તમારા બાળકના અભ્યાસ માટેની ત્રણ અસરકારક રીતો

 

દરેક બાળક તેના કે તેણીના અભ્યાસને ગ્રહણ કરવા માટેની જુદી-જુદી ક્ષમતાઓ ધરાવે છે. કેટલાંક વિષય પ્રત્યેના પ્રેમના કારણે સારી મહેનત કરે છે અને કેટલાંકને માત્ર કરવું પડે છે માટે કરે છે. માતા-પિતા તરીકે, તમારા બાળક માટે તમને માત્ર શ્રેષ્ઠ જ જોઇએ છે અને જીવન માટેના અભ્યાસ સાથે તેઓ લાંબા ગાળાનો, સકારાત્મક સંબંધ બાંધે તેવું ઇચ્છો છો.

કેમકે, પરીક્ષાઓ સતત વધતી જતી તણાવપૂર્ણ બાબત છે, તમારા બાળકને નીચેના પુરવાર થયેલા અને અસરકારક અભ્યાસ પદ્ધતિઓ સાથે વધુ આત્મવિશ્વાસી અને આવનારા મોટા દિવસો માટે તૈયાર થવામાં મદદ કરો:

1. અભ્યાસ પરીક્ષણ

અનિવાર્યપણે અભ્યાસ કરવાની સૌથી સામાન્ય રીત, તે હંમેશા તમારા બાળકની તરફેણમાં કામ કરે છે. વારંવાર પ્રશ્નપત્રોને ઉકેલવા એ ખૂબ અસરકારક છે કેમકે તે માહિતીને યાદ રાખવામાં મદદ કરે છે અને તમારા બાળકને દરેક વખતે પ્રેરણા પૂરી પાડે છે. સાથે જ, તમારૂં બાળક પુન:અભ્યાસ માટે પ્રકરણોની ઓળખ પણ કરી શકે છે.

શિક્ષકો Google Forms મારફતે કોયડાઓ પૂરાં પાડી શકે છે અથવા વિદ્યાર્થીઓ વિષયલક્ષી વેબસાઇટ્સ પરથી તેમનાં પોતાના અભ્યાસ પરિક્ષણો શોધી શકે છે.

2. વિતરિત અભ્યાસ

લાંબા સમય સુધી વિષય સામગ્રીના મોટા હિસ્સાને ભણવાના બદલે, સમયાંતરે વિશ્રામ લેવા માટે પ્રકરણોને ભાગમાં વહેંચી દેવા વધુ ઉપયોગી રહેશે. આ હમણાં જ મેળવેલી નવી માહિતીને અપનાવવા માટે મગજને પણ થોડો સમય પૂરો પાડશે. ઉદાહરણ તરીકે, તમારૂં બાળક સમગ્ર ભાગને એકસાથે પુરું કરવા કરતાં આનંદ સાથેના દિવસમાં ભૂગોળના ભાગની સાથે મથામણ કરવામાં વધુ ખુશ રહેશે. વિશ્રામની પળો જ્યાં સુધી અભ્યાસ સામગ્રીથી જુદી પડતી હશે ત્યાં સુધી પ્રેરક TED talks અથવા શૈક્ષણિક Sporcle games હોય શકે છે.

અહીં રહેવાની ચાવી સમય નિર્ધારણ સુયોજિત કરવાની, વિશ્રામ માટે લેવામાં આવેલ સમયની ગણતરી રાખવાની છે – પછી ભલે તે માત્ર પંદર મિનિટનો વિશ્રામ હોય!

3. વિસ્તૃત પૂછપરછ

વિસ્તૃત પૂછપરછને દરેક સિદ્ધાંતની પાછળ રહેલાં “કેમ” ને શોધવાની પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. પીસી-સક્ષમ બનાવાયેલા સાધનો જેવાં કે Google Scholar તમારા બાળક માટે ખરેખર વિષય વસ્તુને ઉંડાણપૂર્વક વિચારવાનો પ્રારંભિક બિંદુ હોય શકે છે. “કેમ” ને સમજીને તમારૂં બાળક વર્ગમાં શીખવવામાં આવેલ વિષય વસ્તુનો વાસ્તવિક વિશ્વ સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે.

આ પદ્ધતિ બાળકોને માત્ર તેમની પોતાની ગતિએ શીખવામાં જ મદદ નથી કરતી, પરંતુ વિભાવનાઓને સમજવામાં અને તે પણ લાંબા સમય સુધી મદદ કરે છે.

બાકી નિશ્ચિંત રહો, તમારા બાળક માટે પીસી અને તમારા સહકારની સાથે – ગોખણપટ્ટીના વિકલ્પો હાજર છે.