સોંપણીઓ અને પરીક્ષાઓના ગુણાંકન કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી

 

 

જો એવી કોઈ એક બાબત હોય જે શિક્ષક ઈચ્છે કે થોડી ઝડપથી થઈ જાય – તો તે પરીક્ષાપત્રોને જલ્દીથી ગુણાંકન કરવાની છે. દરેક સત્રની પરીક્ષાઓની, વર્ગ પરીક્ષાઓ અને નિયમિત સોંપણીઓ સાથે, તમારે યોગ્ય સાધનો સાથે સુસજ્જ થવું પડે છે અને ઉત્તેજના સાથે ગુણાંકન કરવા માટે તૈયાર રહેવું પડે છે.

1. તમારી ઉત્તર પુસ્તિકા તૈયાર રાખો

સાદા વર્ડ ડૉક અથવા ઍક્સેલ શીટના સ્વરૂપમાં હોય, જવાબોની સરળ સુલભતાને સુવિધાયુક્ત બનાવવા માટે માત્ર પ્રશ્નોત્તરની ફૉર્મેટને જાળવી રાખો. સાથે જ, જવાબોના બધા જ સંભવિત વિકલ્પોને સંકલિત કરી રાખો જેથી તમે શક્ય તેટલાં ઝડપી ગુણાંકન કરવા માટે ઝડપથી તમારી ઉત્તર-પુસ્તિકાનો સંદર્ભ લઈ શકો.

2. એક જ વખતે પ્રત્યેક પ્રશ્નપત્રને ચિહ્નિત કરવા કરતાં દરેક વખતે પ્રત્યેક વિભાગને ચિહ્નિત કરો

આ પદ્ધતિ ગુણાંકન પ્રક્રિયાને સરળીકૃત અને ઝડપી બનાવશે. વધુમાં, તમે તમારા સમગ્ર વર્ગના નબળાં વિષયોની ઓળખ કરવા માટે સક્ષમ બનશો. એક વખતમાં એક જ વિભાગને અંકિત કરવાથી, તમે અસરકારક રીતે ગુણાંકનના બેચિંગને બનાવવામાં સફળ રહેશો.

3. હેન્ડઆઉટ તરીકે સામુહિક પ્રતિભાવ પૂરો પાડો

એક વખત તમે બધા જ નબળાં વિષયોની યાદી બનાવી લો પછી, ઉપયોગ માટે સરળ એવાં પીસી સંસાધનો સાથે હેન્ડઆઉટ તરીકે સામુહિક પ્રતિભાવ પૂરો પાડો. આ વર્ગ પરીક્ષાઓ, પૂર્વ પરીક્ષા પરિક્ષણો અને સોંપણીઓ માટે તમારા વિદ્યાર્થીઓને તેઓ ખરેખર ક્યાં ખોટાં પડી રહ્યાં છે અને કઈ બાબતોમાં તેઓ સારો દેખાવ કરી રહ્યાં છે તે જાણવામાં મદદરૂપ થવા માટે પ્રતિભાવ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે.

4. પીસી ગ્રેડિંગ સાધનોનો પ્રયત્ન કરો

ઑનલાઇન પરીક્ષાઓ અને સોંપણીઓના ગ્ર્રેડિંગ માટે અને માપવાયોગ્ય શિક્ષા લક્ષ્યાંકો સુયોજિત કરવા માટે Jumpro ના વર્ગખંડના સંસ્કરણ માટે સાઇન અપ કરો – (તે વ્યક્તિગત શિક્ષક માટે મફત છે). આ સાધનથી મહાવરો થતાં થોડો સમય લાગશે પરંતુ તેમાં બધું એક જ જગ્યાએ હોવાથી તેનાં માટે પ્રયત્ન કરવા જેવો છે.

5. પીસી પરીક્ષાઓ અને સોંપણીઓ સાથે પ્રયોગ કરો

ત્વરિત પરિણામો પૂરાં પાડવા માટે, Google Classroom અથવા તમારા પોતાના Wikispace classroom ની રચના કરીને પીસી પર જ પરીક્ષા આયોજિત કરો અથવા સોંપણીઓ આપો.

પીસી, સંસાધનોને વધુ સુલભ બનાવીને અને તમને એવા લેસન પ્લાનની રચના કરવા માટે સક્ષમ કરીને કે જે વિદ્યાર્થીઓને દરેક વખતે, તમારા વર્ગમાં રસ લેતા કરે છે, વાસ્તવમાં તમે જે રીતે ભણાવો છો તેને બદલી શકે છે!