તમારે શા માટે ગોખણપટ્ટીવાળા ભણતર સામે અવાજ ઉઠાવવો જોઈએ

આજે દેશભરની શાળાઓમાં ગોખણપટ્ટીવાળું ભણતર ચાલે છે. ફક્ત શિક્ષક જ નહીં વાલીઓ પણ, બાળક પરીક્ષામાં પાસ થાય તે માટે તેને રટ્ટો મારવાનું કહે છે.

પરંતુ, શું તે અસરકારક છે?

હકીકતોને સમજીને કે સમજ્યા વગર અનેક વખત પુનરાવર્તન કરીને યાદ કરવું એટલે ગોખણપટ્ટી.[1] ગોખણપટ્ટીને લીધે વિદ્યાર્થીઓ તાણમાં રહે છે અને તેમને સમય ઓછો પડે છે. સમસ્યા એ છે કે કોઈને પણ તથ્યો કે હકીકતો એક કે બે દિવસ યાદ રહેશે, તે પરીક્ષાનું પેપર લખશે અને બીજા જ દિવસે બધું ભૂલી જશે.

મોઢે કરવું એ એક મૂલ્યવાન કુશળતા છે; પાસવર્ડ્સ, પિન્સ, બર્થડે, મૂળાક્ષરો, સૂત્રો જેવી અનેક વસ્તુઓ હોય છે જેને તમારે યાદ કરવાની રહે છે. તે છતાં, વિષયની લાંબા ગાળે સમજણની વાત આવે ત્યારે, મોઢે કરવું અને સંક્ષિપ્ત રૂપનો ઉપયોગ કરવાથી તમારા બાળકની ક્ષમતાને ન્યાય મળતો નથી.

આનો વિકલ્પ શું છે?[2]

વાલીઓ પોતાના બાળકો સારું પરિણામ લાવે અને પગભર થાય તેવું ઇચ્છતા હોય છે, પછી તે સૌથી શ્રેષ્ઠ ઇન્સ્ટીટ્યૂટમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં શ્રેષ્ઠ અંક લાવવાના હોય કે નવા યુગની કારકિર્દીની પસંદગી કરવાની હોય. પીસી આધારિત શિક્ષણ એક એવી વૈકલ્પિક પદ્ધતિ છે જે બાળકની ન ઓળખાયેલી ક્ષમતાઓને જાણવા માટે મદદ કરશે.

બાળકને સક્રિય રૂપે રોકી રાખવા માટે ઘરમાં અથવા વર્ગની અંદર પીસીનો ઉપયોગ કરી શકાય છે. આ બાળકને  અનેક રિસોર્સિસ સુધી પહોંચવા દે છે, અને કોર્સ વર્કના સરળ પુનરાવર્તન માટે સક્ષમ બનાવે છે અને વિષયના પ્રત્યેક પાસાનો અનુભવ કરવા દે છે. જ્યારે બાળક ગોખણપટ્ટી વગર કોઈ શીખવાની પ્રક્રિયામાં સક્રિયરૂપે સહભાગી થાય છે, ત્યારે તે હમેશા માટે સકારાત્મક છાપ છોડે છે. ઊંડાણપૂર્વક શિક્ષણ માટેનો એક અગત્યનો પાયો એટલે જીવનમાં આવનારી થિયરીને જોવા અને રચવા પર ધ્યાન આપવું, સમસ્યાઓ ઉકેલવી અને વિચારો ઉત્પન્ન કરવા. જ્યારે બાળકો આ અભિગમનો ઉપયોગ કરીને વિષય પર માસ્ટરી મેળવી શકશે, તો તેની અસર ચોક્કસપણે વધશે.

ગોખણપટ્ટી પર જોર મૂકતી દૃઢ વિચારસરણીમાંથી દૂર જવું સહેલું નથી, પરંતુ પીસી આધારિત શિક્ષણ આ સ્પર્ધાત્મક વિશ્વમાં તમારા બાળકને યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. ઘરમાં એક પીસી કે લેપટોપને લીધે તમારું બાળક સ્વતંત્ર રૂપે સંશોધન કરી શકશે, કાર્યક્ષમ રીતે શીખી શકશે અને ટેક્નોલોજી આધારિત અર્થતંત્ર માટે તૈયાર થઈ શકશે.

વર્ષો જૂની પ્રથામાં બદલાવ લઈ આવો. પીસી આધારિત શિક્ષણ સાથે ભવિષ્યનો આરંભ કરવા માટે ગોખણપટ્ટી વિરોધી ભણતરને સમર્થન આપો. સાઇન અપ કરો અને બદલાવમાં સાથ આપો.[3]