દરેક શિક્ષકને ગુરુ/માર્ગદર્શકની જરૂર કેમ હોય છે.

 

દરેક શિક્ષકનું એક લક્ષ્ય હોય છે. આ લક્ષ્ય બઢતી મેળવવાનું, વિષયમાં નિપૂણ બનવાનું, બાળકોને વધુ આકર્ષિત કરવાનું કે પછી સ્કૂલ સ્થાપવાનું પણ હોઈ શકે છે. ગુરુના માર્ગદર્શન સાથે તમે સાચાં પગલાંની દિશામાં આગળ વધી શકો છો - આ રીતે:

1) આપણને દરેકને વાત કરવા કોઈ વ્યક્તિ જોઈએ છે.

‘‘ગુરુ એ છે જે તમને સમજે, સાંભળે અને યોગ્ય દિશામાં લઈ જાય છે.’’ - જોહ્ન સી. ક્રોસ્બિ [1]

કેટલીકવાર, કોઈ વાત કહી દેવા માત્રથી મોટી સમસ્યા સરળતાથી ઉકેલી શકાતી નાની સમસ્યા બની જાય છે. ગુરુ હોવાનો અર્થ છે કે તમારી પાસે તમે કરેલી ભૂલો બાબતે શરમ કે ઘૃણા અનુભવ્યા વગર અને નિર્ણયનો ડર રાખ્યા વગર સારી અને ખરાબ વાતો ખુલ્લા મનથી કહી શકાય એવી વ્યક્તિ હાજર છે.

2) આપણને બીજા અભિપ્રાયની જરૂર હોય છે.

તમારી પાસે આઉટ ઑફ દ બૉક્સ હોમવર્ક આઈડિયાઝ, વીડિયો ક્લિપ્સ અને ગેમ્સની યાદી છે પરંતુ તમારો વર્ગ તેની સામે કેવી પ્રતિક્રિયા આપશે એ તમે નથી જાણતા - એક ગુરુ તમને એ સમજવામાં મદદ કરી શકે છે કે તમારા વિશિષ્ટ વર્ગ માટે શું કારગત બનશે અને શું નહીં બને. આ તમારા વર્ગને આત્મવિશ્વાસ સાથે ભણાવવામાં તેમ જ ભવિષ્યમાં વધુ ઈન્ટરએક્ટિવ શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં તમને મદદરૂપ બનશે.

3) આપણને સમય સમયે પ્રોત્સાહનની જરૂર પડે છે

અન્ય કોઈ વ્યવસાયની જેમ જ શિક્ષકો માટે પણ સતત નવું જ્ઞાન મેળવતા રહેવું અગત્યનું છે. એક ગુરુ તમને સમય સમયે અદ્યતન સાધનો અને સ્રોતો વિશે જણાવે છે જે તમને નવી બાબતો વિશે માહિતગાર રહેવા જરૂરી છે. તમે કોઈ શંકાના નિવારણ કે પછી વાંચેલા વિચારની સ્પષ્ટતા માટે પણ તેમની પાસે જઈ શકો છો.

4) આપણને પ્રેરણાની જરૂર હોય છે

એકવાર તમને પીઠબળ મળે પછી તમારા ઉત્સાહને વધારતી પ્રેરણાની જ જરૂર રહે છે. તમારા ગુરુને ઝળહળતી સફળતા સાથે ઈડીએક્સ કોર્સમાં ઉત્તીર્ણ થતા જોવા એ તમારા પીસી સામે બેસવા, અને સપ્તાહાંતે અથવા રજાના દિવસે સાંજે કોર્સ કરવા તમને જરૂરી પ્રેરણા બની રહે છે, જે તમને તમારા કૌશલ્યને બહેતર બનાવવા અને સફળતાની સીડી ચઢવા સક્ષમ બનાવે છે. [2]

તમારા ગુરુ અન્ય કોઈ શિક્ષક, તમારા સીનિયર કે પછી ફાળવેલ ગુરુ પણ હોઈ શકે છે, બસ એ સુનિશ્ચિત કરો કે તમારી દરેક મુલાકાત તમારા લક્ષ્યમાં ઉપયોગી બની રહે. મોટાં લક્ષ્યને હાંસિલ કરવા નાનાં પગલાં લેવા એ શ્રેષ્ઠ રીત છે, જેમ કે દર અઠવાડિયે કોઈ એક પરસ્પર ચર્ચાત્મક પ્રવૃત્તિ શીખવવી અને ધીમે ધીમે તેમાં વધારો કરવો. નાનાં પગલાં વિશે સ્પષ્ટતા બાબતે તમારા ગુરુ બનાવો અને તેમની સાથે આ મુલાકાતો ગોઠવો.