ત્રણ યુટ્યુબર બાળકો જેઓને તમારે અનુસરવા જોઇએ

 

“યુટ્યુબનો આનંદ એ છે કે તમને જે કોઈપણ વસ્તુ બહુ જ ગમતી હોય તે વસ્તુ પર તમે કંટેન્ટ બનાવી શકો છો.”

- અજ્ઞાત

 

શું તમે યુટ્યુબના ચાહક છો? અહીં તમે મ્યુઝિક સાંભળી શકો છો, હાસ્યાસ્પદ પ્રેંક વીડિયોઝ જોઈ શકો છો, ભણી શકો છો અને અસાઇનમેંટ્સ પણ પૂરા કરી શકો છો.

 

કેમેરાની પાછળનો વ્યક્તિ પૂરેપૂરો પ્રયત્ન કરે છે, અને ઘરના પીસીના પાવર વડે લાખો લોકોને પ્રેરણા આપે છે. યુટ્યુબર એક સરળ વિચારને એક્શનમાં લાવે છે, અહીં તમારી માટે પ્રેરણા આપતાં કેટલાંક ઉદાહરણો આપેલાં છે : 

 

1. લર્ન વિથ અમર

ભારતનો અમર થોગિટિ, એ સૌથી યુવાન અને સૌથી પ્રસિદ્ધ યુટ્યુબર છે જે ભૂગોળના પાઠોને મનોરંજક અને સુસંગત રીતે રજૂ કરે છે જે તમને એવો અહેસાસ કરાવે છે કે જાણે તમે ભણતી વખતે વાતચીત કરી રહ્યા હો. તેણે પોતાની યુટ્યુબ ચેનલ “લર્ન વિથ અમર” 2016માં ચાલુ કરી જ્યારે તે ફક્ત 10 વર્ષનો હતો.

વર્તમાન યુટ્યુબ ફોલોઅર્સની સંખ્યા – 281,021

 

2. કાયરાસ્કોપ ટોય રીવ્યુઝ 

કાયરાસ્કોપ ટોય રીવ્યુઝ આ એક પ્રસિદ્ધ યુટ્યુબ ચેનલ છે જે 2016માં એક સાત વર્ષની છોકરી કાયરાએ શરૂ કરી છે. આ ચેનલમાં રમકડાંના રીવ્યુઝ, ટુંકી વાર્તાઓ, પ્રેરણાદાયી વાતો અને કેટલાંક મનોરંજક કૌટુંબિક ક્ષણો શામેલ છે – તમારી માટે “કૌટુંબિક મનોરંજન”નું પેકેજ અહીં મળશે.   

વર્તમાન યુટ્યુબ ફોલોઅર્સની સંખ્યા – 11,622

 

3. ટેક રીવ્યુઅર રોનિત સિંઘ

રોનિત સિંઘ ફક્ત 14 વર્ષનો છે અને ભારતમાં સૌથી યુવાન ટેક યુટ્યુબરોમાંનો એક છે જેણે પોતાની ચેનલ 2015માં શરૂ કરી છે. તે પોતાની માલિકીના ગેજેટ્સને અનબૉક્સ કરે છે અને તેમના વિશે રીવ્યુઝ આપે છે અને ડિવાઇઝિસ સાથે હેન્ડઝ-ઑન રીવ્યુના વિડીયો બનાવે છે, જેથી બધાને દરેક ટેક સંબંધિત વસ્તુઓનો તેનો અનન્ય પરિપ્રેક્ષ્ય મળી રહે છે.

વર્તમાન યુટ્યુબ ફોલોઅર્સની સંખ્યા – 2637

 

તમે આ બાળકો વિશે માહિતી વાંચી જે તમારાં જેવા જ છે, તો શું તમે પણ આવું કંઈક કરી બતાડવા માટે ઉત્સાહિત અને પ્રેરિત નથી?

 

નોંધ – યુટ્યુબ એ ઇંટરનેટ આઇસબર્ગની એક ટોચ માત્ર છે. એક પીસી તમારું પ્રિય રમકડું, તમારી લાઇબ્રેરી અને વન-ક્લિક મનોરંજન પણ બની શકે છે. ઘરમાં પીસી હોવાથી તમને ઉત્પાદક બનવાનો અને લાઇબ્રેરીથી બહારનું જ્ઞાન મેળવવાની તક મળે છે.