આધારભૂત દિવાળીની રજાઓની માર્ગદર્શિકા: તમારા બાળકો માટે તેને કેવી રીતે મજેદાર અને શિક્ષણપ્રદ બનાવવી

 

પરીક્ષાઓ પૂરી થઈ, હવે દિવાળીની રજાઓ છે અને તમારા બાળકો ભણવા સિવાયનું કંઈપણ કરવા માંગે છે. પરંતુ અન્ય ઘણાં વાલીઓની જેમ, તમે એ સુનિશ્ચિત કરવા માંગો છો કે તમારા બાળકો માટે શિક્ષણ માત્ર એક ઝડપી પૂર્વ-પરીક્ષા પ્રવૃત્તિ બની રહેવાને બદલે તેમની ભણવાની આદત બની રહે.

પીસીમાં પ્રવેશ કરો.

પીસી એક આવશ્યકતા છે જે બધી જ ઉંમર અને સ્તરના બાળકો માટે ભણતરને આનંદદાયક અને શિક્ષણપ્રદ બન્ને બનાવે છે. રજાઓ દરમિયાન, તે બાળકોને તેઓએ શાળામાં પહેલાં જે શીખ્યા છે તેનાં પરિક્ષણની ચોક્ક્સ તક પૂરી પાડે છે, સિદ્ધાંતોને રોજિંદા જીવનની સાથે જોડે છે અને તેઓ જેમ ઇચ્છે છે તે રીતે રચનાત્મક બનાવે છે.[1] 

અહીં દિવાળીને તમારા બાળક માટે આનંદદાયક અને શિક્ષણપ્રદ બનાવતા કેટલાંક પીસી-સમર્થિત વિચારો આપવામાં આવ્યાં છે:  

 

1. ઑનલાઇન ગેમિંગ

ગેમિંગને ઘણીવાર “સમયના બગાડ” ની રીતે જોવામાં આવે છે પરંતુ સાચી રમતો ખરેખર મદદરૂપ થાય છે. બાળકો માટેની વેબસાઇટ-લર્નિંગ ગેમ્સ વિદ્યાર્થીઓને અંગ્રેજી વ્યાકરણ, નવા શબ્દો શીખવામાં, વૈજ્ઞાનિક અને ગણિતિક વિભાવનાઓ અને શાળા માટે જરૂરી અન્ય મહત્વના કૌશલ્યોને વધુ યાદગાર અને આનંદદાયક રીતે શીખવામાં મદદરૂપ બને છે.[2]  

 

2. ઑનલાઇન સ્ક્રેપબુક

આ એક મહત્વની પરિયોજના છે જે બાળકોને દિવસો સુધી વ્યસ્ત રાખશે અને દિવાળીને તેનાં ઘટકોમાં પકડવામાં એક સંપૂર્ણ રીત છે. સ્ક્રેપબુકિંગ બાળકોને પળોને કાલક્રમ મુજબ ગોઠવવાનું અને તેની નોંધ રાખવાનું, તેમની રચનાત્મકતાનો અભ્યાસ કરવાનું અને વસ્તુઓને સંભવિત શ્રેષ્ઠ રીતે કેમ રજૂ કરવી તે શીખવે છે. કાન્વા જેવો મંચ સૌથી કલાત્મક અને વ્યક્તિગત શૈલીમાં જીવનની યાદોને સાચવે છે.[3]

 

3. વિડીયોની રચના કરો

બાળકોને વિડીયો વિષયવસ્તુને રેકૉર્ડ કરતા અને પીસી પર વિડીયોની રચના કરતા શીખવો. આ તેમને માત્ર તકનીકીની  મૂળભૂત બાબતો જ નહિં પરંતુ વાર્તાકથન જેવી મુખ્ય વિભાવનાઓ અને વિડીયોને સંચારના પ્રમુખ માધ્યમ તરીકે ઉપયોગ કરવાનું પણ શીખવશે. 

 

4. ટુંકા ઑનલાઇન અભ્યાસક્રમો

તેમને જે આકર્ષે છે તેવા ક્ષેત્રમાં ટુંકા ઑનલાઇન અભ્યાસક્રમ માટે તેમને સાઇન અપ કરાવો.[4] આ તેમને વ્યસ્ત રાખશે અને ઘરે પણ રોકી રાખશે જ્યારે તેઓ વધુ આગળ તેમનાં રસને વિકસિત કરશે. તે શાળાનો વિષય હોવાની જરૂર નથી પરંતુ કોઇપણ વિષય હોય શકે છે જેનું તેઓ અન્વેષણ કરવા માંગે છે.   

 

પીસી તમારા બાળક માટે માત્ર દિવાળીની રજાઓ દરમિયાન જ નહિં પરંતુ સમગ્ર શાળાકીય વર્ષ દરમિયાન મનોરંજન અને શિક્ષણના સંતુલન માટે છે. છેવતો તો, તે 2017ના બાળકો જેનો ઉપયોગ કરે છે તેવાં શિક્ષણના પ્રથમ સાધનોમાંનું એક છે![5]