લેસન પ્લાન્સ માટે તમને આવશ્યક 5 પૉઈન્ટ ચેકલિસ્ટ

 

‘‘દિવસ સાથે ચાલો અથવા દિવસ તમને ચલાવશે.’’
- જિમ રોન

આ થોડું અસહ્ય લાગતું હશે પરંતુ હકીકત છે. સ્કૂલમાં દિવસ દરમિયાન તમે શીખવો છો એ દરેક વર્ગ માટે પ્લાન ઑફ એક્શન તૈયાર રાખીને તમે રચનાત્મક અને આનંદદાયક દિવસ (તમારી અને તમારા વિદ્યાર્થીઓ બંને માટે) નો પાયો તૈયાર કરો છો. વધુમાં, તમે સંપૂર્ણ પાઠ્યક્રમ સમયસર પૂર્ણ કરવાની દિશામાં આગળ વધશો.

તમારો લેસન પ્લાન તૈયાર કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની યાદી અહીં રજુ કરી છે:

1. રીકૅપ સાથે વૉર્મ અપ કરો

જો તમે પાછલા વર્ગથી કોઈ પાઠ આગળ વધારી રહ્યા હો તો તમારા વિદ્યાર્થીઓને સંક્ષિપ્તમાં પુનરાવર્તન કરાવી દો. જો તમે કોઈ નવો વિષય શરૂ કરી રહ્યા હો તો પણ ક્વિક વીડિયો અથવા ઈન્ટરએક્ટિવ પ્રેઝન્ટેશન દેખાડો જે અગાઉના વિષયને આવરી લેતું હોય, જેથી વિદ્યાર્થીઓ દરેક પાઠ સાથે સંબંધ સમજી શકે.

2. રીલ ને રીઅલમાં પરિવર્તિત કરો!

તમારા વિદ્યાર્થીઓ તેઓ શું શીખવા જઈ રહ્યા છે અને પ્રાસંગિક સમજ વિકસાવવા વાસ્તવિક જીવન સાથે તે કઈ રીતે જોડે છે તે તેમને જાણવા દો. તમે વાસ્તવિક જીવનની ઘટનાને જોડી શકો છો, સમાચાર જણાવો અથવા ટૂંકી ફિલ્મ દેખાડો જેથી વર્ગ માટે અને વિદ્યાર્થીઓના સૌથી મસ્તીખોર ગ્રુપ માટે પણ વર્ગ વધુ યાદગાર બની રહે.

3. ગ્રુપ એક્ટિવિટી સામેલ કરો

દરેક શિક્ષક સક્રિય વિદ્યાર્થીઓથી ભરેલા વર્ગની ઈચ્છા રાખે છે પરંતુ વાસ્તવમાં આ સાકાર કરવું મુશ્કેલ છે. આ જ સમયે ગ્રુપ એક્ટિવિટી અસરદાર બને છે. પાંચ જેટલા વિદ્યાર્થીઓના નાના સમૂહમાં પીસી પર કરેલી 10 મિનિટની પ્રવૃત્તિ પણ વર્ગમાં ઉત્સાહ અને જોશનો સંચાર કરે છે.

4. લેસન તૈયાર કરતા સાધનોનો ઉપયોગ કરો

ઑનલાઈન ટૂલ્સ જેમ કે ઓપિયા અને કોમન કરિક્યુલમ તમને તમારું લેસન વધુ ઈન્ટરએક્ટિવ બનાવવામાં સહાયક બને છે. ક્વિઝ, બહુવિધ વિકલ્પ ધરાવતા પ્રશ્નો, વાર્તાઓ અને અન્ય ઘણું સામેલ કરો જેથી તમે પાઠ્યપુસ્તકનો નિર્દેશિત અભિગમ અને પીસીનું ઈન્ટરએક્ટિવ ઘટક બંનેના શ્રેષ્ઠ લાભ મેળવી શકો.

5. હોમવર્ક (ઘરકામ) વિશે ભૂલશો નહીં

કેટલીકવાર, આપવામાં આવેલું ઘરકામ વિષયથી તદ્દન ભિન્ન હોય છે - એ ખાતરી કરો કે તમે આપેલું અસાઈનમેન્ટ અથવા રીડિંગ આજના લેસન સાથે સંકળાયેલ હોય, જેથી તમારા વિદ્યાર્થીઓ શીખવાડ્યું હોય એ બધું જ ગ્રહણ કરી શકે. એ જ રીતે, તમે જેટલા વધુ 'આઉટ ઑફ દ બૉક્સ' જશો એટલો જ વધુ પ્રભાવ હોમવર્ક પર થશે.

પ્રિન્સિપલ શ્રીમતી ગૌરીને સાંભળો કે કઈ રીતે કુશળ શિક્ષકના હાથમાં ટેક્નોલૉજી તમારા વિદ્યાર્થીઓ માટે અસરકારક લેસન યોજના તૈયાર કરવા તમને જરૂરી બધી જ પ્રેરણા માટે સમાજને કઈ રીતે રૂપાંતર કરી શકે છે.