તમારું પોતાનું વિકિસ્પેસીસ ક્લાસરૂમ સેટઅપ કરો!

"ટેક્નોલોજીની મદદથી હું મારા પાઠને વધુ સારી રીતે તૈયાર કરી શકું છું અને મારા વિદ્યાર્થીઓ સામે સહજતાથી પાઠ પ્રસ્તુત કરી શકું છું." - શ્રીમતી રશ્મી કથુરિયાને 2007ની સાલમાં ડૉ. એ.પી.જે અબ્દુલ કલામના હસ્તે સર્વશ્રેષ્ઠ ઇ-શિક્ષકના પુરસ્કારથી નવાજવામાં આવ્યા.

 

વિકિ એક એવી વેબસાઇટ છે જે યુઝર્સને સાઇટ પરનાં પેજિસમાં પોતાનું કન્ટેન્ટ એડિટ કરવા કે ઉમેરવા દે છે. [1] આ વિકિપીડિયાનું એવા વર્ગો માટે કસ્ટમાઇઝ્ડ કરેલું નાનું સ્વરૂપ છે, જ્યાં પીસી આધારિત શિક્ષણ થતું હોય. વિકિ અભ્યાસને સુગમ બનાવે છે અને આની મદદથી વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને, સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરીને અભ્યાસ કરે છે. આ ઉપરાંત, શિક્ષકો પણ અસાઇનમેંટની પ્રગતિ (વૈયક્તિક અને સામૂહિક) પર નિયંત્રણ રાખી શકે છે, સ્ટડી મટેરિયલને કાર્યક્ષમ રીતે ગોઠવીને રાખી શકે છે, અને સૌથી અગત્યની વાત એટલે વિદ્યાર્થીઓમાં કુતૂહલવૃત્તિ જગાડી શકે છે અને તેમની વચ્ચે સ્વાવલંબી મનોવૃત્તિ જાગૃત કરી શકે છે.

તમે તમારાં પોતાનાં વિકિસ્પેસીસ ક્લાસરૂમનો સેટ અપ કેવી રીતે કરી શકો તે અહીં આપેલું છે:

સ્ટેપ 1:

ગુગલ સાઇટ્સ પર વેબસાઇટ બનાવો અને જો જરૂર હોય તો તેને ગ્રેડ, સબ્જેક્ટ, અને ટૉપિક મુજબ નામ આપો. [2]

સ્ટેપ 2:

તમારા ઉદ્દેશ્ય અનુસાર – ગ્રુપ અસાઇનમેન્ટ્સ અથવા કૉમ્પ્રિહેન્સિવ ક્નોલેજ બેસ (અથવા બંન્ને!) તૈયાર કરો, માહિતીનું વ્યવસ્થિત આયોજન કરો અને માર્ગદર્શિકાઓ નક્કી કરો અને સાથે જ સલામતીનાં પગલાં લો. [3]  તમે વેબ પર કોઈપણ જગ્યાએથી લિંક શોધી શકો છો અને પહેલાંનાં અસાઇનમેન્ટ્સ તમારા વિદ્યાર્થીઓને ઉદાહરણ તરીકે બતાવી શકો છો, જેથી વિદ્યાર્થીઓને એક આધાર-ચિહ્ન મળી રહે.  તમારાં વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલું મુક્ત વાતાવરણ આપો જેથી તેઓ જોડાયેલાં રહે, નિયંત્રણમાં રહે અને સાથે-સાથે ફરી પાછા આવવા માટે પ્રેરિત રહે!  

સ્ટેપ 3:

વિદ્યાર્થીઓના ઈ-મેઇલ આઇડી ઇમ્પોર્ટ કરો અને તેમને પોતાના વિકિ ક્લાસરૂમનો સારો ઉપયોગ કરવા માટે આમંત્રણ આપો. વર્ગમાં સંપૂર્ણ ટ્યુટોરિયલ આપવું જરૂરી છે અને વિકિને તમારા શિક્ષણમાં ધીરે ધીરે સ્વાભાવિક રીતે સમાવેશ કરવાનો પ્રયાસ કરો.

કાંઈપણ નવી વસ્તુ હોય તો તેમાં નોવેલ્ટી ફેક્ટર હોય છે; પરંતુ સમય જતાં, વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવું પડે છે. રિવૉર્ડ સિસ્ટમ સાથે સ્કોરબોર્ડ (આપણે બધા સ્વાભાવિક રીતે સ્પર્ધાત્મક છીએ)નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકાય છે. સમૂહો વચ્ચે મૈત્રીપૂર્ણ હરીફાઈઓ આયોજિત કરવી એ એક સારો ઉપાય છે. આવું કરતી વખતે કોઈ રહી ન જાય અને કોઈને એકલવાયું ન લાગે તેની ખાતરી કરી લેવી.[4] પુરસ્કાર (રિવૉર્ડ) માર્ક્સ સંબંધિત અથવા અભ્યાસેતર હોઈ શકે, જેમ કે તેમના પોતાના વિષય-સંબંધિત ક્ષેત્ર પ્રવાસ પસંદ કરવાની તક મળે.

"વર્ગખંડમાં ટેક્નોલોજી સાથે જોડાવાથી ચોક્કસપણે બહુજ લાભ થાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે બધા સાથે મળીને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક વિશાળ વર્ચુઅલ ક્લાસરૂમનો આરંભ કરીએ!"

જે શિક્ષકો પોતાની શિક્ષામાં પીસી આધારિત ઇંટરેક્ટિવ લર્નિંગનો સમાવેશ કરવા ઈચ્છતા હોય તેમની માટે દેશના સર્વશ્રેષ્ઠ ઇ-શિક્ષક પુરસ્કારના વિજેતા શ્રીમતી રશ્મિ કથુરિયાનાં શબ્દો. [5]