ડિજિટલ પેરેન્ટિંગમાં જરૂરી એવી મહત્વપૂર્ણ વસ્તુઓની યાદી

 

પેરેન્ટિંગ.

જો પેરેન્ટિંગ એક નોકરી હોય તો આ કામ દિવસભર એટલે ૨૪/૭ નું છે.

તમારી ઈચ્છા હોય કે ન હોય, તમારી જવાબદારીઓમાં "ટેકનોલોજી"નો સમાવેશ મોટા પ્રમાણમાં થશે.

હવે મોટો સવાલ એ છે કે, તમે ડિજિટલ પેરેન્ટિંગમાં મહારથ કેવી રીતે મેળવી શકશો?

 

1. આની શરૂઆત તમારાથી થશે

જો એકાદી વસ્તુમાં તમને સમજ ન પડતી હોય, તો સંશોધન કરો. અન્ય વાલી, તમારા બાળકના શિક્ષકો, સહકર્મચારીઓ, પડોશીઓ અને તમારા ઓળખીતા-પાળખીતાઓ સાથે વાત કરીને પોતાનું જ્ઞાન વધારો. અને ધ્યાનમાં રાખો કે તમારા બાળકોને એકાદું પીસી સ્ત્રોત જોવા દેવાથી પહેલાં તમે પોતે તે ચકાસી જુઓ.

 

2. તમારા બાળક માટે તમે રોલ મોડલ (આદર્શ) છો

તમે તેમના પ્રથમ સુપરહિરો છો. તમે જે પણ કરશો, તેને તેઓ ઉદાહરણ તરીકે જોશે. જો તમે બાળકને અવગણીને સ્ક્રીન તરફ જોતા રહેશો અથવા ટેક્નોલોજી પાછળ વધુ સમય પસાર કરશો – તો તમારા બાળક સમજશે કે તેમ કરવું યોગ્ય છે અને તેઓ પણ એવું જ કરશે. આનાથી વિપરીત જો તમે યોગ્ય સંતુલન જાળવશો અને યોગ્ય રીતે ઉઠ-બેસ કરી અંગસ્થિતિ જાળવશો તો તમારું બાળક પણ તમારા પગલે ચાલશે.

 

3. પેરેન્ટલ કંટ્રોલ (વાલી નિયંત્રણો) તમારી મદદ માટે હોય છે

પીસી પર તમારા બાળક માટે જુદું યુઝર પ્રોફાઇલ તૈયાર કરો અને પછી ધીમે-ધીમે અન્ય વેબસાઇટ્સ વાપરવાની શરૂઆત કરો. ગૂગલ અને યૂટ્યુબ આ બે મહત્વની વેબસાઇટો છે જેમાં તમે કંટ્રોલ્સ (નિયંત્રણો) સેટ કરી લો પછી તમે નિશ્ચિંત થઈ શકો છો.

 

4. ફરી એકવાર તમે નિયમોને મહાન બનાવો

નિયંત્રણમાં રહેવું કોને નથી ગમતું? જો તમે તમારા બાળકને તેમના પોતાના નિયમો બનાવવાનું કહેશો તો તેઓ ક્યારેય નિયમોના ઉલ્લંઘન વિશે વિચારશે નહીં. સાથે બેસો અને નિયમો લખો. જો તમે તમારા બાળકને કારણો સમજાવશો તો બાળકો અઘરા પાસવર્ડ સેટ કરવા અને તમને જણાવવા, બુકમાર્ક કરેલી વેબસાઇટોને જ વાપરવી અને દિવસમાં એક કે બે કલાક કરતાં વધારે સમય સુધી પીસીનો ઉપયોગ ન કરવો જેવા મૂળભૂત નિયમોને આવકારશે. 

 

5. સોશિયલ થવું સારું હોય છે

હકીકતમાં તો તે બહુજ સારું હોય છે!

પરંતુ આવું કરતી વખતે તમારે બહુજ ધ્યાન રાખવું જોઇએ. તમારા બાળકનું કોઈ સિક્રેટ અકાઉન્ટ ન હોય તેની ખાત્રી કરી લો.

બીજી બાજુ, તમારે પણ બાળકોને થોડો અવકાશ આપવો જોઇએ – તેમના કંટેન્ટનું જરૂરિયાત કરતાં વધારે વિશ્લેષણ કરવાનું અને તેમની પોસ્ટ્સ પર કમેન્ટ (ટિપ્પણી) આપવાનું ટાળો.

તમારે અને તમારા બાળકોએ એકબીજા પાસેથી શીખવું જોઇએ. તમારા અનુભવો તેમને કહો અને તેઓને તમારી સાથે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો. અંતે, ટેક્નોલોજીની મદદથી આગળ વધવું અને તેવું કરતી વખતે સાથે મજા માણવી એજ મહત્વનું છે.