સલામત પાસવર્ડ્સના સુયોજિત કરવા માટે તમારી સંપૂર્ણ માર્ગદર્શિકા

 

#પ્રોટેક્ટવ્હૉટમેટર્સ

જ્યારે ઘરે અને શાળામાં પીસીનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે તમારા માટે ત્રણ આવશ્યક શબ્દો. તમે જે પણ કરી રહ્યાં હો – નિબંધ લખી રહ્યા હો, જૂથ પ્રોજેક્ટ કરી રહ્યાં હો અથવા વિષય પર આતુરતાથી સંશોધન કરી રહ્યાં હો દરેક સમયે પાસવર્ડથી સુરક્ષિત પીસી હોય તે જરૂરી છે.

કલ્પના કરો કે તમારી પાસે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલવા માટે ઘરની ચાવીઓ ન હોય, બરાબર એ જ રીતે તમને તમારા પીસીમાં લૉગિંગ, ઈમેઇલ એકાઉન્ટ્સ, ઑનલાઇન શીખવાના સંસાધનો અને જેનો તમે નિયમિત ધોરણે ઉપયોગ કરો છો તે સોશ્યલ મીડિયાની ચૅનલો માટે પાસવર્ડની જરૂર પડશે. નીચેની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને તમે જે મહત્વપૂર્ણ છે તેને સંરક્ષિત કરી શકો છો:

1) બહુવિધ-પરિબળ સાથેના અધિકૃતિકરણને સક્ષમ બનાવો

આ પાસવર્ડ દિવસ પર, થીમ છે #LayerUp. મોબાઇલ અથવા ઈમેઇલ ઓટીપીને ઉમેરીને તમે તમારા એકાઉન્ટને સુરક્ષાની એક અન્ય સ્તર પુરું પાડી રહ્યાં છો. આ તમારી લૉગિન પ્રક્રિયામાં એક અતિરિક્ત પગલું ઉમેરશે પરંતુ તે તમને ઓળખની ચોરી અને સોશ્યલ મીડિયા એકાઉન્ટની ઉઠાંતરી જેવા સાઇબરક્રાઇમ્સ સામે એક મજબૂત સંરક્ષણ આપશે. [1]

2) પાસવર્ડ જેટલો લાંબો, તેટલો તેને તોડવો મુશ્કેલ છે

તમારા પાસવર્ડને માત્ર એક શબ્દ અથવા વિશેષ અક્ષરોની જોડી બનાવવાને બદલે, તેને એક લાંબુ વાક્ય બનાવો. તે ક્રમને અનુસરે કે ના અનુસરે તેમ બની શકે પરંતુ તેને યાદ રાખવાની ખાતરી કરો! સાથે જ, તમારી જાતને અંગ્રેજી સુધી સીમિત ન રાખશો – તમારી માતૃભાષા અથવા અન્ય કોઇપણ ભાષા કે જેની સાથે તમે પરિચિત હો તેનાથી તમારા પાસવર્ડને મજબૂત બનાવો.

3) દેખીતી બાબતો – નામ, જન્મ તારીખો અને શહેર અથવા તમે જે ગામમાં રહો છો તેને ટાળો.

પહેલાં, એમ કરવું સરળ લાગી શકે પરંતુ તમારો પાસવર્ડ જેટલો અનન્ય હશે – તમારા માટે એટલું વધુ સારૂં છે.


સ્ત્રોત: https://securingtomorrow.mcafee.com/author/cybermum-india/

4) તેને મિશ્રણયુક્ત બનાવો – મોટાં અક્ષરો, સંકેત ચિહ્નો ઉમેરો અને યાદ્દચ્છિક શબ્દ ઉમેરો

યાદ્દચ્છિક મોટાં અક્ષરો સાથે @#$% એ સુનિશ્ચિત કરશે કે તમારા પાસવર્ડનું અનુમાન કરવું મુશ્કેલ છે. આ પ્રકારના સામાન્ય પાસવર્ડનો ઉપયોગ કરવાનું ટાળો: [2]

1. 123456
2. 123456789
3. password
4. admin
5. 12345678
6. qwerty
7. 1234567
8. 111111
9. photoshop
10. 123123
11. 1234567890
12. 000000
13. abc123
14. 1234
15. adobe1
16. macromedia
17. azerty
18. iloveyou
19. aaaaaa
20. 654321

5) પાસવર્ડનો ક્યારેય પુનરુપયોગ ન કરો

કઈંક એવું, જેના માટે સમયાંતરે આપણે સૌ કસુરવાર હોઇએ છીએ, તમે ઉપયોગ કરો છો એવાં તમામ એકાઉન્ટ્સ માટે અલગ-અલગ પાસવર્ડ હોય તે શ્રેષ્ઠ છે. તમે જે સર્વસામાન્ય રાખી શકો છો તેમાં ક્રમાંક, વિશેષ અક્ષરો અથવા ખોરાક, દેશ વગેરે જેવી થીમ.

એકવાર તમે તમારા પીસીમાંથી બધું જ મેળવી લો, પછી અભ્યાસ કરવો એ ખુબ સરળ છે.