ફિક્શન ઑનલાઈન થી ફેક્ટ (હકીકત) ને અલગ તારવવાની ત્રણ રીતો

 

કાયદેસર રીતે કૉલિન્સ ડિક્શનરી દ્વારા વર્ષ 2017ના શબ્દ(દો) તરીકે નામિત કરાયેલ ‘‘ખોટાં સમાચાર (ફેક ન્યૂઝ)’’ એક એવી બાબત છે જે ન જોઈતી તાણ, ચિંતા અને મૂંઝવણ ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે. [1]

કેટલીકવાર જૂના સમાચારોને જ લાઈવ બ્રેકિંગ ન્યૂઝ તરીકે નવેસરથી રજુ કરવામાં આવે છે, ગેરમાર્ગે દોરતા ચિત્રો અને વીડિયો અથવા આંખે ઉડીને આવતી અકલ્પનીય લેખોની હૅડલાઈન સોશિયલ મીડિયા અને વૉટ્સઍપ પર શૅર કરવામાં આવે છે.

કોઈપણ રીતે હકીકતને કલ્પનાથી અલગ કરવી મુશ્કેલ બને છે, જે યુવાન, પ્રભાવશાળી બાળકોના માતાપિતા માટે વિશેષ ચિંતાકારક બને છે.

ખોટાં સમાચારોમાં ‘‘ખોટી’’ બાબતોને જાણવા માટે તમને ઉપયોગી યાદી અહીં રજુ કરી છે:

1) લેખક પૂર્વગ્રહ ધરાવે છે

કોઈ વિશિષ્ટ સંસ્થા અથવા વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ રાખવો એ લેખકના વિચારો સંતુલિત ન હોવાનું પ્રમુખ ચિહ્ન છે. દરેક વિચારને પૂરતી તક ન આપીને કોઈ એક વિશેષ આંશિક અભિપ્રાય અન્યની સરખામણીએ વધુ ધ્યાન મેળવે છે. આ વ્યક્તિના અભ્રિપાયને સરળતાથી બદલી શકે છે, ખાસ કરીને જો લખેલ પૂર્વગ્રહને આધાર પૂરો પાડતા ચિત્રો અથવા વીડિયો પણ સાથે હોય.

2) અતિ-નાટકીયરૂપનું એક ઘટક

બ્લૅક મની પર નજર રાખવા નવી ચલણી નોટોમાં જીપીએસ ચિપ લગાડેલી છે.
- આરબીઆઈને સ્વીકૃતિ આપી છે કે આ ખોટાં સમાચાર છે. [2] 

રાષ્ટ્રપતિ કોવિંગ એક કલાકની અંદર 3 મિલિયન નવા ફોલોઅર્સ મેળવે છે.

- ભારતના દરેક રાષ્ટ્રપતિ એક જ કાયદેસર ટ્વટિર અકાઉન્ટનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રપતિ કોવિંદને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અનુયાયીઓ વારસામાં મળ્યાં છે. [3]

હરિયાણાની જસલીન કૌરને નાસા દ્વારા 2030માં મંગળ પર જવા પસંદ કરવામાં આવી છે.
- પીએચડી વિદ્યાર્થી અને સંશોધન સુનિશ્ચિત કરે છે કે તેણી હજી પણ ‘‘મહત્વાકાંક્ષી અંતરિક્ષયાત્રી’’ છે. [4]

જે કોઈ બાબત અતિશયોક્તિભરી અથવા વધુ ખંચેલી જણાય તે ખોટાં સમાચાર હોઈ શકે છે. એક કે બે વાક્ય હોય ત્યાં સુધી ઠીક છે પણ જ્યારે આખો લેખ લાંબા, પાયા વગરના દાવાઓથી ભરેલો હોય ત્યારે તે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

3) માત્ર એક જ સ્રોત છે

જો તમને આવી જ કોઈ સ્ટોરી ઑનલાઈન ન જોવા મળે અથવા લેખ માહિતીની ખાતરી કરતા વિવિધ સ્રોત ન ધરાવતો હોય તો તે ખોટો હોઈ શકે છે. જો બધાં જ અગ્રણી પ્રકાશનો તેના વિશે વાત ન કરતા હોય તો શક્યતા છે કે તે કોઈ વ્યક્તિ અથવા સમૂહ દ્વારા લોકોના અભિપ્રાયને બદલવા માટે માત્ર આંશિક નહીં પરંતુ સમજી વિચારીને કરાયેલી ચાલ છે.

બાળ ઉછેર એક મુશ્કેલ કાર્ય છે અને ડિજિટલ બનવું તેનાં કેટલાંક પડકારો પણ ધરાવે છે. જોકે, પીસીની પહોંચ અને યોગ્ય જાણકારી સાથે તમે ડિજિટલ પેરેન્ટમાં એક્કા બની શકો છો. હેપ્પી ડિજિટલ પેરેન્ટિંગ!