પીસી તમારા બાળકનું સૌથી પહેલું શૈક્ષણિક ગેજેટ શા માટે હોવું જોઈએ?

માતા-પિતા અને શિક્ષકો જ બાળકના સૌથી મહત્વપૂર્ણ માર્ગદર્શક હોય છે. ઘણી વખત એવું થાય કે, જ્યારે કોઈ બાળકનો કોઈ હકીકતથી સામનો થાય, ત્યારે તે તેનો જવાબ પોતાના માતા-પિતા પાસેથી મેળવવાનો પ્રયાસ કરે છે અને તે ત્યાં સુધી પ્રશ્નો પૂછ્યા રાખે છે જ્યાં સુધી તેના પ્રશ્નો ખૂટી ન જાય.[1]

 

 

માર્ગદર્શકો વિશ્વસનીય હોઈ શકે છે, પરંતુ તેઓ પણ બીજા કોઈ સ્ત્રોત પર નિર્ભર હોઈ શકે છે. તેઓની પોતાની ખામીઓ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, માતા-પિતા બધું જાણતા ન હોય અને શિક્ષકો હમેશા ઉપલબ્ધ ન પણ હોય. વધુમાં, બાળકોમાં પ્રતિભાવ તંત્ર અત્યંત પસંદગીયુક્ત હોઈ શકે છે, તેમાંના મોટા ભાગના દ્રશ્યો, ધ્વનિ અને રંગો પ્રત્યે અસરકારક પ્રતિભાવ આપે છે [2]. આનાથી એક વાત સાબિત થાય છે કે આપણે આપણાં બાળકની શૈક્ષણિક ક્ષમતાઓને સ્વાભાવિક રૂપે વધારવી જોઇએ અને તેને ઉચ્ચતમ કક્ષા સુધી પહોંચાડવી જોઇએ. એટલે જ આવી પરિસ્થિતિમાં એક વિશ્વસનીય મિત્ર – કમ્પ્યુટરની મદદની જરૂર પડે છે.  

 

"માતા-પિતા બધું જાણતા ન હોય અને શિક્ષકો હમેશા ઉપલબ્ધ ન પણ હોય."

 

બાળકો જિજ્ઞાસુ હોય છે અને તેમને બધું જ જાણવાની આતુરતા હોય છે. તેઓ વિશ્વને પોતાની નજરથી શોધવા માગે છે અને તે અસ્તિત્વમાં રહેલી અનંત શક્યતાઓ વિશે જાણવા માગે છે. કમ્પ્યુટરની મદદથી એક બાળક ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક સંસાધનો સુધી પહોંચી શકે છે.

  

આ ઉપરાંત, કમ્પ્યુટર તમારા બાળકની જ્ઞાનાત્મક ક્ષમતાઓને વિકસાવવામાં મદદ કરે છે. 1993માં થયેલાં એક અભ્યાસ મુજબ બાલમંદિરના વિદ્યાર્થીઓ જ્યારે કમ્પ્યુટર પર હતા ત્યારે 90% સમયે તેમનું ધ્યાન પોતાના કામ પર હતું.   

દ્રશ્યો અને રંગોનો ઉપયોગ થયો હોય તેવાં પરસ્પર સંવાદાત્મક પાઠ બાળકની સમજવાની અને માહિતીને સારી રીતે જાળવી રાખવાની ક્ષમતાઓને વિસ્તૃત કરે છે. સાયકોલોજી ટુડેમાં પ્રકાશિત પુરાવાઓ મુજબ શૈક્ષણિક કાર્યક્રમો બાળકમાં સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસાવે છે, જ્યારે મનોરંજક વિભાવના આધારિત ગેમ્સ જ્ઞાનને સારી રીતે સમજવામાં અને યાદ રાખવામાં બાળકોની મદદ કરે છે.

 

ડગ્લાસ એચ. ક્લેમેન્ટ્સ દ્વારા પ્રકાશિત પેપર “The Effective Use of Computers with Young Children” માં કમ્પ્યુટરથી થતા લાભ સ્પષ્ટરૂપે દર્શાવાયા છે. તેમાં ડગ્લાસ એચ. ક્લેમેન્ટ્સ કહે છે, "દાખલાઓ ઉકેલવા, ચિત્રો દોરવા અને ટર્ટલ જ્યોમેટ્રી કરવા માટે – નાના બાળકોને નવી રીતોથી કમ્પ્યુટર્સનો ઉપયોગ કરાવવાથી – તે તેમને ગાણિતિક અને વૈજ્ઞાનિક રીતે શીખવા અને વિકાસ માટે મદદ કરે છે."

 

ઘણાં માતા-પિતાઓ ટેબ્લેટ્સ અને બીજાં મોબાઈલ ડિવાઇસ તરફ વળી રહ્યાં છે, પરંતુ આ ડિવાઇસ બાળકોને એટલાં તલ્લીન બનાવી શકતા નથી કે માનસિક રીતે સ્પર્શી શકે તેવું વાતાવરણ આપી શકતા નથી જેટલું એક પીસી કરી શકે છે. નાના બાળકો માટે મોબાઈલ ડિવાઇસ કેટલાંક અંશે ઉપયોગી અને મનોરંજક સાબિત થઈ શકે છે, પરંતુ જેમ-જેમ તેઓ ભાષા સમજવા લાગે  અને લેખિત તેમજ મૌખિક વાક્યો બોલવા લાગે, ત્યારે પીસીનો પરિચય કરાવવો ડહાપણભર્યું રહેશે. કારણ કે પીસી બાળકોના વાંચન અને લેખન દ્વારા અધ્યયનને પ્રોત્સાહન આપે છે.

 

પીસી તમારા બાળકનું પહેલું પ્રાથમિક ઉપકરણ હોવાનું સૌથી વધુ મહત્વનું કારણ એટલે તે આ અદ્યતન ટેક્નોલોજીકલ યુગમાં સૌથી મૂળભૂત ઉપકરણ છે જેની મદદથી સહેલાઈથી શીખી શકાય છે. આજે નવા મિલેનિયમમાં જેટલાં પણ વિકાસ થયા છે તેનો અગ્રગામી છે પીસી. પીસી તમારું બાળક સમય જતાં ભવિષ્યમાં જે કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરશે તેનો મજબૂત પાયો સ્થાપે છે.

જો કમ્પ્યુટરને સંપૂર્ણપણે તેની મહત્તમ સીમા સુધી વધારવામાં આવે અને તેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે તમારા બાળકની વૃદ્ધિ અને વિકાસનો વેગ વધારવા માટે આધાર-સોપાનનું કામ કરશે. અહીં શુભમનું ઉદાહરણ આપેલું છે, જે નાશિકનો માધ્યમિક ધોરણનો વિદ્યાર્થી છે, અને તેના નવા પીસીને લીધે તેની શૈક્ષણિક વિભાવનાઓ સ્ફટિક જેવી સ્પષ્ટ છે. 

 

પીસીના બહુ-પાર્શ્વીય લાભો હોવાની સાથે સાથે, તે બાળકોના અમૂર્ત અને વાસ્તવિક વિશ્વ વચ્ચેના અંતરને જોડવાનું કામ કરે છે. આ અંતર દૂર કરવામાં ઘણી વખત માતા-પિતા અને શિક્ષકો પણ મુશ્કેલી અનુભવે છે. તમારા બાળક માટે પીસી લાવવું એ ચોક્કસપણે લાંબા ગાળે એક ફળદાયી નિર્ણય સાબિત થશે.