અહીં આપેલી ટીપ્સનો ઉપયોગ કરીને તમે પીસી સુરક્ષિતતામાં કુશળ બની શકશો

 

સેફ્ટી ફર્સ્ટ ઇઝ સેફ્ટી ઑલવેઝ. (સુરક્ષિતતાનું ધ્યાન સૌથી પહેલાં રાખવાથી હંમેશા સુરક્ષિત રહી શકાય.)

- ચાર્લ્સ એમ. હેયસ

 

ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉપયોગી છે, માહિતીપ્રદ અને મજેદાર પણ છે. પરંતુ બ્રાઉઝ કરતી વખતે તમે ગમે તેટલી સલામતી અનુભવો તે છતાંય આ જોખમી પણ સાબિત થઈ શકે છે. પીસીની યોગ્ય સુરક્ષા પદ્ધતિઓનો ઉપયોગ કરવાની ટેવ પાડવાથી તમે પોતાને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખી શકો છો.

 

   પાસવર્ડ પરફેક્ટ

 

આપણે હેકર્સથી સંબંધિત અનેક ડરામણાં લેખો વાંચીએ છીએ અને અતિશયોક્તિપૂર્ણ વીડિયોઝ પણ જોઇએ છીએ. આમાંથી બધી જ વાતો સાચી હોય એવું નથી પરંતુ પસ્તાવો થવા કરતાં સંભાળ રાખવી સારી. આગળ આપેલી માહિતીનો ઉપયોગ કરીને તમે સુરક્ષિત રહી શકો છો : 

  • મોટાં પાસવર્ડ વાપરો - 8 કે તેથી વધુ અક્ષરોના પાસવર્ડ રાખવાની ભલામણ કરવામાં આવે છે.
  • સારા પાસવર્ડ બનાવવા માટે અક્ષરો, અંકો અને સ્પેશિયલ કેરેક્ટર્સનો મિશ્ર ઉપયોગ કરો. ક્યારેય બહુવિધ સાઇટો માટે સમાન પાસવર્ડનો ઉપયોગ ન કરો.
  • તમારા પાસવર્ડ્સ બીજા કોઈ સાથે શેઅર ન કરો અને તેમને ક્યાંય પણ લખીને ન રાખો. (ખાસ કરીને તમારા મોનિટર પર લગાડેલાં પોસ્ટ-ઇટ નોટ પર)
  • તમારા પાસવર્ડ્સને દર છ મહિને એક વાર અપડેટ કરો. (90 દિવસે અપડેટ કરશો તો વધુ સારું રહેશે)

 

  જો કોઈ ઇમેલ શંકાસ્પદ લાગે, તો તેને ખોલો નહીં.

 

જો એકાદી જાણીતી ઑનલાઇન સર્વિસમાંથી કોઈ ઇમેલ આવે અને તેમાં તમારી વ્યક્તિગત વિગતોની પુષ્ટિ કરવા માટે કોઈ સાઇટમાં લોગ-ઇન કરવા માટે કહેલું હોય તો તે મેલ નિશ્ચિત રૂપે નકલી જ છે.

સામાન્ય રીતે તમારી ઈમેલ એપ્લિકેશનોના સ્પેમ ફિલ્ટરમાં આવા ઇમેલ્સ પકડાઈ જાય છે, પરંતુ જો એવું કોઈ ઇમેલ ઇનબૉક્સમાં આવી જાય અને તમે તે લિંક પર ક્લિક કરી દો તો તમારું વેબ બ્રાઉઝર તેને ડિટેક્ટ કરીને તેવી સાઇટોને બ્લૉક કરી દેશે પરંતુ એવું કરવા માટે તમારી પાસે યોગ્ય સૉફ્ટવેર હોવું જરૂરી છે.

 

  બૅકઅપ લો

 

નિયમિત બૅકઅપ લેતા રહેવાથી તમે આકસ્મિક નુકસાનથી બચી શકો છો. જો તમે તમારા ડેટાનું બૅકઅપ નહીં લો, તો ક્યારેક તમે તમારો જીવનભર સાચવી રાખેલો ડેટા ગુમાવી શકો છો.

તમારા ડિવાઇસની ભૌતિક સુરક્ષા પણ એટલી જ જરૂરી છે જેટલી તકનીકી સુરક્ષા.

  •  જો તમને કેટલાંક સમય માટે તમારું પીસી છોડીને જવું પડે, તો તેને લૉક કરી દો જેથી અન્ય કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે.
  • જો તમે સંવેદનશીલ માહિતી ફ્લૅશ ડ્રાઇવ કે એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં રાખતા હો તો તે લૉક કરેલાં હોય તેની ખાત્રી કરી લો.
  • ડેસ્કટૉપ કમ્પ્યૂટરો માટે, તમે ન વાપરી રહ્યા હો ત્યારે સિસ્ટમને શટ-ડાઉન કરી દો અથવા તો સ્ક્રીન લૉક કરી દો.

 

હવે તમે પીસીને સુરક્ષિત રાખવાની બાબતમાં કુશળ બની ગયા છો. ઇંટરનેટ વાપરતી વખતે બાળકોને સુરક્ષિત રાખવાનું જ્ઞાન તમે મેળવ્યું છે. - હેપ્પી ડિજિટલ પેરેન્ટિંગ