આ ત્રણ રીતે પીસી તમને નવા શબ્દો શીખવામાં મદદ કરે છે

 

આપણી આસપાસ શબ્દો જ શબ્દો છે. એ આપણી દરેક વાતચીતની રચનાનું બંધારણ છે, વિષયો, જે શાળામાં તમે ભણો છો અને લગભગ એ બધું જ, જે તમે માણો છો - ટીવી શો, ક્રિકેટ મેચ અને એવું બધું જ. તો, તમે નવા શબ્દો કેવી રીતે શીખી શકાય તે કહી શકશો?

1) વાંચો, વાંચો અને વાંચતા રહો!

પુખ્ત ઉંમરના લોકો સહિત દરેક વય જૂથ માટે સૌથી વધુ અજમાવી જોયેલ અને ચકાસણી કરેલી સલાહ એ છે કે દરરોજ વાંચન કરવું. વાંચન કરવાથી શબ્દભંડોળ સુધરે છે એ સાબિત થયેલું છે કારણ કે તમારી સામે નવા શબ્દો આવે છે અને તમે ભાષાના સંદર્ભને સમજી શકો છો. અહીં ખાસ યુક્તિ એ છે કે તમને જે આનંદ આપે છે એ તમે વાંચો જેથી તમે તેને લાંબા સમય સુધી વળગી રહો. તમારી સ્કૂલની લાઇબ્રેરીમાં જાઓ, કાલ્પનિક હોય કે વાસ્તવિક હોય, બંનેમાંથી સારું વાંચન અને કોઈ પણ પુસ્તક પસંદ કરી વાંચો. જો વાંચન લાંબું હશે તો તમને વધુ સમય સુધી રસ નહીં રહે. ફ્લિપબોર્ડ અને ઇન શોર્ટ્સ જેવી સમાચાર ભેગા કરતી વેબસાઇટ્સનું લવાજમ ભરો જે તમારી રુચિ અનુસાર તમારા માટે લેખ બનાવી આપે છે.


2) હા, તમે રમી શકો છો અને શીખી શકો છો

પડકાર પસંદ છે? ધ પ્રોબ્લેમ સાઇટ, ઈસીઇ ઈંગ્લિશ અને ફ્રી રાઇસ આ સાઇટ્સથી એક રમત પસંદ કરો અને રમી જુઓ. તમે શાળામાં વિરામ સમય દરમિયાન એક જૂથમાં રમી શકો છો અને શાળા પછીના સમયમાં કે રજાઓમાં તમારા ઘરમાં તમારા પીસી પર પણ તમે રમી શકો છો. આનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તમારી પાસે *કંટાળો* કરવાનો અને વચમાં જ તે છોડી દેવાનો કોઈ અવકાશ નથી. તમારો ગમે તે હેતુ હોય, પછી એ તમારા પોતાના જ શ્રેષ્ઠ સ્કોરથી આગળ વધવું હોય કે તમારા ખાસ મિત્રના સ્કોરને પાર કરવો હોય - તમે દિવસમાં ફક્ત એક રમત પણ રમશો તો તમે એક અથવા બે નવા શબ્દો શીખી શકશો. આ તફાવત જોવા માટે આજે જ રમી જુઓ!


3) એક દિવસનો એક શબ્દ - આ પડકાર સ્વીકારી જુઓ

જો તમે તમારી પોતાની રમત બનાવવાનો વિચાર કરો છો, તો અ વર્ડ અ ડે ચેલેન્જ (એક દિવસનો એક શબ્દ) સેટ કરો. તમે વર્ડ થિંક ની મદદથી તમારા સહપાઠીઓ, મિત્રો, ટ્યુશન ગ્રૂપ અથવા તમારા પરિવાર સાથે આ કરી શકો છો. જૂથમાં કેવી રીતે કાર્ય કરી શકાય એ અહીં બતાવ્યું છે :

1) મધ્યસ્થની નિમણૂક કરો: વેબસાઈટ પરથી શબ્દ અને અર્થ શોધવા માટે એક વ્યક્તિ
2) બધા ગ્રુપના સભ્યોને અર્થ લખવા માટે કહો
3) મધ્યસ્થી તપાસશે અને સાચા જવાબને એક પોઇંટ આપશે.
અંતમાં ગણતરી કરો અને વિજેતાને નક્કી કરવા દો કે તેને/તેણીને શું જોઈએ છે!

તો #DellAarambh નો ઉપયોગ કરી અમને ટ્વીટ કરો અને અમને જણાવો કે તમારું બાળક આજે કયો નવો શબ્દ શિખ્યું.