આ વર્લ્ડ બૅકઅપ ડે ના તમારે કરવાની રહેતી ત્રણ બાબતો

 

તમારા પ્રાધ્યાપકે જણાવેલ મહત્વના રિપૉર્ટ પર તમે આખું અઠવાડિયું કામ કર્યું છે. સોમવારે સવારે તમારે સૌથી પહેલું કામ તે ઈમેઈલ કરવાનું છે.

હવે આ કલ્પના કરો.

તમે સેન્ડ પર ક્લિક કરવા જઈ રહ્યા છો ત્યાં જ તમારા પીસીની સ્ક્રીન થંભી જાય છે અને ફાઈલ ઊડી જાય છે - કેટલી નિરાશા થાય, ખરુંને?

પણ સદ્ભાગ્યે આનો ઉપાય છે.

બધી જ ફાઈલ્સનું બૅક અપ

આ વર્લ્ડ બૅક અપ ડેથી શરૂઆત સાથે તમે આ કરી શકો છો:

3-2-1 બૅકઅપ નીતિ

તમે વિચારશો કે આ 3-2-1 શું છે, ખરુંને? આનો સરળ અર્થ છે કે તમારા વ્યક્તિગત અને પર્સનલ બંને ડેટાની તમારે ત્રણ પ્રત જાળવવી જોઈએ. એક ઘરે અને એક સ્કૂલમાં રાખી શકાય છે. છેલ્લું બૅકઅપ ક્લાઉડ સ્ટોરેજ દ્વારા તમે ઑનલાઈન લીધેલ હોય તે રહેશે. માઈક્રોસોફ્ટ વિન્ડોઝ બૅકઅપ જેવા સ્રોતો તમારે શીખવાડવા માટે જરૂરી બધી જ ફાઈલો સાચવવા માટેની ઉપયોગમાં સરળ અને અસરકાર સ્પેસ છે.

વારંવાર બૅકઅપ લેતા રહો

એવું નથી કે તમારા ડેટા તમારે માત્ર વર્લ્ડ બૅકઅપ ડેના જ સેવ કરવા જોઈએ. તમે સ્ટોરેજમાં જે પણ ધરાવતા હો તે બધું જ તમે નિયમિત રીતે ડબલ અપ કરતા રહો તે સુનિશ્ચિત કરો જેથી તમે કોઈ બાબત ગુમાવો નહીં. જો જરૂર જણાય તો કૅલેન્ડર રિમાઈન્ડર તૈયાર કરો અથવા સ્ટાફરૂમમાં અન્ય શિક્ષકો સાથે નિર્ધારિત દિવસે ભેગાં મળીને બૅકઅપ લેવાની યોજના તૈયાર કરો, આખરે, સંગઠિત પ્રયાસો હંમેશા આપણા લાભમાં કામ કરે છે.

તમારા બૅકઅપને મેલવૅરથી સુરક્ષિત રાખો

તમારા પીસીને નિયમિત બૅકઅપ લેતા રહેવું એ તમારી અગત્યની ફાઈલોને સુરક્ષિત રાખવા પર્યાપ્ત નથી. ક્યારેક તમારા બૅકઅપ પર વાયરસ અને મેલવૅરનો હુમલો થઈ શકે છે, જેને લીધે તમારાં વિદ્યાર્થીઓને ભણાવવા તેમ જ વ્યાવસાયિક રીતે વિકાસ પામવા તમે દરરોજ કરેલા પ્રયાસો નિરર્થક બની શકે છે. એટલે, એન્ટિવાયરસ સોફ્ટવૅર સાથે તમારા ડેટાને નિયમિત સ્કૅન કરો - વધુ નહીં તો કમ સે કમ દર અઠવાડિયે.

શિક્ષક હોવું એ મુશ્કેલ કાર્ય છે એમાં કોઈ શંકા નથી, આ કામ માટે પુષ્કળ ધીરજ અને તૈયારી જરૂરી છે. તમે ભણાવો છો એ દરેક વર્ગ સાથે ધીરજમાં વધારો થાય છે ત્યારે વર્ગ લેતા પહેલા લેસન તૈયાર કરવામાં પુષ્કળ મહેનત લાગે છે. આ સમયે જ પીસી કામ આવે છે, જે લેસનની યોજના કરવા તમારું વિશ્વસનીય સાધન બની રહે છે અને વિદ્યાર્થીઓ તમારા વર્ગમાં ભણવાની સાથે આનંદ પણ માણે એ સુનિશ્ચિત કરે છે - તમારે આ અજમાવીને ફરક જોવો રહ્યો.