ત્રણ રીત જે દ્વારા પીસી તમારાં વિદ્યાર્થીઓને આપમેળે શીખવામાં મદદ કરે છે

 

દરરોજ સ્કૂલે આવવું - જવું.

આખા દિવસના ક્લાસીસ

ઈતર પ્રવૃત્તિઓ

ટ્યૂશન્સ

ગ્રુપ પ્રોજેક્ટ્સ

હોમવર્ક (ઘરકામ)

આ દરમિયાન રમત-ગમતનો થોડો સમય

અને છેલ્લે આપમેળે કરાતો અભ્યાસ

સ્કૂલના સપ્તાહ દરમિયાન આ તમારું સામાન્ય વિદ્યાર્થી સમયપત્રક હોય છે...

આપણે જાણીએ છીએ છે કે આપમેળે કરાતો અભ્યાસ સૌથી મહત્વનો છે પરંતુ આની માટે સમય બહુ ઓછો મળે છે કેમ કે બાળકો આખા દિવસની પ્રવૃત્તિઓ પછી ખૂબ થાકી જાય છે અને આ સૌથી છેલ્લે રહે છે.

એટલે, તમારાં વિદ્યાર્થીઓને મદદ કરવા તમે શું કરી શકો?

1) તેમને જેમાં રુચિ હોય તે શીખવા દો

વર્ગના અંતે તમારાં વિદ્યાર્થીઓને પૂછો કે તમે જે શીખવાડ્યું તેમાંથી કઈ બાબત તેમને સૌથી વધુ ગમી.
આ નવી જાણવા મળેલી રુચિને વધુ ગાઢ કરવા જે તે વિષય પર સંશોધનને ઘરકામ તરીકે આપો. આ દરેક ઉંમરના અને વિષયો માટે કારગત બની રહેશે. એટલું જ નહીં, આ વિષયમાં ઊંડે સુધી જવા અને બીજી વાર વર્ગમાં તે રજુ કરવા તમારાં વિદ્યાર્થીઓને વિકીપીડિયા, કોરા અને ગુગલ સ્કોલરનો અત્યધિક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરો.

2) ડીઆઈવાય પ્રોજેક્ટ્સ સામેલ કરો

ઈન્સ્ટ્રક્ટેબલ્સ પ્રોજેક્ટોની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે જે વિદ્યાર્થીઓ માટે કલ્પનાઓ કરવા અને વર્ગમાં તમે શીખવાડેલ દરેક બાબતને વાસ્તવિક જીવન સાથે જોડવામાં તમારાં વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે છે. આને એક પગલું આગળ લઈ જતા, તમારા વિદ્યાર્થીઓને તેમણે શીખેલી બાબતને નિબંધ, રજુઆત કે પછી શોર્ટ વીડિયો તરીકે રજુ કરવા કહો. તમે જોયું હશે કે આપમેળે કરાતો અભ્યાસ અને ઘરકામ એકબીજાના પૂરક બની રહે છે. ઘરકામ જેટલું વિષય બહારનું અને સામેલ કરનારું હશે એટલી જ વધુ રુચિ તમારા વિદ્યાર્થીઓને એ વિષયમાં થશે.

3) માઈન્ડ મૅપિંગને પ્રોત્સાહન આપવું

માઈન્ડ મૅપિંગ પ્રક્રિયા કોઈ વિચારના મૂળમાંથી શરૂ થાય છે, જે અનેક વિચારો અને કલ્પનાઓને જન્મ આપે છે. આ અભ્યાસ પદ્ધતિ તમારાં વિદ્યાર્થીઓને વર્ગમાં તેમને શીખવવામાં આવેલી જટિલ માહિતી ઘરે ગયા પછી સમજવા અને શીખવા સક્ષમ બનાવશે. ઉપયોગમાં સરળ ડિજિટલ માઈન્ડ મૅપ્સ તૈયાર કરવા તમારાં વિદ્યાર્થીઓને ઘરે માઈન્ડમાસ્ટર અને માઈન્ડમૅપલ સાથે પ્રયોગ કરવા કહો અને સ્કૂલમાં તેમનાં મિત્રો સાથે આ મૅપ્સ વહેંચવા જણાવો. તમે આ સંપૂર્ણ પ્રવૃત્તિને સ્પર્ધામાં રૂપાંતર કરીને તમારાં વિદ્યાર્થીઓને ખરેખર કુશળ બનાવી શકો છો.

પાઠ દર પાઠ ગોખીને શીખવા એ આપણી શૈક્ષણિક પ્રથાનો હિસ્સો બની ગયું છે, ભેગાં મળીને આપણે સમય જતા તેમાં પરિવર્તન કરી શકીએ છીએ.