તમારા પીસીને સાફ કરતી વખતે આ ત્રણ ભૂલોને ટાળો

આના વિશે વિચારો. તમે તમારું પીસી ઘરે રોજ વાપરો અથવા તો સોમવાર થી શુક્રવાર શાળામાં. તમારામાંથી કેટલાંક પાસે પીસી ઘરે હશે અને શાળામાં પણ હશે. હવે, વર્ષોથી જમા થયેલ બિનજરૂરી ધૂળ-કચરો અને ડેટાનો વિચાર કરો...

શું તમે તેને સાફ કરવા ઈચ્છો છો?

અહીં એ ત્રણ ભૂલો આપેલી છે જેનાથી તમારે પીસીની સફાઈ દરમિયાન બચવાનું રહેશે -

1. પૂરતી વસ્તુઓ ડિલીટ ન કરવી

તમારા ઇમેલ્સથી શરૂઆત કરો. અનસબ્સ્ક્રાઇબ બટનનો છૂટથી ઉપયોગ કરો અને તમારા જંક બટનને સાફ કરો. પછી, તમારા બ્રાઉઝરમાં પહેલેથી સેવ કરેલાં બુકમાર્ક્સને જુઓ અને વાસ્તવમાં જરૂર હોય તેવાજ બુકમાર્ક્સ રાખો. છેવટે, પ્રત્યેક ફોલ્ડરને તપાસો અને ડુપ્લીકેટ થયેલ, જુના અને ઉપયોગ વગરનાં ડેટાને ડિલીટ કરી નાખો. જ્યારે તમે આ કરતાં હો ત્યારે રીસાઇકલ બિન ખાલી કરવાનું ભૂલતા નહીં.


2. વ્યવસ્થિત ન હોવું

આપણે બધાં કોઈ ન કોઈ સ્તરે વ્યવસ્થિત છીએ. આપણામાંથી કેટલાંકનો બધો ડેટા ડાઉનલોડ્સ ફોલ્ડરમાં તો કેટલાંકનો ડેટા વિષય, અસાઇનમેંટ્સ ઇત્યાદિ વિવિધ ફોલ્ડરમાં વર્ગીકૃત હોઈ શકે. અને આપણામાંથી કેટલાંક આની વચ્ચે, એટલે કે વ્યવસ્થિત રાખવાની શરૂઆત કરીએ પણ રોજના કામોમાં એટલાં પરોવાઈ જઇએ કે રોજ વ્યવસ્થિત કરવાનું ભૂલી જવાય. ફાઇલ્સનું ડુપ્લીકેશન થતું રોકવાનો અને કામની ફાઇલને જલ્દીથી શોધવાનો એક સરળ પરંતુ કાર્યક્ષમ ઉકેલ એ છે કે તમારા ડાઉનલોડ્સને “ask where to save each file before downloading” પર મુકો.

 

 

3. ડીફ્રેગિંગ ન કરવું

તમારા હાર્ડ ડ્રાઇવ પર સ્ટોર કરેલી ફાઇલો સમય જતાં ફ્રેગ્મેન્ટ્સમાં વિભાજિત થઈ જાય છે અને તેથી તમારું પીસી ધીમું પડી જાય છે. વિન્ડોઝ ડિસ્ક ફ્રેગમેંન્ટર થી ડીફ્રેગિંગ કરવું એ અંદરથી પીસીને સાફ કરવાનો અદ્ભુત માર્ગ છે. આની માટે તમારે ડેટાનો બેકઅપ લઈને કંટ્રોલ પેનલમાં ડીફ્રેગ પ્રોગ્રામ ઓપન કરીને ડીફ્રેગ પર ક્લીક કરવાનું રહેશે. તમારા મશીન પર ઉપલબ્ધ ડેટા અનુસાર તેને કેટલીક મિનિટ કે કલાક પણ લાગી શકે.

છેવટે, વિશ્વાસરૂપ સ્ક્રીન ક્લીનર સોલ્યુશન અને બ્રશ અથવા સ્ટીકી નોટની મદદથી તમારું પીસી બહારથી પણ સાફ કરો, જેથી તમને એક સ્વચ્છ અને તમારી જેમ જ કાર્યક્ષમ પીસી મળી શકે.

હેપ્પી ક્લીનિંગ!