શિક્ષણનું ભવિષ્ય અહીં છે: આ એ વલણો છે જેને તમારે જાણવા જરૂરી છે

 

જ્ઞાનની તાત્કાલિક સુલભતા, વિષય સામગ્રીમાં ઊંડા ઉતરવાની તક અને સ્વ-મૂલ્યાંકન તમારા બાળકના શિક્ષણ માટે ઘરે અને શાળા એમ બન્ને ખાતે પીસીને આવશ્યક બનાવે છે. સાપેક્ષ રીતે માત્ર ભારતમાં જ નહિં, પરંતુ વિશ્વભરમાં નવું હોવાના લીધે, એ બાબતે ઘણી અટકળો છે કે શાની અપેક્ષા રાખવી અને શાને કાઢી નાંખવું. અહીં તમારે તથ્યથી તરંગોને અલગ કરવાનું જાણવાની જરૂર માત્ર છે:

1. સ્વયં-પોતાનું શિક્ષણ

કલ્પના કરો કે તમે એ સ્વતંત્રતા સાથે તમારા કામકાજના દિવસના સંપૂર્ણ નિયંત્રણમાં છો જ્યાં તમે તમે ઇચ્છો તેમ કરી શકો છો – સરસ લાગ્યું, સાચું?

આવું જ જ્યારે બાળકો તેમની અભ્યાસ યોજના તૈયાર કરે છે ત્યારે તેમની સાથે બનતું હોય છે. સ્વ્યં-પોતાના શિક્ષણ સાથે, બાળકો ગમે તે સમય પર અને ગમે ત્યાંથી શીખી શકે છે પછી તેઓ શાળામાં હોય કે ઘરે પીસીના ઉપયોગથી શીખી રહ્યાં હોય. આનું પરિણામ એ આવે કે તેઓને વિષય વસ્તુની વધુ સારી સમજ સાથે ભણવામાં રસનો વધારો થાય છે.

2. વધેલી પૈતૃક સુલભતા

એ દિવસો ગયા જ્યારે વાલીઓ તેમનું સંતાન કેવું પ્રદર્શન કરી રહ્યું છે એ જાણવા માટે સત્ર પ્રગતિ પત્રક અને વાલી-શિક્ષક દિવસની રાહ જોતા હતાં હવે, શિક્ષકો નિયમિત રીતે ઈમેઇલ અપડેટ્સ મોકલી શકે છે અને વાલીઓ અસાઇનમેન્ટ્સ અને પરીક્ષાઓ સુધી ક્લાઉડ આધારિત પોર્ટલ્સ અથવા વિકીસ્પેસિઝ ક્લાસરૂમ મારફત વર્ષભર પહોંચી શકે છે. આ રીતે વાલીઓ ચોક્કસપણે એ જાણી શકે છે કે તેમનું સંતાન ક્યાં જઈ ઉભું છે અને ખૂબ મોડું થઈ જાય તે પહેલાં મદદ માટેનું પગલું ભરી શકે છે.

3. બીવાયઓડીનું પ્રચલન

બીવાયઓડી (બ્રિંગ યૉર ઑન ડિવાઇસ – તમારૂં પોતાનું ઉપકરણ લાવો) વર્ગખંડમાં પીસીની ઉપયોગિતાને સંસ્થાપિત કરવા માટે વિદ્યાર્થીઓ માટે એક ઉત્તેજક, અસરકારક રીત છે. કેમ કે વિદ્યાર્થીઓ તેમના પોતાના ઉપકરણથી વાકેફ હશે, લૉગિંગ ઇન, વસ્તુઓના સસુયોજન કરવામાં અને પીસીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવામાં વ્યતીત થતો સમય વાસ્તવિક શિક્ષણને કરવા માટે બચશે. વધુમાં, વર્ગખંડ દરમિયાન સંશોધન, પ્રોજેક્ટ્સ અને પરીક્ષાઓ માટે બાળકોની પાસે સ્ત્રોતોની તાત્કાલિક સુલભતા પ્રાપ્ત કરી શકશે. .

4. સ્ટેમ (STEM) લેડ શિક્ષણ

આપણાં ટેક-અવલંબિત સમાજમાં – શાળાઓમાં STEM (સાયંસ, ટેક્નોલૉજી, ઍન્જિનીયરિંગ અને મેથ) પર વધુ ઘ્યાન-કેંદ્રણ એ સમયની જરૂરિયાત છે! આનું કારણ ભવિષ્યમાં પ્રવર્તી શકે એવી જૉબ્સની માંગ પૂરી કરવી એ છે. એ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે શાળાઓ પહેલાં જ લૅબ પ્રેક્ટિકલ્સ વધારીને, મેકરસ્પેસ પ્રોજેક્ટ્સ પ્રારંભ કરીને અને રોબોટ ઑલમ્પિયાડ્સ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને તેની શરૂઆત કરી ચુકી છે.

અન્ય બધાની સાથે બને છે તેમ, પરિવર્તન એકમાત્ર નિરંતર છે. આ ઝડપથી વિકાસ પામતા ડિજિટલ વિશ્વ માટે તૈયાર રહેવા તમારા બાળક માટે, યોગ્ય પીસી પસંદ કરીને શરૂઆત કરો અને શિક્ષણ પ્રત્યેના તેમનાં વલણમાં ફેરફારને જુઓ.