આ રીતે YouTube ને તમારા બાળક માટે સુરક્ષિત બનાવી શકાય

 

શું તમે એવા હજારો વાલીઓમાંથી એક છો જે એવું વિચારે છે કે YouTube તમારા બાળકો માટે યોગ્ય નથી?

આ ગેરસમજ ને બદલવા માટે અને YouTube પર મફતમાં ઉપલબ્ધ અદ્દભુત શૈક્ષણિક સંસાધનોનો પૂરેપૂરો લાભ લેવા માટે અહીં આપેલી વિગતો વાંચો.

1) ઉપલબ્ધ સુરક્ષા સેટિંગ્સનો પૂરેપૂરો ઉપયોગ કરો 

ડિફૉલ્ટ રૂપે YouTube આ વિડિયો સ્ટ્રીમિંગ જાયન્ટ ફક્ત પુખ્ત ઉંમરના લોકો માટે છે. તેથી, તેને તમારા બાળક માટે યોગ્ય બનાવવા માટે અહીં આપેલાં સરળ સ્ટેપ્સને અનુસરો. આ બદલાવ કરવા માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગશે. 

  • વિડિયો જોતી વખતે “Up Next” ફીચર ડિસેબલ કરો જેથી તમારા બાળકની સ્ક્રીન પર કોઈ આશ્ચર્યજનક વિડિયો પૉપ-અપ નહીં થાય.
  • અન્ય યુઝર્સ અને અન્ય સ્ત્રોતો દ્વારા ફ્લેગ કરાયેલાં અને અયોગ્ય કન્ટેન્ટ હોઈ શકે એવા વિડિયોઝને છુપાવવા માટે રિસ્ટ્રિક્ટેડ મોડને “on” કરો.

2) ફિલ્ટર્સને ફાઇન-ટ્યૂન કરો

તમારું બાળક ફક્ત શૈક્ષણિક કન્ટેન્ટ જોઈ રહ્યું છે તે સુનિશ્ચિત કરવાનો હજી એક માર્ગ છે - ફિલ્ટર્સને ઓપ્ટિમાઇઝ કરવા. આ પ્રોસેસને કારણે તમારો સમય પણ વેડફાશે નહીં અને તમને સર્ચમાં સૌથી વધુ સુસંગત એવા પરિણામો મળશે. તમે નિમ્ન પદ્ધતિથી આ કરી શકો છો :

  • “Plant Life Cycle” જેવા અત્યંત સરળ શબ્દો માટે સર્ચ કરો.
  • તમારા સર્ચને અપલોડ ડેટ, ટાઇપ, ડ્યુરેશન અને ફીચર્સ મુજબ ફિલ્ટર કરો.
  • સુસંગતતા, વિડિયો કન્ટેન્ટ અથવા યુઝર રેટિંગ્સ મુજબ પરિણામોને સૉર્ટ કરો.

3) સબસ્ક્રાઇબ કરો

 

આ વાલીઓના વર્તુળમાં સારી રીતે જળવાયેલું રહસ્ય છે, તમારું બાળક જે કન્ટેન્ટ જુએ છે તે તમે પહેલાંથી જોયેલું હોય અને યોગ્ય ટોપિક પર હોય તે સુનિશ્ચિત કરવા માટેનો નિષ્ફળ ન થાય એવો માર્ગ છે સબસ્ક્રિપ્શન્સ.

તમે ચેનલના વિડિયોઝને પહેલાંથી જ જોયેલાં હોવાથી, તમને તમારું બાળક કાંઈ અયોગ્ય કન્ટેન્ટ જોઈ રહ્યું છે તેની તાણ નહીં રહે. મુખ્ય બાબત એ છે કે YouTube ઘણા કાયદાઓથી (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય) સંચાલિત છે સાથે સાથે ગુગલની (પેરન્ટ કંપની) પોતાના પણ કડક આંતરિક નિયમો છે જે કોઈપણ ચેનલ તેમના નિયમોને અવગણી ન શકે તે સુનિશ્ચિત કરે છે.   

  • તમે YouTube પર જોઈએ તેટલી ચેનલોને સબસ્ક્રાઇબ કરી શકો છો તેમાં કોઈપણ મર્યાદા નથી, તેથી નિશ્ચિંત થઈને દરેક વિષય માટે ગમે એટલી ચેનલો સબસ્ક્રાઇબ કરો.
  • જ્યારે તમારું બાળક બ્રેક લેવા ઈચ્છતું હોય ત્યારે કૌટુંબિક-મૈત્રીપૂર્ણ સંગીત અને મનોરંજનની એક પ્લેલિસ્ટ તૈયાર કરી રાખો.    

ડિજિટલ પેરેન્ટિંગની વાત આવે ત્યારે, દરેક નાની-નાની બાબતો મદદ કરે છે તેથી તમારા પેરેન્ટિંગ સર્કલ (વાલી વર્તુળ)માં પણ આ વાતો શેઅર કરો જેથી બાળકો શાળા સંબંધી બાબતો માટે YouTube નો શ્રેષ્ઠ લાભ લઈ શકે.