વેબસાઇટ જેમાંથી તમારા બાળકોને શીખવું ગમશે: વય વાર માર્ગદર્શિકા

 

તમે તમારા બાળકને પીસી લાવી આપ્યું છે અને હવે તેની મદદથી તમારા બાળકને શીખતા જોવાની વધુ પ્રતીક્ષા કરી શકતાં નથી. પરંતુ, પીસી-સક્ષમ શિક્ષણની પ્રક્રિયાને તમે કેવી રીતે શરૂ કરશો? તમારા બાળકને શરૂઆત કરવા માટે અહીં વય વાર માર્ગદર્શિકા આપવામાં આવી છે.

5-7 વર્ષ 

મોજ અને શીખવાની વચ્ચે સંપૂર્ણ સંતુલન જાળવી રાખતી રમતો, 'લર્નિંગ ગેમ્સ ફોર કિડ્સ' તમારા માટે તમારા બાળકોને શાળા પછી વ્યસ્ત રાખવા માટેનું સાધન છે. આ રમતો એ બધું જ આપે છે જે માત્ર કરવા ખાતર કરવાની બદલે જેની તમારા બાળકોને શાળા પછી જરૂર છે, જે અભ્યાસ સાથે દીર્ઘકાલીન અને સકારાત્મક સંબંધ સ્થાપિત કરે છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તમામ રમતોને જોવા માટે મૂળાક્ષરોના ક્રમના વિકલ્પ સાથે વય મુજબ વિભાજિત કરવામાં આવી છે.  

8-10 વર્ષ 

Uptoten’s ની સરળ શોધ અને રંગીન ઍનિમેશન આ વેબસાઇટને વિદ્યાર્થીઓમાં સુપર-હિટ બનાવે છે, ખાસ કરીને તેનાં ટુંકા મુદ્દાસરના વિડીયો. આ વિડીયોઝમાં ઉપયોગ કરવામાં આવેલી ભાષા મૈત્રીપૂર્ણ અને ખાતરી આપતી છે, જે બાળકોને લગભગ એવી અનુભૂતિ પૂરી પાડે છે કે તેમને કોઇ મિત્ર શીખવી રહ્યો છે જે વિભાવનાઓને તેમની માટે વધુ સારી રીતે યાદ રહી જાય અને આનંદદાયક રીતે સમજાવી રહ્યાં છે. તેમાં પરસ્પર કલરિંગ શીટ્સ અને ગેમ્સનો વિભાગ પણ છે જે વિષયોને સરળીકૃત બનાવે છે.

10-12 વર્ષ 

આ ઉંમરે, બાળકો મૂળભૂત બાબતો જેવી કે શબ્દભંડોળ અને બીજગણિતનું જ્ઞાન ધરાવે છે જે તેમને શાળામાં શું શીખવવામાં આવશે તે વિશે જાણવા માટેની ઉત્સુકતા ધરાવતા કરે છે. અહીં Wonderpolis ચિત્રમાં આવે છે. તમારૂં બાળક એ પરિભાષાઓને જોઇ શકે છે જેના વિશે તેઓ જાણવા માંગે છે અથવા કંઈક નવું શીખવા અથવા વાસ્તવિક વિશ્વની મહત્વપૂર્ણ બાબતોના અનુપ્રયોગોનું ગ્રહણ કરવા માટે વેબસાઇટ પર શું દર્શાવવામાં આવે છે તેની શોધ કરવા સમય કાઢી શકે છે.  

12 વર્ષ અને વધુ 

જો કોઇ એક એવી વેબસાઇટ હોય કે જેને તમારા બાળકોએ પુનરાવર્તન માટે તેમનાં પીસી બ્રાઉઝર પર બુકમાર્ક કરવી જોઇએ તો તે Brainscape છે, જે અભ્યાસ બાબતોના પ્રતિધારણ માટે તજજ્ઞો દ્વારા બનાવવામાં આવેલ તેનાં વિષયલક્ષી ફ્લેશકાર્ડ માટે જાણીતી છે. તમારા બાળકો પોતે ક્યાં ઉભાં છે અને શું સુધારવાની જરૂર છે તેને ચકાસવા માટે પરીક્ષા પહેલાં તેઓ કેટલું જાણે છે તેની તપાસ કરી શકે છે. વધુમાં, સાચાં જવાબો મેળવવાથી આત્મવિશ્વાસમાં થતો વધારો પરીક્ષા આપવા માટેની તમારા બાળકની ચિંતામાં ચોક્કસપણે ઘટાડો લાવશે. 

થોડી શોધ કરવાની સાથે તમારા બાળકો માટે ઘણું વધારે પ્રાપ્ત કરી શકશો, માત્ર એક તપાસ યાદીને મગજમાં રાખો જેથી તમે તમારા બાળક માટે શ્રેષ્ઠતમની શોધ કરી શકો છો.:)