સુપર ઉત્પાદક વિદ્યાર્થી બનવા માંગો છો?

 

 

પરીક્ષાઓ બિનપ્રતિકારાત્મક હોય શકે છે. તણાવ તમારા સ્વયંના શ્રેષ્ઠ સંસ્કરણ હોવાના માર્ગમાં મળી શકે છે. અમુક તાણ-ઘટાડવાની ટિપ્સ અને સંભાળપૂર્વકના આયોજન સાથે તમે તમારા હાથમાં હોય છે તે સમયનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો છો. અહીં તેની રીતો આપવામાં આવી છે :

1. કરવા-માટેની યાદી (ટુ-ડુ લિસ્ટ) તમારો મિત્ર છે

તમારે ભણવાના હોય તે દરેક વિષય અને તમારે રજૂ કરવાના અસાઇનમેન્ટ્સની યાદી તૈયાર કરવાથી તમને વસ્તુઓ ફરીથી નહિં ભૂલાય તે અંગેની ખાતરી મળે છે. પૂર્ણ થયેલા અને અપૂર્ણ રહેલા કાર્યોનું સ્પષ્ટ ચિત્ર મેળવવાથી તમને કેન્દ્રિત રહેવામાં મદદ અને તમે તમારા સમયનું કેવી રીતે રોકાણ કરો છો તેની ભાળ રાખવામાં મદદ મળી રહે છે.

તમારી કરવા-માટેની યાદી બનાવવા માટેના પીસી સંસાધનો:
Todoist
Google Keep

2. જ્યારે નોંધ લેવાની હોય ત્યારે સક્રિય બની રહો

જો તમે તમારી નોંધોને સાચી રીતે સંપાદિત કરી હોય તો તમારૂં અડધું કાર્ય ત્યાં જ પુરું થઈ જાય છે. તે તમને “માહિતીના અતિભાર”ની દહેશતને ખાળવામાં મદદ કરશે જે સોંપણીની રજૂઆત કરતાં પહેલા અથવા પરીક્ષા માટેની તૈયારી પહેલાં ઉદ્&zwnjભવે છે. ચોક્કસ સાધનો પણ તમને તમારા બધા જ સંસાધનો – ટેક્સ્ટ, રેખાચિત્રો, વેબપેજીસ, વિડીયો અને ઑડિયો ક્લિપ્સને એક જગ્યા પર સંકલિત કરવામાં સહાયક બને છે!

નોંધ લેવા માટેના પીસી સંસાધનો:
Evernote
One Note

3. તમારા ધ્યેયોને સ્પષ્ટ લક્ષ્યાંકોમાં રાખો

મૂડ બોર્ડ્સ એ એવી તમામ બાબતો કે જે તમને પ્રેરિત કરે છે જેથી તમે તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે વધુ પ્રયત્ન કરી શકો સહિત તમારા લક્ષ્યોનું સચિત્ર પ્રતિનિધિત્વ છે. તમારા સપનાઓ (શૈક્ષણિક અને અન્યથા બન્ને) ની કલ્પના કરવાથી તમે જે કંઈપણ કરો છો તેમાં તમારૂં શ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત હોવાની લાગણી માટે મદદ કરશે.

તમારા મૂડ બોર્ડની રચના માટેના પીસી સંસાધનો:
Go Moodboard
Canva

4. તમારા “કલાકો” શોધો

ટાઇમ-ટ્રેકિંગ વેબસાઇટ્સ વ્યતિત કરવામાં આવેલ સમય સંબંધી સ્પષ્ટતા પૂરી પાડે છે, જે તમને ટાઇમ-ગૉબ્લિંગ પ્રવૃત્તિઓ અને અગ્રતાક્રમોને વધુ સારી રીતે ટ્રેક કરવામાં મદદ કરે છે.

તમારી મદદ માટેના પીસી સંસાધનો:
Toggl
Time Camp

5. તમારા જેટલાં જ પ્રેરિત લોકોથી તમારી જાતને ઘેરાયેલી રાખો

ચીવટની પ્રકૃતિ ચેપી છે. એવો સાથ રાખવાથી કે જે અભ્યાસ કરવા પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવતો હોય અને જે પૂર્વતૈયારી સાથે સાતત્યતા ધરાવતો હોય, તમે કંઈપણ કરવા માટે પ્રેરિત હોવાનો અનુભવ કરશો.

વર્ગખંડમાં ઉત્પાદક હોવાની સાથે-સાથે, તે જરૂરી છે કે ઘરે પણ ઉત્પાદક બની રહો. તમારી પાસે હંમેશા ગૃહકાર્ય તો રહેવાનું જ છે, તમે ગૃહકાર્યની મજા પણ માણી શકો અને ગૃહકાર્ય અસરકારક રીતે કરવામાં આવ્યું છે એ ખાતરી કરવા માટે આ સાત પીસી સંસાધનોનો સમાવેશ કરો!