તમે કેવાં પ્રકારના વિદ્યાર્થી છો?

 

તમે સામાજિક પતંગિયા, વર્ગના સૌથી ચતુર અથવા બન્ને પણ હોય શકો છો, શોધવા માટે આગળ વાંચો!

1) સામાજિક પતંગિયુ

તમે વફાદાર અનુયાયીઓ અને એવું ઉર્જા સ્તર ધરાવતા કુદરતી રીતે જન્મેલાં આગેવાન છો જેની જોડ જડવી મુશ્કેલ છે. દરેક વ્યક્તિ તમારૂં નામ જાણે છે...

2) મિસ શરમાળ

તમે કાં તો એવાં વ્યક્તિ છો જે જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે વાત કરવાનું પસંદ કરે છે અથવા તમારા સહપાઠીઓ તમારા વિશે શું વિચારશે તેનાથી થોડો ડર ધરાવો છો – તે ઠીક છે, દરેક વ્યક્તિએ ક્યાંક તો શરૂઆત કરી જ હોય છે.

3) ચતુર

તમે જાણો છો કે તમે કોણ છો.
તમારી નોંધપુસ્તકોની ભારે માંગ રહે છે, હંમેશા.

4) મજબૂત અને ચૂપ

તમે મિસ શરમાળ અને ચતુરનું સંયોજન છો – લોકોને એ જાણીને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે તમે દરેક બાબતમાં ટોચ પર રહો છો.

5) પ્રશ્ન માસ્ટર

શિક્ષકો તમારી સાથે પ્રેમ/ તિરસ્કારનો સંબંધ ધરાવે છે કારણ કે તમે સૌથી યાદ્દચ્છિક અથવા વિગત-લક્ષી સવાલો સાથે આગળ આવો છો અને પૂછવામાં શરમ અનુભવતા નથી.

તો આમાંથી તમે કોણ છો?

વિદ્યાર્થી હોવાનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તમે સતત જે વિષયો ભણી રહ્યાં છો તે વિષય અંગેની સમજને સતત શોધી અને વિસ્તારી શકો છો જ્યારે તમે સાચી માનસિકતા અને સંસાધનોની સુલભતા ધરાવતા હો. શાળા અને ઘરે પીસીની સુલભતા સાથે, મગજમાં યોજના અને પ્રેરણા સાથે, તમે આ અભ્યાસને હજુ પણ તમારૂં શ્રેષ્ઠ કરવાની સંભાવ્યતા ધરાવો છો.