મેકરસ્પેસના ત્રણ પ્રોજેક્ટ્સ જે બાળકોને બહુ જ ગમે છે

 

 

મેકરસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ સાધન-સામગ્રીઓ વાપરીને નવી વસ્તુ બનાવી શકે, શોધી શકે, અને વિવિબ બાબતો જાણી શકે છે. [1] અહીં વિદ્યાર્થીઓ શાળામાં ભણેલાં સિદ્ધાંતોને લાગુ કરી શકે છે તેમજ નવા સિદ્ધાંતો પણ શીખી શકે છે. બાળકો મેકરસ્પેસમાં કોઈ ચોક્કસ અભ્યાસક્રમને અનુસરતા ન હોવાથી, તેઓ પોતે નવી વસ્તુઓ તૈયાર કરીને તેમાંથી પણ શીખી શકે છે.

મેકરસ્પેસમાં જોડાયા બાદ તમારું બાળક શું-શું શીખી શકશે તેની કલ્પના તમને અહીં આપેલાં ત્રણ મેકરસ્પેસ પ્રોજેક્ટ્સ જોઈને થશે. આ પ્રોજેક્ટ્સ શૈક્ષણિક હોવાની સાથે-સાથે મનોરંજક પણ છે. 

1. 4-વ્હીલ બલૂન કાર

બાળકો માટે આ પ્રોજેક્ટ મનોરંજક તેમજ શૈક્ષણિક પણ છે. ગતિ, બળ, ઘર્ષણ અને વેગ જેવા ભૌતિકશાસ્ત્રના મહત્વની વિભાવનાઓ જે બાળકો ફક્ત ચોપડીઓમાં જ વાંચે છે તેમને ફૂગ્ગા, સ્ટ્રૉ, બાટલીઓ અને ટેપ જેવી મૂળભૂત સામગ્રીની મદદથી જીવંત બનાવે છે. એટલું જ નહીં, બાળકો આ પ્રોજેક્ટ બનાવવા માટે ઘરની જુની વસ્તુઓનો પુનઃવપરાશ કરે છે, આને લીધે તેમને તેમના નિર્ણયોને લીધે પર્યાવરણને શું અસર થાય છે તે સમજવામાં મદદ મળે છે.  

2. સંયોજક સ્વરૂપે લીગોનો વપરાશ

લીગો એક મજેદાર અને પ્રતિભાશાળી મેકરસ્પેસ સામગ્રી છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે. તમારું બાળક વિવિધ કદના સપાટ ટુકડાં ભેગાં કરીને ખાના બનાવીને તેમાં સ્ટેશનરી, સિક્કા, ગોટીઓ, ચાર્જિંગ કેબલ્સ ઇત્યાદિ વસ્તુઓ રાખવા માટે ઑર્ગેનાઇઝર બનાવી શકે છે. આને લીધે બાળકોને આકાર, પરિમાણો અને અંતર જેવી મૂળભૂત ભૌમિતિક વિભાવનાઓને સમજવામાં મદદ મળે છે.

3. પ્રસારિત (કંડક્ટિવ) ગ્રીટિંગ કાર્ડ્સ

શાળામાં શીખવાડેલાં ભૌતિકશાસ્ત્રના પાઠનો પોતે કરેલાં પ્રયોગોમાંથી અનુભવ લેવાને લીધે બાળકોને સંકલ્પના સારી રીતે સમજવામાં મદદ મળી રહે છે. વિદ્યુત કાર્યક્ષમતા, વિદ્યુત એકમો અને વિદ્યુત વોલ્ટેજ જેવી સંકલ્પનાઓ શીખવા અને વિઝ્યુઅલાઇઝ કરવા માટે બાળકો વાલીઓ અથવા સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ કંડક્ટિવ ગ્રીટિંગ કાર્ડ બનાવી શકે છે. આ પ્રોજેક્ટની મદદથી વિદ્યાર્થીઓ વીજ પુરવઠા પાસે કામ કરતી વખતે સાવધ રહેવાનું શીખે છે અને તેની સાથે જ કેટલાંક ખાસ પ્રસંગો માટે તેમને વા પ્રયોગો કરી જોવાની તક મળે છે.

દરેક મેકરસ્પેસ પ્રોજેક્ટ તમારા બાળકને કાંઈક નવું શીખવાડે છે. સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂર્ણ કરવાથી જે સમાધાન અને સિદ્ધિની અનુભૂતિ થાય છે તે અજોડ છે. પ્રત્યેક પ્રોજેક્ટ થઈ ગયા બાદ આગળ ભણતા રહેવા માટે બાળકો નવા પ્રોજેક્ટ લેવા માટે આત્મવિશ્વાસ સાથે તૈયાર થાય છે, તેમજ નવું નવું શીખવા માટે પ્રેરિત થાય છે. મેકરસ્પેસ એ ભવિષ્યનું પુસ્તકાલય હોવાથી મેકર માઇન્ડ-સેટ નિર્માણ કરવાથી તમારા બાળકને આવતી કાલના ટેક્નોલોજી આધારિત વિશ્વમાં સફળતા મેળવવા માટે જરૂરી કુશળતાઓનો વિકાસ થશે.  

શું તમારા બાળકે મેકરસ્પેસ પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો? તેમની સર્જનશીલતા વિશે અમને #DellAarambh નો ઉપયોગ કરીને ટ્વિટર પર જાણકારી આપો.