માતાપિતાએ શા માટે ‘‘સ્ક્રીન ટાઈમ’’ નો ભય ન રાખવો જોઈએ.

 

ટીવી
સ્માર્ટફોન્સ
ટેબ્લેટ(સ)
સ્કૂલમાં પીસી
અને ઘરમાં પીસી&hellip.

‘‘સ્ક્રીન ટાઈમ’’ દરેક જગ્યાએ છે અને તે માત્ર તમારા બાળકની રોજિંદી પ્રવૃત્તિઓનો જ નહીં પરંતુ તમારા જીવનનો પણ દૈનિક હિસ્સો છે.

તો પછી સ્ક્રીન ટાઈમનો ભય શું કામ રાખવો?

ડિજિટલ પેરેન્ટિંગ પ્રો તરીકે તમારા બાળકો તેમનાં સહાધ્યાયીને સમકક્ષ બની રહે અને તેમનાં ભાવિ માટે તૈયાર રહે એ માટે પીસીને મુક્ત મને સ્વીકારવા જ શ્રેષ્ઠ છે. તમારે સ્ક્રીન ટાઈમનો ભય ન રાખવો જોઈએ એ માટેનાં ત્રણ કારણો અહીં જણાવ્યા છે:

1) પાઠ્યપુસ્તકો જીવનમાં ઉતરી શકે છે

તમારા બાળકનો વિષય કે ઉંમર ભલે ગમે તે હોય, પીસી સાથે પાઠ્યપુસ્તક જીવનમાં ઉતરે છે. તે વિષય વસ્તુને વાસ્તવિક જીવન સાથે જોડવામાં મદદ કરે છે અને વસ્તુઓને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. પર્યાવરણમાં પરિવર્તન વિશે પુસ્તકમાં જોઈ મોટેથી વ્યાખ્યા વાંચવાને બદલે ટૂંકી ફિલ્મ જોવી વધુ પ્રભાવશાળી અને દાર્શનિક બને છે. તમારા બાળકોમાં ફરક જોવા આને એક વાર અજમાવી જુઓ.

2) પ્લેટાઈમ માત્ર રમવા માટે નથી

આખો દિવસ સ્કૂલ, ક્લાસ, ટ્યુશન, એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટીઝ, સ્પોર્ટ્સ ઈત્યાદિમાં વીતાવ્યા પછી તમારા બાળકે બીજા દિવસ માટે તૈયાર રહેવા રિલેક્સ થવું પણ જરૂરી છે. એક કલાક ગેમ રમવું તમારા બાળક માટે શ્રેષ્ઠ તાણરોધક બની રહે છે. સાથે જ સમસ્યાનો ઉકેલ લાવવાની તેની કુશળતામાં પણ વધારો કરે છે. સીનારિયો આધારિત ગેમ હોય કે પછી લર્નિંગ ગેમ, તમારું બાળક નવી બાબતો શીખવાની સાથે સારો સમય પણ વીતાવે છે.

3) આ ફૅમિલી ટાઈમ પણ બની શકે છે.

પીસી પર કામ કરવું એ માત્ર તમારા બાળક માટેની જ પ્રવૃત્તિ ન બની રહેતા એવી પ્રવૃત્તિઓ પણ છે જેમાં આખો પરિવાર સાથે જોડાઈ શકે છે. કોઈ વીડિયો જોઈ તેના વિશે વાત કરવી પીસી ટાઈમને ફૅમિલી ટાઈમ બનાવી શકે છે. આ માટે તમારે બસ પીસીને ફંફોળવા સમય ફાળવવાની જ જરૂર છે અને પછી જુઓ તમારા પરિવાર માટે શું શ્રેષ્ઠ પુરવાર થાય છે - અહીં દરેક ઉંમરની વ્યક્તિ માટે કંઈ ને કંઈ છે.

પીસી પર હોય ત્યારે બાળકો માટે ગેરમાર્ગે દોરાઈ જવું સરળ બની જાય છે, ખાસ કરીને જો માતાપિતા પૂરતું ધ્યાન ન આપે. પીસી ટાઈમ રચનાત્મક બની રહે એ ખાતરી રહે શિક્ષણ સ્રોત પસંદ કરતા પહેલા આ પ્રશ્નો પૂછો અને તમારા બાળકોને ભવિષ્યની ટેક-સેવી વ્યક્તિ તરીકે વિકસતા જુઓ.