ત્રણ આફ્ટર સ્કૂલ ક્લબ્સ જેમાં તમારે જોડાવું જોઈએ

 

જો તમારા વરિષ્ઠોને તમે સ્કૂલ વિશેની સાચી સલાહ માટે પૂછશો તો તેમનો જવાબ ભણતરને ગંભીરતાથી લેવા તેમ જ કમ સે કમ એક અતિરિક્ત પ્રવૃત્તિમાં સાતત્યપૂર્ણ રીતે સામેલ થવા બાબતે જ રહેશે. તમારો આ સહભાગ તમને ઑલ-રાઉન્ડર વિદ્યાર્થી બનાવીને તમારી કૉલેજની અરજીઓમાં મદદરૂપ જ નહીં બને પરંતુ તમે સ્વયંની અભિવ્યક્તિ કરવા નિયમિત માધ્યમ પણ ધરાવશો - બંને જગતના શ્રેષ્ઠ, ખરુંને?

અહીં ત્રણ આફ્ટર સ્કૂલ ક્લબ્સ જણાવી છે જેમાં તમારે સામેલ થવું જોઈએ અથવા જો તમારી સ્કૂલમાં તે ન હોય તો શરૂ કરવી જોઈએ.

 

1) કોડિંગ: બધી જ ઑનલાઈન બાબતો માટેનો પાયો

ભારત બહાર, ત્રણ માંથી એક વિદ્યાર્થી 15 વર્ષના થાય એ પહેલા જ કોડ કરતા શીખવાની શરૂઆત કરે છે. ભારતમાં, આ 10 માંથી 1 વિદ્યાર્થી જ કરે છે. તમે વેબસાઈટ્સ જેવી કે સ્ક્રેચ, કોડ અને કોડએકેડેમીની મદદથી મૂળભુત આફ્ટર-સ્કૂલમાં માહેર બનીને અન્યથી આગળ જઈ શકો છો. ભલે તમારું ગ્રુપ ગમે એટલું નાનું કેમ ન હોય, તમારે બસ વાઈ-ફાઈ સાથેના પીસીની જ જરૂર છે અને તમે શરૂઆત માટે સજ્જ છો.

 

2) આર્ટ (કળા): વિશ્વ સામે તમારી રચનાત્મક સંભાવના ઉજાગર કરવા

‘‘દરેક બાળક એક કલાકાર છે, પરંતુ મોટાં થઈએ તેમ કલાકાર બની રહેવું એ જ સમસ્યા છે.’’ પેબ્લો પિકાસો
જો ઑઈલ પેઈન્ટિંગ અથવા હાથે કરેલાં સ્કેચિંગમાં તમને રુચિ ન હોય તો આર્ટ ક્લબ પર આર્ટ ડિજિટલીમાં તમારો હાથ અજમાવી જુઓ. સ્કેચ, યુઆઈડ્રો અને પિક્સિલઆર્ટ એ ડિજિટલ પ્લેટફોર્મ્સ છે જેની સાથે તમે શરૂઆત કરી શકો છો - તમારા પીસીમાં તમને આપવા હજી ઘણુંય છે. આર્ટ ક્લબની શ્રેષ્ઠ બાબત એ છે કે તમે હળવા થઈને ઘરે જવા સાથે કંઈક મેળવ્યાની અનુભૂતિ પણ કરો છો.

 

3) સંગીત (મ્યુઝિક): તમારા મગજને ઝંકૃત કરો અને શાંતિ મેળવો

શાંત હોવું એ વરદાન છે જે તમારા જીવનના દરેક તબક્કે તમને મદદરૂપ બનશે પછી તે અભ્યાસ, ખેલકૂદ, તમારું સામાજીક જીવન હોય કે પછી ઘર હોય. સંગીત કળા જેમ કે ગીત લખવા, કોઈ વાદ્ય વગાડવું કે ગાયકીમાં માહેર બનીને આ કળામાં માહેર બનવા તમે ખર્ચ કરેલાં કલાકો તમે શરૂઆત કરતી વખતે હતા તેનાથી વધુ શાંત વ્યક્તિ બનાવશે. તમે યુટ્યૂબ ટ્યુટોરિયલ્સ જોઈને તમારી પસંદગીનું વાદ્ય વગાડતા શીખી શકો છો, એટલું જ નહીં, તમારી આફટર સ્કૂલ ક્લબમાં તમે એલએમએમએસના ઉપયોગ દ્વારા સંગીત પણ તૈયાર કરી શકો છો.

કોને ખબર આમાંની કોઈ પ્રવૃત્તિ જ તમારી કારકિર્દી બની જાય?

 

નોંધ: શ્રેષ્ઠ શૈક્ષણિક વર્ષ માટે તમારા પીસીનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, ઘર અને સ્કૂલ બંને જગ્યાએ.