તમારા બાળકના પ્રથમ પીસી માટે તમારી અનિવાર્ય 5 મુદ્દાની તપાસયાદી

 

કાર્ય

ઑનલાઇન બૅન્કિંગ

કરવેરા ભરવા

સોશિયલ મીડિયા

વાંચન

સંશોધન

દૈનિક ધોરણે એક પીસી તમારા માટે ઘણું ઉપયોગી હોય છે.

અને તેવી જ રીતે તમારા બાળકો માટે પણ.

તેમને ભવિષ્ય માટેના કાર્યસ્થળ માટે એક પીસી તૈયાર જોઇએ છે.

એક વખત તમે તેમના માટે યોગ્ય પીસી લઈ લેશો, આ તપાસયાદીને ધ્યાનમાં રાખશો અને અને તમે આગળ વધવા માટે તૈયાર છો!

1) મૂળભૂત નિયમો સાથે આગળ આવો 

મજબૂત પાસવર્ડ સુયોજિત કરવો અને તેને તમારી સાથે વહેંચણી કરવી, માત્ર બૂકમાર્ક કરેલી વેબસાઇટને એક્સેસ કરવી અને દિવસમાં એક અથવા બે કલાકથી વધુ સમય માટે પીસીનો ઉપયોગ ન કરવો જેવાં મૂળભૂત નિયમોનું તમારા બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવશે જ્યારે તમે તમારા તર્ક તેમની સમક્ષ વર્ણવશો.  

2) થોડી કાળજી ઘણી આગળ સુધી જાય છે 

તમારા બાળકોને કોઇ એક એવી વાર્તાનો સંદર્ભ આપીને જણાવો કે પીસી અને તેની ઍક્સેસરીઝ કેટલાં સંવેદનશીલ છે જ્યારે તમારાથી એક વખત ગરમ ચા કીબૉર્ડ પર ઢળી ગઈ હતી અને તેની મરામતની જરૂર પડી હતી. તેને અંગત બનાવવાથી, સંપૂર્ણ સંભાવના છે કે તમારા બાળકો પીસીની વધુ દરકાર રાખશે. 

3) પીસીની જટિલ બાબતોને સાથે રહીને ઉકેલો 

જો તમે પહેલાંથી જ પીસીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતાં હો તેમ છતાં, તમારૂં બાળક મૂળભૂત બાબતોને સાથે કરવામાં જોડે વ્યતિત કરેલા સમયનો ખરેખર આનંદ લેશે. માઉસને ખસેડવાથી લઈને સમગ્ર વાક્યને એક વખતમાં ટાઇપ કરવા સુધી, નાની નાની બાબતો ખરેખર મહત્વ ધરાવે છે. 

4) પીસી સંસાધનોની યાદીને સંપાદિત કરો 

શિક્ષકો, અન્ય વાલીઓ અને ઑનલાઇન સારી સમીક્ષા કરનાર દ્વારા ભલામણ કરવામાં આવેલ પીસી સંસાધનોને ચકાસવા માટે કેટલોક સમય ફાળવો. પછી, તેને તમારૂં બાળક જેનો ઉપયોગ કરશે તે બ્રાઉઝર પર બુકમાર્ક કરો અને તદાનુસાર ડેસ્કટૉપ પર શોર્ટકટ્સની રચના કરો.

5) મનોરંજનને ગણતરીમાં રાખવાનું સુનિશ્ચિત કરો 

તમે મનોરંજનને અવગણી શકો નહિં. પછી તે અદ્યતન વાઇરલ મેમે હોય અથવા એક ક્યુટ કૅટ વિડીઓ, તમારૂં બાળક તેની તપાસ કરવાની ઇચ્છા ધરાવશે. એ સુનિશ્ચિત કરવા માટે કે તમારા બાળકો એવી કોઇ વસ્તુ ન જોવે જે તેમના માટે નથી, પેરેન્ટલ કંટ્રોલ પ્લગ ઇન કરો અને પીસીને બેઠક રૂમ જેવાં કૉમન વિસ્તારમાં રાખો.

નવી વસ્તુઓ શીખવા માટે, ગૃહકાર્ય કરવા માટે અને વિવિધ વિષયો પર વાંચવા માટે સમગ્ર પરિવાર એકસાથે બેસી શકે છે. આખરે, પીસીનો સાચો ઉપયોગ તમારા બાળકની શીખવાની સંભાવ્યતાઓને ખોલશે.