વિશ્વનું ભાવિ તમારો વર્ગખંડ છે. અને ભવિષ્ય આજે છે તેનાં કરતાં ઘણું વધારે હાઇ-ટેક છે. એક શિક્ષણવિદ્&zwnj તરીકે, તમારા વિદ્યાર્થીઓ માટે યુવા વયે “નોકરી માટે તૈયાર” હોવાને અવગણવું મુશ્કેલ છે. આ જ એ જગ્યા છે જ્યાં STEAM શિક્ષણ ચિત્રમાં આવે છે.
STEAM શિક્ષણ શું છે?
STEAM શિક્ષણમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
1) વિજ્ઞાન
2) તકનીકી
3) ઈજનેરી
4) કલા
5) ગણિત
આ વિષયો એવી બાબતો કે જે હજુ સુધી પ્રવર્તતી પણ નથી સાથે ઘણી બધી કારકિર્દીઓ માટે મધ્યસ્થ પાયો તૈયાર કરે છે!
આ સમગ્ર વિચાર દરેક વિષયની અંદર રહેલી પ્રમુખ વિભાવનાઓ પ્રત્યે વિદ્યાર્થીની સમજને સુધારવા માટે અને દરેકની વચ્ચેના જોડાણને શોધી કાઢવા માટેનો છે. તે સંશોધન અને પ્રયોગાત્મક, પ્રોજેક્ટ આધારિત અસાઇનમેન્ટ્સ જેવાં કે ખૂબ જરૂરી નિર્ણાયક વિચારણાના કૌશલ્યને ધારદાર બનાવવા માટેનો છે.
STEAM શિક્ષણ શા માટે મહત્વપૂર્ણ છે?
વિદ્યાર્થી જ્યારે કોઇ સમસ્યાનો સામનો કરે છે ત્યારે તેનાં પોતાના પર વિચારવા સક્ષમ હોવો જોઇએ. STEAM વિષયો વિદ્યાર્થીઓને “શોધકર્તા” ની માનસિકતાને વિકસાવવાની અને નિર્ણાયક વિચારસરણીના મહત્વને સમજવાની તક પૂરી પાડે છે.
STEAM શિક્ષણનું ભાવિ શું છે?
આ વિષયો અથવા ઓછામાં ઓછાં વિષયોની મૂળભૂત વિભાવનાઓના ભાગને આપણાં દેશમાં ખૂબ શરૂઆતથી જ બધા જ બૉર્ડ્સમાં શિખવવામાં આવે છે. પરંતુ તે ઉત્કટતા છે જેનાં પર કામ કરવાની જરૂર છે. પછી તે વધુ સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ હોય કે ગૃહકાર્યમાંથી ગમે તે હોય કે જે મગજને ઘણાં પડકારો આપે છે અથવા STEAM વિષયની આસપાસની વારંવારની ક્ષેત્રીય મુલાકાતો હોય – આ નાના-નાના પગલાં તમારા વિદ્યાર્થીઓને ઘણાં આગળ લઈ જશે.
અહીં એ પાંચ વસ્તુઓ આપવામાં આવી છે જેનાથી તમે STEAM શિક્ષણને નિયમિતપણે તમારા વર્ગખંડનો હિસ્સો બનાવી શકો છો:
1) તમારા વિદ્યાર્થીઓને જેમાં રસ પડે તે બાબતોને શોધવા માટે અવકાશ પૂરો પાડવા માટે શાળામાં મેકરસ્પેસ સુયોજિત કરો.
2) એવાં ગૃહકાર્ય સોંપો જે વધુ આઉટ ઑફ બૉક્સ અથવા મેકરસ્પેસ પ્રોજેક્ટ્સ હોય જેમાં ફૅન્સી સામગ્રીની જરૂર ન હોય
3) તમારા વિદ્યાર્થીઓ શાળામાં પીસીની સુલભતા ધરાવતા હોય તે સુનિશ્ચિત કરો અને માતા-પિતાઓને પોતાના બાળકના લાંબા ગાળાના ફાયદા માટે એકમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરો.
4) વર્ગખંડોને સંવાદપ્રધાન બનાવો, એવી પ્રવૃત્તિઓ સાથે કે જે તેમને વાત કરતા કરે અને STEAM વિષયો વિશે ઉત્સુક બનાવે.
5) જૂથ કાર્ય પર ઉચિત ધ્યાન આપો કેમ કે થોડી ચર્ચાઓ અને વાદવિવાદ જ છે જે વિષય માટે બાળકની ઉત્સુકતાને વધારે છે
ખૂબ ભણાવો, હેપી ટીચિંગ!
Aarambh is a pan-India PC for Education initiative engineered to enhance learning using the power of technology; it is designed to help parents, teachers and children find firm footing in Digital India. This initiative seeks to connect parents, teachers and students and provide them the necessary training so that they can better utilise the PC for learning, both at school and at home.
પીસી પ્રો સિરિઝ: તમારાં પ્રેઝન્ટેશન અગ્રેસર કેવી રીતે બનાવવાં?
શિક્ષક દિન 2019: #DellAarambh આત્મનિર્ભરતા માટે ખાસ દિવસ
તમારા વિદ્યાર્થીઓને ગમશે એવા 5 માઇક્રોસૉફ્ટ ઑફિસ લેસન પ્લાન્સ
વર્ગમાં ભણવામાં મુશ્કેલી પડતી હોય તેવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની 5 રીતો
ઇબુક્સ વડે વર્ગખંડમાં પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે