સકારાત્મક ડિજિટલ ફૂટપ્રિંટ તૈયાર કરવા માટે તમારી માર્ગદર્શિકા

 

"તમે ઑનલાઇન જે પોસ્ટ કરો છો તે તમે અસલમાં કેવા છો તેના વિશે ઘણું બધું કહી દે છે. સભાનપણે પોસ્ટ કરો. કાળજીપૂર્વક રીપોસ્ટ કરો."

- જર્મની કેન્ટ

 

દરેકની ડિજિટલ ફૂટપ્રિંટ હોય છે

જ્યારે તમે ઑનલાઇન કાંઈ પોસ્ટ કરો છો અથવા કાંઈપણ શેઅર કરો છો, ત્યારે તમારી ડિજિટલ ફૂટપ્રિંટ તૈયાર થાય છે અને તે કાયમી સ્વરૂપે ટકી રહે છે. તમારી સકારાત્મક ડિજિટલ ફૂટપ્રિંટ માટે શું કરવું જોઇએ તે આગળ આપેલું છે -

 

1. પાસવર્ડ કીપરનો ઉપયોગ કરો

સોશિયલ મીડિયાની પ્રાઇવસી સેટિંગ્સને લીધે તમે તમારી પોસ્ટને ફક્ત તમારા મિત્રો અને ફોલોઅર્સ સાથે શેઅર કરવી છે કે પબ્લિક (બધા લોકો) સાથે શેઅર કરવી છે તે નક્કી કરી શકાય છે. કોઈપણ પ્રકારની હેકિંગ ટાળવા માટે શક્તિશાળી તેમજ યાદ રહે તેવો પાસવર્ડ તૈયાર કરો. 

 

2. ઘણું વધારે શેઅર ન કરો

ઑનલાઇન કાંઈપણ પોસ્ટ અથવા શેઅર કરતા પહેલાં સાવચેત રહો કારણકે તમારી સકારાત્મક ડિજિટલ ફૂટપ્રિંટ તૈયાર કરવામાં આ મહત્વનું પગલું છે. તમારા ઑનલાઇન વ્યક્તિત્વના આધારે કમેન્ટ્સ પર પ્રતિક્રિયા આપો. તમને ખબર ન હોય તેવા વિષયોમાં ન પડો. તમે ઑનલાઇન જે પણ પોસ્ટ કરો તે વિશે તમને અભિમાન થવું જોઇએ. એકવાર ઑનલાઇન પોસ્ટ થઈ ગયા પછી તે વસ્તુ ત્યાં કાયમી સ્વરૂપે રહેશે તે ધ્યાનમાં રાખો.

 

3. સ્વયંને શોધો

તમારા નામ પર એક સરળ સર્ચ કરો અને તમને તમારા વિશે શું માહિતી મળે છે તે જુઓ. તમને જે માહિતી મળશે તે જોઈને તમને કદાચિત આશ્ચર્ય થશે. લોકોએ ન જોવી જોઇએ એવી કોઈ બાબતો તમને તમારા વિશે દેખાય તો યોગ્ય પગલાં લો અને તે મુજબ દૂર કરો. આને લીધે તમને તે પણ સમજાશે કે તમારા નામ પર કોઈ ફેક (ખોટા) અકાઉન્ટ્સ છે કે નહીં... 

 

4. જુના અકાઉન્ટ્સ ડિલીટ કરો

જુના અકાઉન્ટ્સ ડિએક્ટિવેટ અથવા ડિલીટ ન કરવાથી ઘણી વખત આપણને નકારાત્મક ફૂટપ્રિંટ્સ વિશે સાંભળવા મળે છે. જ્યારે પણ તમે તમારા સોશિયલ નેટવર્કિંગ પ્રોફાઇલ વાપરવાનું બંધ કરો, ત્યારે યાદપૂર્વક તે ડિએક્ટિવેટ અથવા ડિલીટ કરો જેથી તેમાં રહેલ ડેટા લાઇવ અથવા સર્ચ કરવા પર ઉપલબ્ધ ન રહે અને અકાઉન્ટ હેકિંગનો ડર નીકળી જાય.  

 

સકારાત્મક ડિજિટલ ફૂટપ્રિંટ હોવું સારી વાત છે કારણકે આનાથી તમારા જીવનના વિવિધ પાસાંઓ પર સારું પરિણામ જોવા મળે છે. તમારા વિદ્યાર્થીઓ માટે અને સમાજ માટે તમે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ છો. તેથી મેન્ટૉર (માર્ગદર્શક) બનો, પ્રોત્સાહન આપો અને તમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય પર તમારો પ્રભાવ પાડો.