ત્રણ બાબતો જે 2018માં દરેક ડિજિટલ માતાપિતાએ કરવી જરૂરી છે

 

એક પેઢી પહેલા જ માત્ર અમુક ગણ્યા ગાંઠ્યા લોકો જ કૉમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતાં. આજે, એવો એક પણ દિવસ નહીં હોય જ્યારે તમે કોઈ ને કોઈ સ્ક્રીન પર નજર ન કરી હોય ભલે પછી તે તમારો ફોન, ટેબ્લેટ કે પીસી કેમ ન હોય. એટલે જ, માતાપિતા માટે સતર્ક રહેવું અને તેમનાં બાળકો ભાવિ માટે સજ્જ રહે એ માટે યોગ્ય પગલાં લેવાં ખૂબ મહત્વનું છે.

દરેક ડિજિટલ પેરેન્ટે 2018માં કરવી જોઈએ એવી ત્રણ બાબતો અહીં દર્શાવી છે:

1) સાથે મળીને કામ કરો

સોશિયલ મીડિયા વિશે મૂંઝવણ અનુભવો છો? અથવા તમે વાંચો છો એ સમાચારને કાઢી નાખવા ચાહો છો? સાથે મળીને કામને સમજવું એ તમારા બાળકો સાથે સુમેળ સાધવાની સાથે નવી બાબતો શીખવા માટેની શ્રેષ્ઠ રીત છે. આ રીતે, તમારું બાળક પીસીના ઉપયોગને સામાન્ય પારિવારીક કાર્ય તરીકે સ્વીકારશે અને ક્યારેક કોઈ વિષયે મૂંઝવણ થવા પર તમને પૂછવામાં સંકોચ નહીં કરે.

2) સામાજિક બનો

સાથે મળીને પીસીનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરવો એ જાણવા સામાજિક બનવું એ ઉત્તમ પગલું છે. સોશિયલ મીડિયા પર તમારા બાળકના દરેક કાર્ય પર નજર રાખવી એ તેને નહીં ગમે પરંતુ નવા સ્મૃતિચિહ્નો, વીડિયો ક્લિપ્સ, સેલેબ્રિટી ન્યૂઝ, મૂવીઝ અને તેમનાં મિત્રોના જીવન વિશે ચર્ચા કરવી તેમને તમારી સાથે મુક્ત મને વાત કરવા પ્રેરે છે.

3) અપગ્રેડ, અપગ્રેડ અને અપગ્રેડ.

કલ્પના કરો કે તમારા બાળકે ફિઝિક્સના પ્રેઝન્ટેશન પર એક અઠવાડિયું કામ કર્યું છે અને તે સેવ કરવા જઈ રહ્યો છે ત્યાં જ પીસી ક્રેશ થઈ જાય છે.

શું તમારા બાળકને હતાશ અને વ્યાકૂળ કરી દેતી આનાથી વિશેષ કોઈ બાબત હોઈ શકે?

સમાધાન થઈ શકતી આવી સમસ્યાઓ માટે શ્રેષ્ઠ રીત છે ઑપરેટિંગ સિસ્ટમ, પીસી અને શિક્ષણના માધ્યમોને જેમ અને જ્યારે જરૂર પડે ત્યારે અપગ્રેડ કરવા. આખરે, પ્રીવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર, ખરું ને!

જો તમે મોડી શરૂઆત કરો તો કામ પણ મોડું પૂરું થવાની શક્યતા છે. પીસીની તમારી યાત્રાની શ્રેષ્ઠ શરૂઆત કરવા તમારા બાળક માટે કઈ બાબતો ઉપયોગી છે અને કઈ નથી, કયા પ્રકારનું પીસી ખરીદવું છે, કયો સોફ્ટવૅર ઈન્સ્ટોલ કરવો છે અથવા માધ્યમો સાથે અભ્યાસ કરવો છે એ બાબતોની યાદી ધ્યાનમાં રાખવી જરૂરી છે. અન્ય વાલીઓને પૂછો, પેરેન્ટ-ટીચર ચર્ચા દરમિયાન શિક્ષકો સાથે વાત કરો અને ઑનલાઈન પણ જુઓ, જેથી શિક્ષણ હેતુ પીસીની દુનિયામાં અદ્યતન વાતો વિશે તમે વાકેફ રહો.

હેપ્પી ડિજિટલ પેરેન્ટિંગ!