણે અવગણી શકાય નહિં – તે આપણી શિક્ષણ પદ્ધતિમાં વણાઈ ગયું છે. તમે માત્ર પીસી-સક્ષમ શિક્ષણના ઘટકને તમારા બાળકના દૈનિક અભ્યાસના ક્રમમાં ઉમેરી શકો છો જેથી લાંબા ગાળામાં અને સાતત્યપૂર્ણ ધોરણે તેનાં ફાયદાઓ મેળવી શકાય.