એક સારા શિક્ષકને કઈ વસ્તુ મહાન બનાવે છે?

 

“શિક્ષણ એક એવો વ્યવસાય છે જે અન્ય તમામ વ્યવસાયોનું નિર્માણ કરે છે.”
-અજ્ઞાત [1]

એક શિક્ષકને કઈ વસ્તુ મહાન બનાવે છે? એક વાલી કહેશે કે, એક શિક્ષક એવી વ્યક્તિ હોય છે જે બાળકની શૈક્ષણિક પ્રતિભાને નિયમિત રૂપે નિખારે છે અને તેને સર્વશ્રેષ્ઠ ક્ષમતા સુધી પહોંચાડે છે. બીજી બાજુ, વિદ્યાર્થી કહેશે કે મહાન શિક્ષક એ હોય છે જે રોજના પાઠને મનોરંજક બનાવે અને જટિલ થી જટિલ અવધારણાઓને સમજવા અને યાદ રાખવામાં મદદ કરે.

તો, શાને લીધે એક સારો શિક્ષક મહાન બને છે?

1. તેઓના ધ્યેય હોય છે

જ્યારે તમારી પાસે કોઈ ધ્યેય કે લક્ષ્ય હોય, તો તમારી પાસે દૂરદ્રષ્ટિ હોય છે. પ્રેરણા અને ક્રિયાનો પ્રવાહ કુદરતી રૂપે અનુસરે છે. ઉચ્ચ અપેક્ષાઓ નિશ્ચિત કરીને તમે પોતાને એક આયામ અને દિશાનું વાસ્તવિક જ્ઞાન આપો છો.

2. તે પ્રત્યેક વર્ગની તૈયારી કરે છે

કોઈ કાર્ય યોજના વગરના લક્ષ્ય શું હોય? ફક્ત સપના! આને લીધે પાઠની યોજના બનાવવી એ શિક્ષણના સૌથી મહત્વના ભાગમાંથી એક હોય છે. આ વાસ્તવિક પ્રદર્શનથી પહેલાં એક ડ્રેસ રિહર્સલ જેવું છે.

અહીં તમારી માટે શરૂઆતી બિંદુ છે – પાઠની યોજના માટે તમારા પાંચ મહત્વનાં બિંદુઓની ચેકલિસ્ટ

3. તેઓ ધ્યાનથી સાંભળે છે

આ એક એવી વાત છે જેને આપણે હમેશા અવગણના કરીએ છીએ. આપણે ફક્ત સાંભળીએ છીએ પણ ધ્યાન નથી આપતા. વર્ષોનો અભ્યાસ કહે છે કે એ શિક્ષક જે વાસ્તવમાં વાતચીત કરીને પોતાના વિદ્યાર્થીઓ સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, અને જે કાંઈ કહેવા માંગે છે અને જે પ્રશ્ન પૂછે છે – તેમાં રસ લે છે – તેમના વર્ગનું પ્રદર્શન સારું હોય છે અને તેમના વિદ્યાર્થીઓ વધુ રસ લે છે.

4. તેઓ પોતાની શિક્ષાને વાસ્તવિક જીવન સાથે જોડે છે

અહીં પીસી મહત્વની ભૂમિકા ભજવે છે. એક પીસી ઇંટરેક્ટિવ અને સહેલાઈથી ઉપલબ્ધ અધ્યયન સંસાધનો જેવા કે પ્રેઝેન્ટેશન, વીડિયોઝ, ઇન્ફોગ્રાફિક્સ, શૈક્ષણિક રમતો ઈત્યાદિની મદદથી જીવનમાં જ્ઞાન લાવે છે.

5. તેઓ જીવનભર શીખે છે

તમે તમારી શૈક્ષણિક કારકિર્દીમાં ક્યાં છો તેનાથી કોઈ ફરક નહીં પડે, તમારે વિષય વિષે સતત વાંચતા રહીને અદ્યતન રહેવું જોઈએ. ઉપરાંત તમે એક પગલું આગળ વધીને તમારા વિષય વિશે વાંચી શકો છો અથવા કાંઈક નવું કરી શકો છો જે તમને વસ્તુઓ પર એક નવો અને અલગ દૃષ્ટિકોણ આપશે. તમે બૌદ્ધિક રૂપથી ઉત્તેજિત થવાની સાથે સાથે તે તકની પ્રશંસા પણ કરશો જે તમારી સામે આવશે.

આ બધું #DigitalLearning સાથે જોડાયેલું છે, જ્યાં તમે પોતાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન આપવા માટે તકનીકીનો ખૂબ ઉપયોગ કરો છો, જેમાં પીસીનો પણ સમાવેશ થાય છે,