શિક્ષકની વાત: હું મારા પીસી વિના ભણાવવાનું વિચારી શકતી નથી

 

જસ્મીન સિધુ:
પંજાબ ટેક્નિકલ યુનિવર્સિટીમાંથી આઇટી એંજિનીયર, જસ્મીન પંજાબની ટોચની શાળાઓમાંથી એક – ઑકરિડ્જ ઇંટરનેશનલ સ્કૂલ, મોહાલી ખાતે કમ્પ્યુટર સાયંસ ભણાવે છે. તેણીના વર્ગો પ્રી-પ્રોગ્રામિંગ અને પ્રોગ્રામિંગ બન્ને પર ખાસ કરીને અનુક્રમે આઇબી, આઇજીસીએસઈ અને સીબીએસઈ બોર્ડ્સમાં માધ્યમિક વિદ્યાર્થીઓ પર કેંદ્રીત હોય છે.

1) શિક્ષણ ક્ષેત્રમાં આવવા માટે તમારી પ્રેરણા શું?
ગેજેટ્સ માટેના મારા ઝનૂને મને આ વિષયને વ્યાવસાયિક રીતે લેવા માટે પ્રેરિત કરી અને તેથી મેં રોબૉટિક્સ ભણાવવામાં મારી કારકિર્દીની શરૂઆત કરી. તે મારા પ્રથમ ડેલ લૅપટૉપ, મારા પોતાના ગેજેટ સાથે શરૂ થઈ.

2) શિક્ષણ માટે પીસી – તે વિશે તમારૂં શું માનવું છે?
એક સર્વર પર બધું જ ઉપલબ્ધ હોય છે અને તે એક મોટી પહેલ છે જેમાં શિક્ષક સાહસ કરી શકે છે. આપણને જે વસ્તુઓનું સંશોધન કરવાની જરૂર છે અથવા જેના વિશે શીખવાની જરૂર છે તે ઑનલાઇન ઉપલબ્ધ છે. અને તેને સુલભ બનાવવા માટે આપણને જરૂર છે એક પીસીની.

3) અમને જણાવો કે તમે શીખવવા માટે તમારા પીસીનો ઉપયોગ કેવી રીતે કરો છો
રોબૉટિક્સ અને સેન્સર્સના યુટ્યુબ વિડીયો. દૃશ્ય મીડિયા હંમેશા વ્યક્તિની સ્મરણશક્તિ પર એક કાયમી નિશાન છોડી જાય છે. તેથી હું ચિત્રો અને વિડીયોઝને મારા ભણાવવામાં સામેલ કરવાનો પ્રયત્ન કરૂં છું.

4) એક ચોક્કસ લેસન-પ્લાન બનાવવા માટે તમારી પાસે કઈ ત્રણ મહત્વપૂર્ણ વસ્તુઓ હોવી જરૂરી છે?
મારૂં ડેલ લૅપટૉપ, એક રસપ્રદ વિષય અને એક જિજ્ઞાસુ મન.

5) વર્ગને ઉર્જાવાન બનાવવા માટે એક શિક્ષકે શું કરવું જોઇએ?
વાતચીત અને જિજ્ઞાસુવૃત્તિના એક વાતાવરણનું નિર્માણ કરો.

6) ભારતમાં શિક્ષણ વ્યવસાયના ભવિષ્ય વિશે તમારા વિચાર શું છે?
તે એક સૌથી પ્રાચીન અને આદરણીય વ્યવસાય છે, ખાસ કરીને આપણા દેશમાં. હજુ ઘણાં માર્ગોને ખોલવાના બાકી છે. પરંતુ સ્માર્ટ ક્લાસિસ ચોક્કસપણે ભાવી શિક્ષણ પ્રોગ્રામિંગનો ભાગ બનવા જઈ રહ્યું છે.

7) તમારી કારકિર્દીના વિકાસ માટે તમે શું પગલાઓ લઈ રહ્યાં છો?
હંમેશા અપગ્રેડ થતી તકનીકી પર મારી જાતને સતત અપડેટ કરતા રહેવું.

8) એક હળવી નોંધ પર, જ્યારે તમે કામ પરથી આરામ લઈ રહ્યાં હો ત્યારે શું કરો છો?
હું જીવનશૈલી બ્લૉગર છું અને મોટાભાગનો સમય, વિષયવસ્તુની રચના કરવામાં, લખવામાં ઑનલાઇન વિતાવું છું.

9) વર્ગમાં તમને કોઇ વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવેલ સૌથી રમૂજી પ્રશ્ન કયો હતો?
જ્યારે હું સૌપ્રથમ વખત વર્ગખંડમાં મારૂં ડેલ લૅપટૉપ લઈને ગઈ ત્યારે એક વિદ્યાર્થીએ મને પુછ્યું હતું: “શું તમે અમને મૂવી દેખાડવાના છો?” મને લાગે છે કે ત્યારે મને જણાયું કે જો હું મારી વિભાવનાઓને વિડીયો મારફત સમજાવું તો તે મારાં વિદ્યાર્થીઓને શીખવા માટે કેટલું ઉત્તેજનાપૂર્ણ બનશે.

10) તમે તમારી કુશળતાઓને અદ્યતન બનાવવા માટે શું કરી રહ્યાં છો?
હું વૈજ્ઞાનિક વિકાસ કાર્યો અને તેમનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે ખુબ રસ લઉં છું.

11) તમે ભારતમાં વિદ્યાર્થીઓની વિકસતી જરૂરિયાતોને કેવી રીતે સંબોધો છો?
સરેરાશ ભારતીય બાળક ખુબ જ ચપળ અને જિજ્ઞાસુ છે. તેમને વિકસિત થવામાં મદદ કરવી અને તેમની કુશળતાઓને ધારદાર બનાવવી એ વર્તમાન સમયની જરૂરિયાત છે. સાથે જ, તેમનાં શોખને સમર્થન પુરું પાડવું અને તેઓ તેને સંભવિત કારકિર્દી તક બનાવવા વધુ વિકસિત કેવી રીતે કરી શકે છે તેના માટેનું માર્ગદર્શન પુરું પાડવું

12) ડેલની પહેલ, આરમ્ભ - શિક્ષણ માટે પીસી વિશે તમારૂં શું માનવું છે? શું તમને તેનો ભાગ બનવાનું ગમશે?
મને લાગે છે કે તે એક મહાન પહેલ છે અને તેનાથી ઘણા બધા લોકો લાભાન્વિત થશે. મને તેનો ભાગ બનવું ખુબ જ ગમશે.