ત્રણ આઉટ ઑફ ધ બૉક્સ ઘરકામ વિચારો જેનો તમારે પ્રયત્ન કરવાની જરૂર છે.

 

પાઠ માટેના આયોજન, સતત બહુવિધ વર્ગખંડોમાં ભણાવવું અને પરીક્ષાઓની ઉચ્ચ માત્રામાં ગુણાંકન કરવાની વચ્ચે – શિક્ષકોની પાસે ઘણી જવાબદારીઓ હોય છે, નિયમ એવો છે કે પાઠના અંતે આપવામાં આવેલ પ્રશ્નો સોંપવા અને કાર્યપુસ્તિકા પૂરી પાડવી. શિખવવાનો હેતુ વિદ્યાર્થીઓને શીખવેલી નવી માહિતીને ગ્રહણ કરવામાં મદદ કરવાનો અને વિષયવસ્તુમાં ઉંડે ઉતરવાનો છે. ઉંડે ઉતરવા માટે ઘરકામની જરૂરિયાત છે જે સામાન્ય કરતાં થોડું જુદું છે. અહીં ત્રણ આઉટ ઑફ ધ બૉક્સ વિચારો રજૂ કરવામાં આવ્યાં છે જેનો તમે વર્ગખંડમાં ઉપયોગ કરી શકો છો:

1. આ કોયડાનો સમય છે

Discovery Education’s custom puzzle maker લક્ષણ સાથે તમારા વિદ્યાર્થીઓને જાણવા જરૂરી છે તેવા શબ્દોની સાથે પરિચિત કરીને તેમની સંસાધનપૂર્ણ અને સ્પર્ધાત્મક બાજુને ઉજાગર કરો. તે વૈજ્ઞાનિક શબ્દો, પારિભાષિકો અને ઐતિહાસિક કૃતિઓ પણ હોય શકે છે – જ્યાં સુધી વિદ્યાર્થીઓ તેમને શીખવવામાં આવતાં નવા શબ્દોને ગ્રાહ્ય રાખે છે અને કંઈક નવું સંશોધન કરવા ઉત્સુક જણાય છે.

2. હું ખૂબ નસીબદાર હોવાનો અનુભવ કરૂં છું

Google ના શોધ ઍન્જિનની જેમ જ, Google Earth પણ એક લક્ષણ ધરાવે છે જેને “I’m Feeling Lucky” તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ નિબંધ, પ્રસ્તુતિકરણ અથવા તો સમગ્ર પ્રોજેક્ટ માટે એક નવી જગ્યા વિશેના તથ્યોને શોધવા માટે કરી શકે છે. કેમ કે સમગ્ર બ્રાઉઝિંગ અનુભવ ઇમર્સિવ પ્રકારનો હોવાથી, વિદ્યાર્થીઓ વધુ સામેલગીરીનો અનુભવ કરે છે અને સમગ્ર પ્રક્રિયાને વધુ માણી પણ શકે છે.

3. ગણિતને એક રમતના રૂપમાં ભણાવો

વિદ્યાર્થીઓ બે પ્રકારના હોય છે – એક જેઓ ગણિતને પ્રેમ કરે છે અને અન્ય જેઓ વિષયને ટાળે છે. તમે ઘરકામ માટે પરસ્પર ક્રિયાત્મક રમતો આપીને તેને આનંદદાયક બનાવી શકો છો જ્યાં વિદ્યાર્થીઓ સમસ્યાઓનો અભ્યાસ તેને અભ્યાસની જેમ ન લઈને પૂર્ણ કરી શકે. ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહક અને ફાળવવામાં આવેલ સમયની અંદર પ્રશ્નોને ઉકેલવા એ વિદ્યાર્થીઓ માટે જેટલી વખત તેઓ તેને ઉકેલશે તેટલી વખત પહેલાં કરતાં વધુ સારી રીતે કરવા માટેનું પ્રોત્સાહન પુરું પાડશે.

આ વિચારો ફક્ત એક પ્રારંભ બિંદુ છે, પીસી અને WikiSpaces Classroom સાથે તમે વધુ વ્યક્તિગત વિચારો સાથે વિશિષ્ઠ શીખવવાના ઉદ્દેશો સાથે તેમની જરૂરિયાતને અને વિષયો કે જેનો તમારા વિદ્યાર્થીઓ ઘરકામની તેમની જરૂરિયાતને મજા સાથે પૂરી પાડી શકો છો.