શા માટે 2018 ને પીસી નું વર્ષ કહેવાય છે

 

તમે પીસી નો શા માટે ઉપયોગ કરો છો?

કામ કરવા માટે

ઓનલાઇન બેંકિંગ કરવા માટે

રમત રમવા માટે

ફિલ્મ જોવા માટે

તમારા બાળકને ઘરકામમાં મદદ કરવા માટે

કે ઉપરોક્ત દરેક બાબતો માટે?


મોટે ભાગે ઉપરની દરેક બાબતો માટે પીસીનો ઉપયોગ કરવામાં આવે છે અને તમારા નાના બાળકો માટે થોડું વધારે વાપરી શકાય છે. 2018 માં શિક્ષણના દૃષ્ટિકોણથી આપણે આ પીસીની દુનિયા પાસેથી શું અપેક્ષા રાખી શકીએ, તે જોઈએ :

1. તમે વધુ મેકરસ્પેસિસ જોઈ શકશો

મેકરસ્પેસ એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ પીસી પર વિવિધ સાધનો અને સામગ્રીઓનો ઉપયોગ કરીને નવનવી બાબતો નિર્માણ કરી શકે છે, શોધ કરી શકે છે, રમતની મજા માણી શકે અને સંશોધન પણ કરી શકે છે. હકીકત એ છે કે પ્રાયોગિક શિક્ષણ તમારા બાળકો માટે એક અલગ વિશ્વ નિર્માણ કરે છે અને શાળાઓએ આ નોંધ લેવાનું શરૂ કર્યું છે. ટેક-સેવી લોકો ક્યાં તો પીસી સાથે હાલના મેકરસ્પેસિસ બનાવી રહ્યા છે અથવા અદ્યતન બનાવી રહ્યા છે આથી તમામ ઉંમરના વિદ્યાર્થીઓ શાળામાં શિખવાડવામાં આવેલ વિભાવનાનો અનુભવ જિંદગીમાં કરે છે.

2. ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ તમને આગળ વધવા માટે ખૂબ સહાયક થશે.

તમારા બાળક પાસે ઇન્ટરનેટ, પીસી અને ઈમેલ આઈડીનું એક્સેસ હશે તો તે ગમે ત્યાંથી તમારા તમામ ડેટાને ઍક્સેસ કરી શકશે. ક્લાઉડ સ્ટોરેજ એવું જ એક ઓનલાઇન હબ છે જે 24/7 એક્સેસિબલ હોય છે. ડ્રૉપબૉક્સ, ગુગલ ડ્રાઇવ, વન ડ્રાઇવ - જેવા ઘણા બધા વિકલ્પો છે જેનો આપણે મફતમાં ઉપયોગ કરી શકીએ અને તે વિશ્વાસપાત્ર પણ હોય છે. તમામ શૈક્ષણિક સામગ્રીને એક સ્થાને મૂકવા ઉપરાંત, ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ ખાતરી કરે છે કે કોઈ પણ પ્રકારની માહિતી ક્યારેય ગુમાવશે નહીં - આ રીતે તમારા બાળકની સખત મહેનતને સુરક્ષિત રાખી શકાય છે.

3. ગેમ્સ (રમતો) હશે શીખવાની એક નવી રીત

વર્ગખંડમાં ગોખણપટ્ટી વગર વાસ્તવિક શિક્ષણની મદદથી શીખવવા પર જોર દેવામાં આવે છે. તેથી બાળકોને વર્ગમાં શીખવવામાં આવતી વિભાવનાઓને સમજાવવા માટે અને તેનો અભ્યાસ કરાવવા માટે ગેમ્સ રમાડવી આ એક પ્રભાવી અને મનોરંજક માધ્યમ છે. ગેમ્સની સૌથી મહત્વની વિશેષતા એટલે તે તમામ ઉંમરના બાળકો માટે શિક્ષણ સાથે મનોરંજન આ બંનેને સંતુલિત કરે છે. કેટલાક ઉદાહરણોમાં સમાવિષ્ટ છે - અંગ્રેજી શબ્દભંડોળ વધારવા માટે અલ્ફાબેટ બિન્ગો, ગણિત માટે લેસ ધેન અથવા ગ્રેટર ધેન (કરતાં ઓછું અથવા કરતાં વધુ), અને ભૂગોળ માટે કેપિટલ્સ ઑફ દ વર્લ્ડ (વિશ્વની ઉત્તમ રાજધાનીઓ). પીસી પર તમે જેટલી શોધખોળ કરશો, તેટલો જ વધુ માહિતીનો ખજાનો તમને મળશે!
બાળકોને પીસી અનેબલ્ડ લર્નિંગ (પીસી આધારિત શિક્ષણ)ની ટેવ પાડીને ભવિષ્ય માટે તૈયાર કરવા અને તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરવો, આ જ 2018નો સૌથી મોટો પડકાર છે.