ત્રણ માર્ગ જેમાં ટેક્નોલૉજી મદદ કરે છે તમને #BalanceForBetter માટે

 

કોમ્પ્યુટરનું નિર્માણ મનુષ્યના જીવનને સારું બનાવવા માટે કરવામાં આવ્યું હતું. સમય જતાં, તકનીકી વિકાસ સાથે આ બિલ્કુલ એજ કામ કરી રહ્યું છે – આપણને #BalanceForBetter બનવામાં મદદ કરી રહ્યું છે. આજનાં ઝડપથી વિકસી રહેલાં વિશ્વમાં મહિલાઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તેમાં પીસી એ એક સગવડિયું ટૂલ (સાધન) છે.

1) પોતાની કુશળતાઓ વિકસાવો

ભલે પછી કોઈ નવું વાજિંત્ર વગાડતાં શીખવું હોય કે પછી કોઈ ભાષા શીખવી હોય, પીસી તમારાં પહેલાંની કુશળતાઓને ચમકાવીને તમને પારંગત બનાવવા કે પછી નવી કુશળતા શીખવા માટે ઉપયોગી બની રહે છે. સૌથી સારી વાત એ છે કે વ્યાવસાયિક અને મનોરંજનની વચમાં કોઈ વિભાજન નથી – તમે જે ઈચ્છો તે બધું જ કરી શકો છો.

2) કામ + જીવનનું એકીકરણ

"સંતુલન" વિશે ઘણી વાત થાય છે પરંતુ વાસ્તવિક વાત તો એકીકરણની છે. આ ત્યારે થાય છે, જ્યારે તમે જરૂરી ઇમેલ્સનો જવાબ પોતાના ઘરે બેઠા-બેઠા, સુવિધાજનક રીતે, ઑફિસમાં ગયા વગર, આપી શકો છો. આ સારું તો છે જ પરંતુ સાથે-સાથે તાણ-મુક્ત રહેવા માટે મહત્વનું પણ છે.

3) કામને સરળ અને કાર્યસાધક બનાવવું

રોજની ભાગમભાગમાં, ઘણાં કામો વ્યવસ્થિત કરવામાં આપણને પીસી બહુ જ મદદ કરે છે. કામ માટે તમે પીસી પર એક યાદી બનાવી શકો છો અને સમયસર તેનો કાર્યક્ષમ રીતે અમલ થાય તેની ખાત્રી કરી શકો છો. ઘરે, તમે જે પણ પસંદ કરો, ઘરનાં નૂતનીકરણની યોજના બનાવવાથી લઈને વેકેશન માટે બજેટ જુદું પાડવા સુધી – પીસી દરેક વાતમાં મદદ કરી શકે છે.

જો તમારી પાસે પીસી હશે, તો તમે સશક્ત હશો અને તમે જે પણ વસ્તુ પસંદ કરશો તે તમારા નિયંત્રણમાં હશે – પછી ભલે તે નાનો કોર્સ હોય, પોતાનો વ્યવસાય હોય કે પછી પોતાની નોકરી. તમારે વધુ સારા સંતુલન માટે પ્રથમ પગલું ભરવા તૈયાર રહેવું પડશે.