તમારે તમારા બાળકને મેકરસ્પેસમાં જોડાવા માટે શા માટે પ્રોત્સાહન આપવું જોઈએ

"જ્યારે આપણે બાળકોને પ્રયોગો કરવા દઈએ, જોખમો લેવા દઈએ અને તેમને તેમની કલ્પનાશક્તિમાં વિહરવા દઈએ, ત્યારે આપણે તેમને પોતાના પર વિશ્વાસ કરવાની પરવાનગી આપીએ છીએ. તેઓ પોતાની જાતને એક અભ્યાસુ તરીકે જુએ છે જેમની પાસે સારા વિચારો છે અને જેઓ પોતાના વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત શકે છે." - સ્લિવિયા માર્ટીનેઝ અને ગેરી સ્ટેગર [1]

કાંઈક રચવાનો જુસ્સો એ એક મૂળભૂત માનવીય સ્વભાવ છે. મેકરસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ વિભિન્ન સાધનો અને સામગ્રીઓનો ઉપયોગ કરીને કાંઈક બનાવી શકે છે,  સાથે મળીને કામ કરી શકે છે, કાંઈક શોધ કરી શકે છે અને પ્રયોગો કરી શકે છે. એક વાલી તરીકે, તમારાં બાળક પર તમારો સૌથી વધારે પ્રભાવ પડે છે અને જો તમે તેને મેકરસ્પેસ એક્ટિવિટીઝ કરવા માટે પ્રોત્સાહિત કરશો તો તે એના માટે અતિશય ઉપયોગી સાબિત થશે.[2]

1. પ્રયોગાત્મક શિક્ષણ

પ્રયોગાત્મક શિક્ષણ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયામાં સફળતા માટે જરૂરી એવી ક્ષમતાઓ શીખવાડે છે. [3] વાસ્તવમાં સૈદ્ધાંતિક જ્ઞાનનો અનુભવ કરીને શીખવાથી સ્વતંત્રતાની ભાવના સાથે-સાથે તેમને વધુ સારું કામ કરવા માટે પ્રેરિત કરે છે.

2. પ્રશ્ન પૂછવા માટે તક

કેટલાંક વિદ્યાર્થીઓ વર્ગમાં પ્રશ્ન પૂછવા માટે શરમ અનુભવે છે. મેકરસ્પેસમાં, વિદ્યાર્થીઓ એકબીજાને પ્રશ્ન પૂછી શકે છે અથવા ઑનલાઇન માહિતી મેળવી શકે છે. તમારા બાળકો સ્વ-નિર્ભર થવાનું શીખશે કારણકે અહીં તેમને પહેલાં ક્યારેય ન ઉદ્દભવી હોય એવી સમસ્યાઓના ઉકેલ શોધવા પડશે.[4]

3. જ્ઞાનાત્મક અને સર્જનાત્મક ક્ષમતાઓ વિકસિત થાય છે

કોઈ ચોક્કસ નિર્દેશો અથવા ક્રમવાર સૂચનાઓ ન મળે તો તે તમારા બાળક માટે એક રીતે લાભદાયી છે, કારણકે તેઓ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા વિષયો સાથે ઊંડાણપૂર્વક જોડાય છે અને તે ઑનલાઇન રીસર્ચ કરીને, પ્રયોગો કરીને નવી વસ્તુઓ શોધી શકે છે.[5] વિદ્યાર્થીઓને કલ્પના કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેથી તેમનો જ્ઞાનાત્મક અને સર્જનાત્મક વિકાસ થાય છે.

4. સ્વ-જાગૃતિ

પોતાની શક્તિઓને ઓળખવી અને નબળાઈઓ પર કામ કરવા માટે સ્વ-જાગૃતિ હોવી બહુ જ મહત્વનું છે; પીસી આધારિત શિક્ષણ સાથે મેકરસ્પેસને જોડવાથી તમારું બાળક સર્જનાત્મક, આત્મવિશ્વાસુ અને શિક્ષણ સાથે સુસંગત થશે. તમારા બાળકને પોતાની શક્તિઓ અને નબળાઈઓની જાણ થશે અને તેઓ શું શીખવું છે અને કેવી રીતે શીખવું છે તેનો નિર્ણય પોતાની મેળે લઈ શકશે.

5. અભ્યાસમાં વધુ રસ

મેકરસ્પેસની મદદથી બાળકો તેમની ક્ષમતાઓને ઓળખી શકે છે અને તેમને ભણવામાં મજા આવે છે. તેમજ બાળકો વાસ્તવમાં અભ્યાસ કરવા આતુર રહે છે.[6] વિદ્યાર્થીઓ નવી વસ્તુઓ શીખવા અને તેમને પ્રોજેક્ટ્સમાં લાગુ કરવા માટે હમેશા તૈયાર રહે છે.

દિવસના અંતે કંટાળાજનક હાવભાવને બદલે, તમારા બાળકના મોઢા પર સ્મિત હશે અને તે તમારા પ્રશ્ન "આજે શાળામાં શું શીખવાડ્યું?"નો વિગતવાર જવાબ આપવા માટે તૈયાર હશે. મેકરસ્પેસ પર વિતાવેલો સમય ફળદાયી રહેશે અને તે તમારા બાળકને "મેકર માઇન્ડસેટ" બનાવશે. આ માઇન્ડસેટ મહત્વનું છે કારણકે તે બાળકને સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું તેમાં માસ્ટર બનાવવા માટે મદદ કરે છે. [7]

જો તમે તમારા બાળકનું નામ મેકરસ્પેસમાં નોંધાવવા માટે પ્રેરિત થયા હો તો, તમારા અનુભવને #DellAarambh નો ઉપયોગ કરીને ટ્વીટ કરો.