તમારા બાળકોને તમે પ્રોત્સાહિત કરી શકો છો – કેવી રીતે તે અહીં આપેલું છે.

 

પ્રેરણા દરેકને સરળતાથી નથી મળતી. કેટલાંક માટે તે ‘‘આત્મસાત’’ હોય છે જ્યારે મોટાં ભાગનાં વિદ્યાર્થીઓને સમયે સમયે કોઈ પ્રેરકબળની જરૂર પડે છે. આ પ્રેરણા બાળકના પોતાના લક્ષ્યને અનુરૂપ હોય ત્યારે વધુ અસરકારક બને છે - પછી તે વર્ગમાં પ્રથમ આવવાનું હોય, ચૅમ્પિયનશિપ જીતવાનું હોય કે પછી કોઈ વિષયમાં વધુ જ્ઞાન મેળવવાનું કેમ ન હોય. એક શિક્ષક તરીકે તમારા વર્ગને પ્રેરણા આપવા તમે શું કરી શકો છો તે જુઓ:

1. મને માર્ક્સ દર્શાવો!

જેમ મોટાંઓ વખાણ કરવાથી અને કાર્યસ્થળે બઢતી મળવાથી પ્રેરણા મેળવે છે તેમ બાળકો પણ આપવામાં આવતા માર્ક્સ અને ગ્રેડથી અત્યંત પ્રેરિત થાય છે. તમારા વિદ્યાર્થીઓ નિયમિત રીતે તેમનામાં રહેલી શ્રેષ્ઠ પ્રતિભાને દર્શાવી શકે એ માટે શક્ય એટલી વધુ મૉક ટેસ્ટ્સ યોજો જેથી તમારા વિદ્યાર્થીઓ વાસ્તવિક પરીક્ષા માટે સંપૂર્ણ સજ્જ રહે.

2. સુધારાની પ્રશંસા કરો

નાનામાં નાની સફળતાને પણ તમારાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા પ્રશંસા કરવી જોઈએ. દાખલા તરીકે, જો ઈંગ્લિશ વોકેબ્યુલરી વર્ગ પરીક્ષામાં વિદ્યાર્થીને 6/10 ની બદલે 8.5/10 માર્ક્સ મળે તો તેની મૌખિક અને ટેસ્ટ પેપરમાં ‘‘શાબાશ’’ અથવા સ્ટાર સ્ટિકર આપીને પણ પ્રશંસા કરી શકાય છે - આ પ્રશંસા કરવા અને પ્રોત્સાહિત કરવાની તમારી વ્યક્તિગત શૈલી પર આધાર રાખે છે.

3. સક્રિય અભ્યાસ સફળ થવાનો માર્ગ છે

વધુ કરીને શિક્ષક જ વર્ગમાં મોટાં ભાગની વાત કરતા હોય છે. લેસનની પ્રવૃત્તિને વધુ સંવાદાત્મક સ્વરૂપની બનાવીને પરિવર્તન કરો આ માટે ઈન્ટરએક્ટિવ વીડિયો, સમૂહ ચર્ચા અને સમસ્યાનો ઉકેલ લાવતી વર્કશીટ્સનો ઉપયોગ કરો જે શૈક્ષણિક સ્રોતો જેમ કે સુપર ટીચર વર્કશીટ્સ પરથી મેળવી શકાય છે.

4. ક્ષમતામાં વધારો કરો

જો તમારો વિદ્યાર્થી ટ્રાયગોનોમેટ્રી માટે યોગ્યતા દર્શાવે અને તે ખરેખર રૂચિ ધરાવતું હોય તો વિદ્યાર્થીને 100 પ્રોબ્લેમ્સ ચૅલેન્જ માટે તૈયાર કરો અને આ રુચિને સૌથી મનગમતા કાર્યમાં પરિવર્તિત થતા જુઓ. એ જ રીતે, તમારા વિદ્યાર્થીઓને તેમની ક્ષમતામાં વધારો કરવામાં સહાયક બનતા અનેક પીસી સ્રોતો છે. તમારે વિદ્યાર્થીઓને કઈ બાબતમાં રસ જાગે છે એ જાણવા તેમની સાથે ગહન ચર્ચા કરો અને પીસી સ્રોતને શોધવામાં મદદ કરી તેમને તે આગળ લઈ જવા દો.

તમે સમયોચિત અથવા પહેલીવાર શિક્ષક બન્યા હો ત્યારે તમારા વિષયની નિપૂણતા અને વર્ગમાં તમે લાવો છો એ જોશ ઉપરાંત પીસી એક આવશ્યક ટીચિંગ ટૂલ છે. આ માત્ર તમારા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તમારા માટે પણ શીખવાનું એક માધ્યમ છે.