વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે પ્રેમ ઊભો કરવા અંગે તમારા માટે ત્રણ-પગલાંની માર્ગદર્શિકા

 

એવાં વિદ્યાર્થીઓ હોય છે જેમને વાંચન માટે પ્રેમ હોય છે અને એવાં પણ કેટલાંક હોય છે જેઓ વાંચનને ટાળવા માટે દરેક સંભવિત વસ્તુ કરે છે. એક શિક્ષક તરીકે, તમે જાણો છો કે વાંચન એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેને અવગણી શકાય નહિં. હકીકતમાં, બાળકો જેટલાં વહેલાં વાંચવાની શરૂઆત કરે છે, તેટલું તેમનાં માટે સારૂં છે. પ્રકાશિત, સારી રીતે લખાયેલા કાર્ય સાથેનો સંસર્ગ વિદ્યાર્થીના પોતાના લેખન, શબ્દભંડોળ અને વિભાવનાઓની સમજ વિશે નોંધપાત્ર અસર ધરાવે છે. [1]

તમારા વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે પ્રેમ ઊભો કરવા, આ ત્રણ-પગલાની કાર્ય યોજનાને અનુસરો અને તફાવત જુઓ.

1) પસંદગી સારી છે! 

તમારા વિદ્યાર્થીઓને વર્ગ દરમિયાન અભ્યાસક્રમ મુજબ કયું પ્રકરણ અથવા પુસ્તક વાંચવું તેની પસંદગીની અથવા તો ગૃહકાર્યમાં છુટ આપો. આ થોડું મુશ્કેલ હોય શકે પરંતુ આ પ્રયાસ સફળ રહેશે કેમકે તમારા વિદ્યાર્થીઓ તેમનાં પોતાના શિક્ષણમાં વધુ સામેલગીરીનો અનુભવ કરશે. જોરથી વાંચવું એ શિક્ષણની પદ્ધતિ રહી છે અને તેને ચકાસવામાં આવી છે અને ઘણાં વર્ષોથી થઈ રહી છે, તેથી તેને તમારા લેસન પ્લાંસનો હિસ્સો બનાવવાનું સુનિશ્ચિત કરો.

2) તેને જૂથ પ્રવૃત્તિમાં બદલો 

તમે વાંચનને સાપ્તાહિક પ્રવૃત્તિમાં ફેરવવા માટે તેને રીડિંગ ક્લબ અથવા તો કંઈક સમાન કહી શકો છો, જ્યાં વિદ્યાર્થીઓએ તાજેતરમાં વાંચેલા પુસ્તક અથવા તેનાં મૂવી સંસ્કરણની ચર્ચા કરવાની હોય છે – જે તેમને જવાબદાર અને ઉત્તરદાયી બનાવશે. નિયમિત ધોરણે ખરેખર વાંચન એ તેમનાં માટે એક સારૂં પ્રોત્સાહન રહેશે. 

3) વિદ્યાર્થીઓ સારાં વાર્તાકાર હોય છે 

ઉપયોગકર્તાઓ ચોક્ક્સ કલાકાર પાસેથી કલાકાર્યની પસંદગી કરી શકે છે અને પછી વાર્તાનું પુસ્તક રચવા માટે ટેક્સ્ટ ઉમેરી શકે છે.... હું એક એવી શ્રેષ્ઠ જગ્યા જ્યાં વિદ્યાર્થીઓ ઑનલાઇન લખી શકે તેવી એક સાઇટ ઉમેરી રહ્યો છું.”  

લૅરી ફર્લાઝો

શિક્ષક, લેખક, બ્લૉગર.

તમારા વિદ્યાર્થીઓને Storybird દ્વારા તેમનામાં રહેલાં વાર્તાકારને બહાર લાવવા દો. આ ઉપયોગ માટે મુક્ત અને પરસ્પર ક્રિયાશીલ પીસી સાધન તમારા વિદ્યાર્થીઓને કલ્પનાશીલ બનવામાં મદદ કરશે અને વધુ વિચારો માટે તેમને વધુ વાંચવા પ્રેરિત કરશે. આ સાધન વિશેનો સૌથી શ્રેષ્ઠ ભાગ એ  છે કે બાળકો તેમની અંદરના વાર્તાકારને ચૅનલ કરવાની સંપૂર્ણ રચનાત્મક સ્વતંત્રતા પ્રાપ્ત કરશે.  

હવે જ્યારે તમે તમારા વર્ગને વાંચતો કરવા માટે હરકતમાં આવી ગયા છો, એમને પ્રેરિત કરવામાં પીસીનો પણ ઉપયોગ કરો!