આ શિક્ષક દિન પર, તમારા શિક્ષણના સ્તરને પીસી સાથે વધારો

 

 

પીસી એ શીખવા માટેનું સાધન છે.
પીસી એ સંશોધન માટેનું સાધન છે.
પીસી એ તમારી જાતને ચકાસવાનું સાધન છે.
પીસી એ ઘણી બધી વસ્તુઓ છે.
તમારા માટે.
હા, તમે – એક શિક્ષક.

કેવી રીતે!! અહીં જણાવ્યું છે:

પીસી, શિક્ષણ માટેના તમારા તમામ સંસાધનોને એક સાથે લઈને આવે છે

પીસીની મદદથી – તમારી આંગળીઓના ટેરવે, માહિતીની સુલભતા માટેની કોઇ જ મર્યાદા નથી. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમને જરૂરી હોય તેવી માહિતી માટે સાચી જગ્યાએ શોધવાની છે. ભણાવવા માટેના વિષયના સંશોધનથી લઈને વિડીયોનો ઉપયોગ કરીને તમારા વિદ્યાર્થીઓ માટે પ્રકરણને પરસ્પર આદાન-પ્રદાનયુક્ત બનાવવાનો પ્રયાસ કરવા માટે તમારા આગામી વર્ગમાં ભણાવવા સુધી, પીસી આ તમામ બાબતોને સાથે લઈને આવે છે.

પીસી બધા જ ભણાવવાના અદ્યતન સાધનોને સાથે લઈને આવે છે.

શું તમે તમારા વર્ગને ટુંડ્રા વિસ્તારમાં લઈ જવાની ઇચ્છા ધરાવો છો?
આભાસી ક્ષેત્રીય મુલાકાતો તમારો જવાબ છે.

શું તમારા વર્ગમાં બધી જ વસ્તુઓ એક જ સ્થળે ધરાવવા માંગો છો – અસાઇનમેન્ટ્સ, પરીક્ષાઓ, પ્રશ્ન પત્રો વગેરે?
ક્લાઉડ સ્ટોરેજ એ તરફ જવાનો માર્ગ છે.

શું નિબંધ માટે તમારા વર્ગને પ્રેરિત કરવા માંગો છો?
ટેડ વિડીયોઝ તેમ કરવાનો એક સરળ માર્ગ છે.

આ તો માત્ર ત્રણ ઉદાહરણો છે, પીસીની સાથે તમારા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બનવા માટેની બધી જ સામગ્રી તમે ધરાવો છો.

પીસી વિશ્વના શિક્ષક સમુદાયને ભેગાં લઈને આવે છે.

પીસી વિશેનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તે તમને વિશ્વભરમાં કોઇપણની સાથે જોડવામાં મદદ કરે છે. એક શિક્ષક તરીકે, સમગ્ર વિશ્વમાંથી અને જુદા-જુદા સમુદાયો પાસેથી દૃષ્ટિકોણોને સમજવા હંમેશા જરૂરી છે અને માઇક્રોસોફ્ટ એજ્યુકેટર કમ્યુનિટી જેવા ડિજિટલ સમુદાયોના સ્થાનબદ્ધ હોવાથી તમે સારી શરૂઆત ધરાવો છો.

વધુ માહિતી માટે, અહીં જુઓ:
https://www.dellaarambh.com/post/three-discussion-forums-every-teacher-should-be-part-of

આ તમામના સારરૂપ, શ્રીમતી ગૌરી – એક આચાર્યા પાસેથી સાંભળો કે એક સારાં શિક્ષકના હાથમાં તકનીકી કેવી રીતે સમાજમાં બદલાવ લાવે છે. તેણીએ એ પણ જણાવ્યું કે કેવી રીતે આરંભ સત્રએ તેમનાં શિક્ષકોના આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કર્યાં અને વધુ નાવિન્યતા સાથે ભણાવવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું.