શિક્ષણ વ્યવસાયનું ભવિષ્ય મને ઉજ્જવળ દેખાય છે

 

વિભા કાગઝી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ ધરાવે છે અને તેણીને 2018ની મહિલા આર્થિક ફોરમ ખાતે ‘વુમન ઑફ ઍક્સીલેન્સ’ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વિભા ReachIvy ના સ્થાપક છે.

1) “પીસી ફોર એજ્યુકેશન” અંગે તમારૂં શું માનવું છે?

હું માનું છું કે શિક્ષણ એ અંતિમ સામાજિક સમકાર અને તકનીકી આદર્શ ઉત્પ્રેરક છે. જ્યારે પરંપરાગત પાઠ્યપુસ્તક માહિતીના લગભગ 200-500 પૃષ્ઠ ધરાવે છે, સિંગલ પીસી લાખો (કદાચ વધારે હોય શકે!) પાઠ્યપુસ્તકોના જ્ઞાનને સંકોચીને રાખે છે અને એક સંપૂર્ણ નવા પ્રદેશમાં જવા માટેની ‘બારી’ પૂરી પાડે છે. આ શિક્ષણને અને એક સમયના મર્યાદિત રોકાણ સાથે વૃદ્ધિ વેગ આપે છે.

“શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા PCs ને, જો ગ્રામ્ય વિસ્તારોમાં અમલી બનાવવામાં આવે તો તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓની માઇલો દૂર પ્રવાસ કરવાની જરૂરિયાતને દૂર કરી શકે છે અને તેની અસરરૂપે તે A ગ્રેડની વિષયવસ્તુઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓના ઘર/ શાળાઓમાં લઈ આવશે.”

2) ગોખણપટ્ટી – તેના વિશે શું કરી શકાય છે?

પ્રાચીન ચીની ફિલસૂફ કન્ફ્યુસિયસે કહ્યું છે “હું સાંભળુ છું અને ભૂલી જઉં છું, હું જોવું છું અને મને યાદ રહે છે, હું કરૂં છું અને મને સમજાય છે”.

આ વર્ણવે છે કે શા માટે ગોખણપટ્ટીની પ્રણાલીને બદલવી જોઇએ. આપણામાંથી કેટલાંને ખરેખર પાયથાગોરસ પ્રમેય યાદ છે, જેને આપણે શાળામાં શીખ્યાં હતા? ખૂબ ઓછાંને!

“બાળકોને અનુભવ પ્રાપ્ત થાય, તે જુએ અને તે જે શીખી રહ્યાં છે કરે તેની ખાતરી કરવા માટે સંસ્થાઓએ પ્રાયોગિક શિક્ષણ, સિદ્ધાંતના અનુપ્રયોગો, વર્ગમાં સહભાગીતા, ફિલ્ડ પ્રોજેક્ટ્સ અને અન્ય બિન-પરીક્ષા સંબંધી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવો જોઈએ."

જોકે, મારે એ સ્વીકારવું જોઇએ કે આ બધું રાતોરાત બદલી શકાતું નથી, આપણે સાચાં પગલાં લેવા જોઇએ.

3) શિક્ષકો શિક્ષણ સાથેના વિદ્યાર્થીઓના સંબંધોને કેવી રીતે સુધારી શકે છે?

“વિદ્યાર્થીઓ સાથે સંબંધ સુધારવા માટે, શિક્ષકોએ એક તરફી જ્ઞાનની તબદીલી કરતાં, વર્ગખંડના અનુભવોને દ્વિમાર્ગી પરસ્પર સક્રિય સત્રમાં બદલવા તરફ કાર્ય કરવું જોઇએ.”

શિક્ષકે વિષયને રસપ્રદ બનાવવો જોઇએ. આપણે સૌ એવો વિષય ધરાવીએ છીએ જે આપણને ગમે છે કારણ કે જે શિક્ષકે આપણને તે વિષય ભણાવ્યો હતો તેમણે તેને રસપ્રદ બનાવ્યો હતો. ગુણાંકોને માત્ર સંખ્યા તરીકે ગણવી જોઇએ અને સમગ્ર ધ્યાન બાળકોની કુશળતાના એકંદર વિકાસ પર કેંદ્રિત કરવું જરૂરી છે. છેલ્લે, શિક્ષકોએ ક્યારેય માનીતાની પસંદગી ના કરવી જોઇએ અને દરેક વિદ્યાર્થીની સાથે સમાન વ્યવહાર કરવો જોઇએ, તેમના/તેણીના ધ્યાનની વહેંચણી કરવી જોઇએ અને કોઇપણ પ્રકારના પક્ષપાત વિના કાળજી લેવી જોઇએ.

4) શિક્ષક માટે હોવાં જરૂરી ત્રણ કૌશલ્યો કયા છે?

1. પરસ્પર સક્રિય વર્ગખંડ સત્ર ધરાવવાની આવડત વિષય પરની નિપુણતા અને અને સારી રીતે વાતચીત કરવાની આવડત.
2. પાઠ્યપુસ્તક શું કહે છે તેના કરતાં વધુ શીખવા અને શીખવવા માટે આતુર જ્ઞાનને અપગ્રેડ કરવા માટે સતત પ્રયત્નશીલ.
3. બાળકને યોગ્ય નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરવાની ક્ષમતા મજબૂત આંતરવ્યક્તિત્વ કુશળતા અને વિદ્યાર્થીનો આદર અને ભરોસા મેળવવાની ક્ષમતા.

5) ભવિષ્ય આપણાં માટે શું ધરાવે છે?

ભૂતકાળથી વિપરીત, જ્યાં શિક્ષક ફક્ત પુસ્તકમાં લખેલું છે તે જ શીખવતાં હતા પ્રણાલીકા શિક્ષણના એ સ્વરૂપ તરફ બદલાઇ રહી છે જે પરસ્પર સક્રિય છે. શિક્ષણ વ્યવસાયનું ભાવિ મને તેજસ્વી લાગે છે - સરકારી અને ખાનગી ક્ષેત્ર એમ બન્ને પર પ્રાસંગિક આવશ્યક રોકાણ કરે છે.

6) તમે વિદ્યાર્થીઓની વિકસતી જરૂરિયાતોને કેવી રીતે સંબોધી રહ્યાં છો?

ReachIvy.com વિદ્યાર્થીઓને તેમનાં મગજમાંથી નકામી બાબતોને દૂર કરવાનું અને તેમની રૂપરેખાને શ્રેષ્ઠ રીતે અનુકૂળ આવે તેવી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું માર્ગદર્શન આપે છે.