ત્રણ બાબતો જે ડિજિટલ લર્નિંગ દિવસ પર દરેક શિક્ષકે કરવી જોઇએ

 

ત્રણ બાબતો જે ડિજિટલ લર્નિંગ દિવસ પર દરેક શિક્ષકે કરવી જોઇએ

ભલે તે બહુવિધ વર્ગખંડોની વચ્ચે ઉપર-નીચે થવાની બાબત હોય, મધ્યરાત્રિ સુધી પેપર્સમાં માર્ક મૂકવાની બાબત હોય અથવા વિદ્યાર્થીઓથી ભરેલા એવાં વર્ગખંડનું સંચાલન કરવાની વાત હોય કે જેઓ કશું જ સાંભળવા તૈયાર ન હોય, શિક્ષકનું કાર્ય કરવું એ સહેલું નથી. વર્ષ 2012થી 22મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો દિવસ ડિજિટલ લર્નિંગ ડે એ સખત મહેનત કરતા તમામ શિક્ષણવિદોને સમર્પિત કરવામાં આવ્યો છે જેઓ તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત શીખવવાની પદ્ધતિ &ndash ડિજિટલ લર્નિંગ [1] પર સૌથી વધુ કાર્ય કરી રહ્યાં છે. પીસીની સુલભતા સમજશક્તિ ધરાવતા શિક્ષકો માટે તકોની દુનિયા ખુલ્લી મૂકી શકે છે, અહીં એ ત્રણ બાબતો આપવામાં આવી છે જે ડિજિટલ લર્નિંગ ડે પર દરેક શિક્ષકે કરવી જોઇએ:

1) કંઈક નવી વસ્તુની શોધ કરો

બધા જ શિક્ષકો તેમના વર્ગને તેઓ જે માહિતી આપી રહ્યાં છે તેમાં સામેલ થવા અને ખરા અર્થમાં તેનું ગ્રહણ કરે તેવું ઇચ્છતા હોય છે. આ ડિજિટલ લર્નિંગ ડેના રોજ, સામાન્ય દૈનિક કાર્યોને ઉલટાવી દો. તે વિડીયો, નવી વેબસાઇટ્સ અથવા રમત કંઈપણ હોય શકે છે &ndash વર્ગખંડ દરમિયાન કંઈક નવું અજમાવવું તમારા સૌથી રસ નહિં ધરાવતા વિદ્યાર્થીઓને બેસવા માટે અને નોંધ લેવા માટે રસ લેતા કરશે!

2) તમારા પીસીના બ્રાઉઝર પરના શ્રેષ્ઠ સંસાધનોને બુકમાર્ક બનાવો

બુકમાર્ક કરો તે પહેલાં, તમારે એવાં એકની શોધ કરવી પડશે જે તમારા માટે કાર્ય કરે છે અને પછી તેમની પરિક્ષા લો, બહુવિધ જો તમને સમય મળે. આ ટેસ્ટ રન એક એવી બાબત છે જેને તમે ચુકી જઈ શકો નહિં, જો તમે વર્ગખંડમાં પ્રથમ વખત જ વેબસાઇટ ખોલી રહ્યાં છો અને તે કહે છે &ldquoતમારા દેશમાં ઉપલબ્ધ નથી&rdquo તો તમારા વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાની કલ્પના કરી જુઓ.

3) અન્ય શિક્ષકને માર્ગદર્શન આપો

અન્ય શિક્ષકને માર્ગદર્શન આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારી રમતમાં ટોચ પર રહેવાની તક પ્રાપ્ત થશે. આવું એ કારણસર છે કેમ કે તમે તમારી શ્રેષ્ઠ સલાહ સાથે માર્ગદર્શન આપવા ઉચ્ચપણે પ્રેરિત હશો, અને તે રીતે માર્ગદર્શનને નવું બનાવીને અથવા તમારી શાળામાં તમારાથી કનિષ્ઠ શિક્ષકને અથવા તમારા વિસ્તારને મોટા પ્રેરક બનાવીને તમે વ્યાવસાયિક રીતે વિકસી શકો છો.

રોજિંદા કરિયાણાની ખરીદીથી લઈને બૅન્કિંગ સુધી દરેક જગ્યાએ તકનીકીનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી, એ આવશ્યક છે કે શાળા માટે પણ તેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે. કમ્પ્યુટર ઉપયોગના ફાયદાઓમાં આજના વિદ્યાર્થીઓને આવતીકાલ માટે તૈયાર કરવાથી આગળ જવાનો છે &ndash શિક્ષકો પણ તેઓ જે કરી રહ્યા છે તેનાથી વધુ સારૂં મેળવી શકે છે અને લાંબા ગાળે તેમની કારકિર્દીના પથને રૂપાંતરિત કરી શકે છે. હૅપ્પી ડિજિટલ લર્નિંગ ડે!