તમારું બાળક દરરોજ વાંચન કરે તે શા માટે જરૂરી છે?

 

"જેટલું વધુ તમે વાંચશો, તેટલું વધુ તમે જાણશો. જેટલું વધુ તમે જાણશો, તેટલાં વધુ સ્થળોએ જશો."

- ડૉ. સુસ

બાળકોને સ્ટોરી ટાઇમ (વાર્તા સમય) કેમ ગમે છે તે બાબત ડૉ. સુસ બહુ સારી રીતે સમજાવે છે. સુતા પહેલાં હોય કે રવિવારની બપોર હોય જે બાળકને વાંચન ગમે છે તે જીવનભર સફળતા મેળવે છે. – કેવી રીતે તે અહીં આપેલું છે : 

 

કારણ #1

તમારા બાળકની ઉમર જે પણ હોય, વાંચન મગજના ડાબા ભાગમાંના કેટલાંક ક્ષેત્રોને જાગૃત કરે છે - જે વિજ્ઞાન અને ગણિત સંબંધિત કામો જેમાં તર્ક લગાડવાની જરૂર હોય છે, તે કરવામાં મદદ કરે છે.

દિવસનો ફક્ત એક પાઠ વાંચવાથી તમારા બાળકનું મગજ તંદુરસ્ત થશે અને ભાષાકીય કુશળતાઓનો વિકાસ ચોક્કસપણે થશે. તમારે ફક્ત તમારા બાળકને શું વાંચવું ગમશે તે શોધવાનું રહેશે.

 

કારણ #2

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક અભ્યાસ મુજબ, કાર્ય વિશ્વમાં સફળતા મેળવવા માટે આવશ્યક એવી અનેક કુશળતાઓમાં સર્જનાત્મકતા સર્વોપરી છે. જ્ઞાનાત્મક વિવિધતા અને વિચારોની વિવિધતા આ વિષયો પર સતત થઈ રહેલાં સંશોધનોથી આ સિદ્ધ થયું છે કે નિયમિતરૂપે વાચન કરવાથી, કામમાં પરિણામકારકતા વધે છે અને સમસ્યાઓનો હલ કરવાની કુશળતાઓનો વિકાસ થાય છે.

 

કારણ #3

"કોઈને પ્રભાવિત કરવા માટે નહીં, પરંતુ પોતાને વ્યક્ત કરવા માટે જીવન જીવો."

- અજ્ઞાત

તમારા બાળક પોતાના વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શકે તે માટેનું શબ્દભંડોળ વિકસાવવું હોય તો તેમનામાં વાંચનનો શોખ જગાડો. પુસ્તક એ લેખકના વિચારોની અભિવ્યકિત હોય છે, તમારા બાળકોને તેમના વિચારો વ્યક્ત કરવા માટે તે નિશ્ચિતરૂપે જ મદદ કરશે.  

 

કારણ #4

તમને તમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માગતા હો તો વાંચન ખૂબ મદદગાર સાબિત થશે. પુસ્તકમાંના વિવિધ પાત્રોને પડકારોનો સામનો કરતા જોઈને તમારા બાળકો પણ તેમના જીવનમાં આવતા પડકારોથી દૂર જવાને બદલે તેમનો સામનો કરીને હલ કરી શકશે.

તો શું, તમે તમારા બાળકો પીસી પર પુસ્તકો વાંચે તેવું ઇચ્છો છો?

જો હા, તો અહીં કેટલીક અદ્દભુત વેબસાઇટ્સ આપેલી છે જ્યાં તમે ઑનલાઇન વાંચન કરી શકશો.

એ વાત ભૂલશો નહીં કે વાંચન એ તમારા બાળક માટે બહુ જ સારી સ્ટડી બ્રેક આઇડિયા પણ છે. ખાસ કરીને પરીક્ષા વખતે તેમના મગજને તાજું રાખવા માટે, વિદ્યાર્થીઓએ મધ્યાંતરે સ્ટડી બ્રેક લેવો જોઇએ અને આ બ્રેકમાં વાંચન કરવાથી વધુ સારો માર્ગ બીજો કોઈ હોઈ જ ન શકે!