ત્રણ આભાસી ક્ષેત્રીય પ્રવાસો જેને તમારા વિદ્યાર્થીઓ પસંદ કરશે

 

શિક્ષકને એક વ્યસ્ત વર્ગખંડથી વધુ કશું જ ખુશ કરી શકતું નથી – એક એવો ખંડ જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ ખરેખર સાંભળી રહ્યાં હોય અને તેમને ભણાવવામાં આવી રહેલા વિષય સંબંધી સવાલો પૂછી રહ્યાં હોય. વાસ્તવિકતામાં, જે પ્રકરણોને ખેંચવા મુશ્કેલ હોય ખાસ કરીને જો તમે બપોરના ભોજન પછી તરતના કોઇ અથવા તો શાળાના લાંબા દિવસના અંત પહેલાના પીરિયડમાં ફસાઈ ગયા હો.

આભાસી ક્ષેત્રીય પ્રવાસોમાં પ્રવેશ કરો.

પીસી સાથે, તમે વિદ્યાર્થીઓને એવું સ્થળ દર્શાવી શકો છો જે તેમણે વર્ગખંડના આરામદાયક વાતાવરણમાં આ પહેલાં ક્યારેય જોયું નહિં. આ પ્રવૃત્તિઓ ફક્ત તમારા વર્ગને ઉર્જાવાન નથી બનાવતી અને ઘણા બધા પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરતી પરંતુ તેમને આવરી લેવામાં આવતી વિભાવનાઓને સરળતાથી યાદ રાખવામાં પણ મદદ કરે છે. પ્રકરણ પછી પ્રકરણને ભણાવવાની કોઇ જરૂર નથી રહેતી!

અહીં ત્રણ લોકપ્રિય આભાસી ક્ષેત્રીય પ્રવાસો આપવામાં આવ્યાં છે જેનાથી તમે શરૂઆત કરી શકો છો – માત્ર એટલી ખાતરી કરી લો કે તમે પીસી ધરાવતા હો.

1) ડિસ્કવરી એજ્યુકેશન

વિષય, ગ્રેડ અને થીમ મુજબ વિભાજિત – ડિસ્કવરી એજ્યુકેશન તમારા વિદ્યાર્થીઓ માટે અઠવાડિક ફિક્ષ્ચર બની શકે છે. થીમ્સમાં પૃથ્વી અને અવકાશી વિજ્ઞાન, તકનીકી, ઇતિહાસ અને અન્ય ઘણું બધું સામેલ છે, અદ્યતન અને સૌથી વધુ હાઇ-ઍન્ડ ફૂટેજ સાથે. ઉદાહરણ તરીકે, ટુંડ્રાનો આભાસી અનુભવ ધ્રુવિય રિંછના સ્થાનપરિવર્તનને સૌથી સુંદર અને આહ્&zwnjલાદક રીતે દર્શાવે છે જે વાસ્તવિક દુનિયાને તમારા વર્ગખંડમાં લાવીને ઊભી કરશે.

 

2) ગૂગલ અર્થ

શિક્ષણવિદ્&zwnjનું સ્વર્ગ એવાં, ગૂગલ અર્થ નો ઉપયોગ કરીને તમારા વિદ્યાર્થીઓને વિશ્વભરના દૂરસ્થ સ્થળો દર્શાવો અને લેસન-પ્લાન્સમાં આપવામાં આવેલ મોટાભાગની બાબતોને આવરી લો. સમગ્ર વિશ્વ તમારા પીસીના બ્રાઉઝરમાં સમાયેલું છે. ઍન્ટિગુઆ, ગ્વાટેમાલાના ફ્લાવર મોઝેકથી લઈને ફ્લૉરેન્સ, ઇટાલીના ફાયરવર્ક્સ સુધી, વિશ્વભરમાંથી તમારા વિદ્યાર્થીઓ જે પણ કંઈ જોવા માંગે, તેને શોધો.

 

3) ઝૂમ અર્થ

ઝૂમ અર્થ ની વૈશ્વિક લાઇવ સેટેલાઇટ ફીડ સાથે તમારા વિદ્યાર્થીઓ વિશ્વને જોઇ શકે છે. તેમાં “લોકેટ મી” તરીકે ઓળખાતું એક ફીચર છે જેનો તમે સ્થાનિક ઇતિહાસમાં સંદર્ભ માટે, શહેર-લક્ષી આબોહવા અથવા સમાજના સંદર્ભ માટે ઉપયોગ કરી શકો છો. વર્ગખંડને તેમની પોતાની ગતિએ શોધવા દો અને એકબીજાએ શીખેલી બાબતોની વહેંચણી માટે અંતમાં એક જૂથ-ચર્ચાનું આયોજન કરો.

પહેલાં, તમને એવું લાગી શકે કે આ અભ્યાસક્રમની બહાર જઈ રહ્યું છે પરંતુ, ઉચિત લેસન-આયોજન સાથે તમારા વિદ્યાર્થીઓ હજુ વધુ શીખવા માંગશે!